નાણા મંત્રાલય
મંત્રીમંડળે જાહેર ક્ષેત્રના સાહસોના હોલ્ડિંગ/પેરેન્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંયુક્ત સાહસોમાં તેમની પેટા કંપનીઓ/એકમો/હિસ્સામાં વિનિવેશ/બંધ કરવાની પ્રક્રિયાની ભલામણ કરવા અને પ્રક્રિયા હાથ ધરવા માટે અધિકાર આપ્યા અને વૈકલ્પિક વ્યવસ્થાતંત્ર માટે વધારાની સત્તા આપી
Posted On:
18 MAY 2022 1:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જાહેર ક્ષેત્રના સાહસોમાં હોલ્ડિંગ/ પેરેન્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંયુક્ત સાહસોમાં તેમની પેટા કંપનીઓ/એકમો/હિસ્સાના વિનિવેશ (વ્યૂહાત્મક વિનિવેશ અને ગૌણ હિસ્સાનું વેચાણ બંને) અથવા બંધ કરવા માટે ભલામણ કરવાના અને પ્રક્રિયા હાથ ધરવાના અધિકારો આપવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળ દ્વારા હોલ્ડિંગ/પેરેન્ટ PAEના સંયુક્ત સાહસોમાં પેટા કંપનીઓ/એકમો/હિસ્સાના વેચાણમાં વિનિવેશ (વ્યૂહાત્મક વિનિવેશ અને ગૌણ હિસ્સાનું વેચાણ બંને) /બંધ કરવા માટે ‘સૈદ્ધાંતિક રીતે’ સંમતિ આપવા માટે વૈકલ્પિક વ્યવસ્થાતંત્રના અધિકારો પણ આપ્યા છે [મહારત્ન PSEના વિનિવેશ (ગૌણ હિસ્સાનું વેચાણ) સિવાય કે તેમને સોંપવામાં આવ્યું હતું પેરેન્ટ/હોલ્ડિંગ PSE દ્વારા વિનિવેશ/બંધ કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી].
PSE દ્વારા આવા સાહસોના વ્યૂહાત્મક વિનિવેશના વ્યવહારો/ બંધ કરવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા ખુલ્લી, સ્પર્ધાત્મક બીડિંગના સિદ્ધાંતો પર આધારિત અને નિર્ધારિત કરવામાં આવેલા માર્ગદર્શક સિદ્ધાંતોની સાથે સુસંગત હોવી જોઇએ. વ્યૂહાત્મક વિનિવેશ માટે, આવા માર્ગદર્શક સિદ્ધાંતો DIPAM દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. બંધ કરવા માટે, DPE દ્વારા માર્ગદર્શક સિદ્ધાંતો બહાર પાડવામાં આવશે.
હાલમાં, હોલ્ડિંગ/પેરેન્ટ PSEના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આર્થિક સંયુક્ત સાહસ અને સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓ સ્થાપિત કરવા માટે અને અમુક ટોચ મર્યાદાની નેટવર્થ સુધીના વિલિનીકરણ/હસ્તાંતરણ કરવા માટે મહારત્ન, નવરત્ન અને મિનિરત્ન શ્રેણીઓ હેઠળ અમુક સત્તાઓ સોંપવામાં આવેલી છે. જોકે, બોર્ડ્સ હાલમાં સંયુક્ત સાહસોમાં તેમની પેટા કંપનીઓ/એકમો/હિસ્સાના વિનિવેશ/બંધ કરવા અંગેની સત્તા ધરાવતા નથી, સિવાય કે મહારત્ન PSEને તેમની પેટા કંપનીઓમાં શેરહોલ્ડિંગના ગૌણ હિસ્સાના વિનિવેશ માટે મર્યાદિત સત્તાઓ સોંપવામાં આવેલી છે. આથી, સંયુક્ત સાહસોમાં તેમની પેટા કંપનીઓ/એકમોની કામગીરીઓ/આવી પેટા કંપનીઓમાં રોકવામાં આવેલી મૂડી જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર આવી પેટા કંપનીઓ/એકમોના વિનિવેશ (વ્યૂહાત્મક વિનિવેશ અને ગૌણ હિસ્સાનું વેચાણ બંને)/બંધ કરવા માટે હોલ્ડિંગ/પેરેન્ટ CPSE દ્વારા મંત્રીમંડળ/CCEA પાસેથી મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી હતી. સરકારી PSEની લઘુતમ ઉપસ્થિતિઓ માટે અને કાર્યાત્મક જરૂરિયાતો માટે અમલમાં મૂકવામાં આવેલી PSE નીતિ 2021ને અનુરૂપ, આ નિર્ણય દ્વારા આ બાબતે વધુ સત્તાની સોંપણી કરવામાં આવી છે.
આ પ્રસ્તાવ હોલ્ડિંગ PSEના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નિર્ણયો લેવા માટે અને પેટા કંપનીઓ / એકમો અથવા સંયુક્ત સાહસોમાંથી તેમના રોકાણમાંથી સમયસર નીકળી જવાની તેઓ ભલામણ કરી શકે તે માટે વધુ સારી સ્વતંત્રતા આપી PSEની કામગીરીમાં વધુ સુધારો લાવવાનો ઇરાદો રાખે છે, જેના કારણે આવી પેટા કંપનીઓ/એકમો/સંયુક્ત સાહસોમાં તેઓ પોતાના રોકાણને યોગ્ય તકના સમયે નાણાંમાં રૂપાંતરિત કરી શકશે અથવા નુકસાન થતું હોય અને બિનકાર્યદક્ષ હોય તેવી પેટા કંપનીઓ/ એકમો/ સંયુક્ત સાહસોને યોગ્ય સમયે બંધ કરી શકશે. આના પરિણામરૂપે ઝડપથી નિર્ણયો લઇ શકાશે અને PSE દ્વારા પરિચાલન/ આર્થિક ખર્ચમાં થતા વેડફાટને બચાવી શકાશે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1826284)
Visitor Counter : 165