ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે આસામના તામૂલપુર ખાતે BSFના સેન્ટ્રલ વર્કશૉપ એન્ડ સ્ટોર (CENWOSTO)નું ભૂમિપૂજન કર્યું અને CAPFs કેન્ટીન ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું ઉદ્ઘાટન કર્યું

પોસ્ટેડ ઓન: 09 MAY 2022 6:23PM by PIB Ahmedabad

ગૃહમંત્રીએ આસામમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર મનકાચર બીઓપીની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા અને વ્યાપક સંકલિત બૉર્ડર મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા કરી

હું જ્યારે પણ બોડોલેન્ડની મુલાકાત લઉં છું, ત્યારે હું નવા ઉત્સાહ સાથે અને ઘણી બધી શુભેચ્છાઓ લઈને દિલ્હી પાછો ફરું છું

સાત વર્ષ પહેલા આસામ વિધાનસભાની ચૂંટણી વખતે અમે વચન આપ્યું હતું કે જો અમે સરકાર બનાવીશું તો અમે આસામમાંથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખીશું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ અને આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિશ્વ શર્માના અથાક પ્રયાસોથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ સશસ્ત્ર જૂથો સાથે વાટાઘાટો કરીને આસામમાં શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે

એકલા આસામમાં, સશસ્ત્ર જૂથોના 9,000 થી વધુ લોકોએ આત્મસમર્પણ કર્યું છે અને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં જોડાવાનું પસંદ કર્યું છે, તેનું સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ બોડોલેન્ડ સમજૂતી છે

અમે કહ્યું હતું કે આ વિસ્તાર ગોળીઓ, આતંકવાદ અને બૉમ્બ વિસ્ફોટોથી મુક્ત થશે અને અમે શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર અને ખેતીને આગળ લઈ જઈશું

આજે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ કે ટૂંકા ગાળામાં, ભારત સરકાર અને આસામ સરકારે કરારની 90 ટકા શરતો પૂરી કરી છે અને બોડોલેન્ડ સાથે અમે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે

અત્યાર સુધી કોઈ બોડો યુવક માટે આસામ વિધાનસભાના સ્પીકરનું પદ સંભાળવું શક્ય નહોતું, જો કે આજે આસામ વિધાનસભાના સ્પીકર બોડોલેન્ડના આપણા ભાઈ છે, આસામ અને બોડોલેન્ડને તેમના પર ગર્વ છે

હું ફરી એકવાર ખાતરી આપવા માગું છું કે બોડોલેન્ડના લોકોને સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય રીતે સશક્ત કરવામાં આવશે

અહીંની ભાષા, સંસ્કૃતિ અને આર્થિક વિકાસ માત્ર તમારી જ ચિંતા નથી પરંતુ ભારત સરકાર અને આસામ સરકારની પણ ચિંતા છે

જ્યાં સુધી BTR કરારનો સંબંધ છે, અમારે 3 વર્ષમાં BTRના વિકાસ માટે રૂ. 1,500 કરોડ આપવાના હતા

આજે, સમગ્ર વિશેષ પૅકેજને મંજૂરી આપીને, આસામ સરકાર અને ભારત સરકારે રૂ. 1,500 કરોડને બદલે રૂ. 1,980 કરોડ આપ્યા છે અને અમે સંસ્થાગત વિકાસને પ્રાથમિકતા આપી છે

રૂ. 500 કરોડનો ડી.પી.આર ભારત સરકારની વિચારણા હેઠળ છે અને અમે તેને ખૂબ જ ટૂંકા સમયમાં મંજૂર કરીશું

હું બોડોલેન્ડના લોકોને ખાતરી આપવા માગું છું કે શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર બોડો પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે

આ સરકાર બોડો પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ, ભાષા, સંગીત અને નૃત્યની જાળવણી અને સંવર્ધન અને આ પ્રદેશના રાજકીય સશક્તીકરણ માટે પણ પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય વર્કશૉપ અને સ્ટોરની સ્થાપના સાથે, કેન્દ્રીય સશસ્ત્ર દળો માટે રિપેરિંગ અને શસ્ત્રોનો પુરવઠો આસામમાંથી કરવામાં આવશે, જે આસામની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરશે

લગભગ રૂ. 50 કરોડનું રોકાણ અહીં થશે અને દક્ષિણ બંગાળ, ઉત્તર બંગાળ, ગુવાહાટી, શિલોંગ, મણિપુર, કછર અને ત્રિપુરા સરહદને અહીંથી શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવામાં આવશે અને સમારકામ પણ અહીંથી કરવામાં આવશે

આ સાથે 107 અર્ધલશ્કરી કેન્ટીનમાં ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડનાં ઉત્પાદનો ઉપલબ્ધ થશે

ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ માત્ર ગ્રામીણ વિકાસ માટે જ કામ કરતું નથી પરંતુ બેરોજગારોને રોજગારી આપવાનો પણ પ્રયાસ છે

બેરોજગારીની સમસ્યાનો ઉકેલ ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડની પ્રવૃત્તિઓમાં રહેલો છે, મને આનંદ છે કે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડના ટર્નઓવરમાં લગભગ 250 ટકાનો વધારો થયો છે અને તેનું કુલ ટર્નઓવર રૂ. એક લાખ કરોડને વટાવી ગયું છે

જો ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ રૂ. એક લાખ કરોડનું ટર્નઓવર કરે છે, તો કરોડો લોકોને રોજગાર મળે છે

બોડોલેન્ડ અને આસામ મધ મિશન માટે ખૂબ જ યોગ્ય વિસ્તાર છે, આને ધ્યાનમાં રાખીને, ખાદી ગ્રામોદ્યોગોએ બોડો ખેડૂતોને મધ મિશન સાથે જોડીને તેમની આવક વધારવાનો પ્રયાસ કરવો જોઈએ

જો ખાદી ગ્રામોદ્યોગ બોડોલેન્ડને એક મિશન હેઠળ લેશે, તો લાંબા સમયથી રક્તપાતથી પ્રભાવિત બોડો યુવાનોને રોજગાર મળશે

ખાદી એ ગાંધીજીએ આપેલો સ્વદેશી મંત્ર છે અને શ્રી નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવાનો મંત્ર છે, ખાદીનો અર્થ શુદ્ધતાની બાંયધરી છે, મને ખુશી છે કે અર્ધલશ્કરી દળોના જવાનો ગ્રામ્ય ઉદ્યોગોના ઉત્પાદનોટૂંક સમયમાં તમામ કેન્ટીનમાં મેળવી શકશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે તેમની આસામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે તામૂલપુરમાં બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સેન્ટ્રલ વર્કશૉપ એન્ડ સ્ટોર (CENWOSTO)નું ભૂમિપૂજન કર્યું હતું. શ્રી અમિત શાહે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs) કેન્ટીન ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિશ્વ શર્મા, બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજનના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર (CEM) પ્રમોદ બોડો, કેન્દ્રીય ગૃહ સચિવ, BSFના મહાનિર્દેશક અને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ પણ હાજર હતા.

તામૂલપુરમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે જ્યારે પણ તેઓ બોડોલેન્ડની મુલાકાત લે છે ત્યારે નવા ઉત્સાહ અને ઘણી બધી શુભેચ્છાઓ સાથે દિલ્હી પરત ફરે છે. તેમણે કહ્યું કે સાત વર્ષ પહેલાં જ્યારે મેં પહેલીવાર બોડોલેન્ડની મુલાકાત લીધી ત્યારે અમારી સરકાર સત્તામાં ન હતી અને અહીંના યુવાનો શસ્ત્રોથી લડી રહ્યા હતા અને હિંસાનું રાજકારણ રમાઈ રહ્યું હતું અને સેંકડો યુવાનો માર્યા ગયા હતા. તે સમયે, આસામ વિધાનસભાની ચૂંટણી દરમિયાન, અમે વચન આપ્યું હતું કે જો અમે સરકાર બનાવીશું, તો અમે આતંકવાદને આસામમાંથી ભગાડી દઈશું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અને આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિશ્વ શર્માના અથાક પ્રયાસોથી, ભારતના ગૃહ મંત્રાલયે તમામ સશસ્ત્ર જૂથો સાથે વાટાઘાટો કરીને આસામમાં શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે.એકલા આસામમાં, સશસ્ત્ર જૂથોના 9,000થી વધુ લોકોએ આત્મસમર્પણ કરવાનું અને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં જોડાવાનું પસંદ કર્યું છે અને સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ બોડોલેન્ડ સમજૂતી છે.

શ્રી અમિત શાહે કહ્યું કે અમે કહ્યું હતું કે આ વિસ્તાર ગોળીઓ, આતંકવાદ અને બૉમ્બ વિસ્ફોટોથી મુક્ત રહેશે. અમે શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર અને ખેતીને આગળ લઈ જઈશું. આજે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ કે આટલા ટૂંકા ગાળામાં ભારત સરકાર અને આસામ સરકારે કરારની 90 ટકા શરતો પૂરી કરી છે અને અમે બોડોલેન્ડ સાથે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે.શ્રી શાહે કહ્યું કે અગાઉ કોઈ બોડો યુવક માટે આસામ વિધાનસભાના સ્પીકર બનવું શક્ય ન હતું, પરંતુ આજે આસામ વિધાનસભાના સ્પીકર બોડોલેન્ડના આપણા ભાઈ છે. આસામ અને બોડોલેન્ડને તેમના પર ગર્વ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે હું ફરી એકવાર અહીંના લોકોને ખાતરી આપું છું કે બોડોલેન્ડના લોકો સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય રીતે વધુ સશક્ત બનશે. અહીંની ભાષા, સંસ્કૃતિ અને આર્થિક વિકાસ માત્ર તમારી જ ચિંતા નથી પરંતુ ભારત સરકાર અને આસામ સરકારની પણ ચિંતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી BTR કરારનો સંબંધ છે, અમારે રૂ. 3 વર્ષમાં BTR ના વિકાસ માટે 1,500 કરોડ આપવાના હતા, આજે આસામ સરકાર અને ભારત સરકારે રૂ. 1,980 કરોડ આપ્યા છે અને આમાં અમે સંસ્થાગત વિકાસને પ્રાથમિકતા આપી છે.રૂ. 500 કરોડનો ડી.પી.આર ભારત સરકારની વિચારણા હેઠળ છે અને અમે તેને ખૂબ જ ટૂંકા સમયમાં મંજૂર કરીશું. શ્રી શાહે કહ્યું કે આજે હું બોડોલેન્ડના લોકોને ખાતરી આપવા માંગુ છું કે શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર બોડો પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ સરકાર બોડો પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ, ભાષા, સંગીત અને નૃત્યની જાળવણી અને પ્રચાર અને તેના રાજકીય સશક્તીકરણ માટે પણ પ્રતિબદ્ધ છે.

શ્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્રીય વર્કશોપ અને સ્ટોરની સ્થાપના સાથે, કેન્દ્રીય સશસ્ત્ર દળોને શસ્ત્રોનું સમારકામ અને પુરવઠો આસામમાંથી જ કરવામાં આવશે, જે રાજ્યની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરશે. આ સાથે લગભગ રૂ. 50 કરોડનું રોકાણ થઈ રહ્યું છે. દક્ષિણ બંગાળ, ઉત્તર બંગાળ, ગુવાહાટી, શિલોંગ, મણિપુર, કચર અને ત્રિપુરા સરહદને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવામાં આવશે અને સમારકામ અહીંથી કરવામાં આવશે. આ સાથે અહીં રોજગારી પણ વધશે અને લગભગ રૂ.25 કરોડની બચત થશે.આ સાથે 107 અર્ધલશ્કરી કેન્ટીનમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ માત્ર ગ્રામીણ વિકાસ માટે જ કામ કરતું નથી પરંતુ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનો હેતુ બેરોજગારોને રોજગારી આપવાનો પણ છે.તેમણે કહ્યું કે બેરોજગારીની સમસ્યાનો ઉકેલ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની પ્રવૃત્તિઓમાં સમાયેલો છે અને આજે મને ખુશી છે કે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડનાં ટર્નઓવરમાં લગભગ 250 ટકાનો વધારો થયો છે અને તેનું કુલ ટર્નઓવર વધીને રૂ. એક લાખ કરોડને વટાવી ગયું છે. જો ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ રૂ. એક લાખ કરોડનું ટર્નઓવર કરે છે તો કરોડો લોકોને રોજગાર મળશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે બોડોલેન્ડ અને આસામ મધ મિશન માટે ખૂબ જ યોગ્ય વિસ્તાર છે. આને ધ્યાનમાં રાખીને, ખાદી ગ્રામોદ્યોગે બોડો ખેડૂતોને મધ મિશન સાથે જોડીને તેમની આવક વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. બોડોલેન્ડ કુંભાર સશક્તીકરણ, મધ મિશન, અગરબત્તી ઉત્પાદન, કૃષિ આધારિત પ્રક્રિયા એકમો, કાગળ ઉદ્યોગ, ફૂટવેર ડિઝાઇન, લાકડા અને ફર્નિચર સહિતનાં ઘણા ક્ષેત્રોમાં ખૂબ જ યોગ્ય છે. જો ખાદી ગ્રામોદ્યોગ બોડોલેન્ડને એક મિશન હેઠળ લેશે તો અહીં લાંબા સમયથી રક્તપાતથી પરેશાન બોડો યુવાનોને રોજગાર મળશે. તેમણે કહ્યું કે ખાદી એ ગાંધીજીએ આપેલા સ્વદેશી મંત્ર અને શ્રી નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવાનો મંત્ર છે.ખાદીનો અર્થ શુદ્ધતાની ગૅરંટી છે. હું ખૂબ જ ખુશ છું કે અર્ધલશ્કરી દળના જવાનોને ટૂંક સમયમાં તમામ કેન્ટીનમાં ગ્રામોદ્યોગના ઉત્પાદનો મળવાનું શરૂ થશે.

અગાઉ, ગૃહમંત્રીએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર મનકાચર BOPની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા અને વ્યાપક સંકલિત બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા કરી હતી. તેમના ટ્વિટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની ભારત સરકાર આપણી સરહદોને સુરક્ષિત રાખવા માટે આપણા સુરક્ષા દળોને આધુનિક ટેકનોલોજી પ્રદાન કરી રહી છે.સરહદી વિસ્તારોમાં સૌથી મોટી સમસ્યા વિકાસનો અભાવ હતો જેના કારણે સ્થળાંતર થયું. મોદી સરકાર સતત વિકાસ પહોંચાડી રહી છે જેના કારણે સ્થળાંતર ઘણું ઓછું થયું છે. તેમણે કહ્યું કે આજે તેઓ મનકાચર બીઓપીના સરહદી વિસ્તારમાં રહેતા લોકોનો ઉત્સાહ અને વિશ્વાસ જોઈને ખૂબ જ ખુશ છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1823998) મુલાકાતી સંખ્યા : 302