સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વાસ્થ્ય ચિંતન શિબિર”નું ઉદ્ઘાટન કર્યું


ત્રણ દિવસીય પરિસંવાદ આપણને આવનારા 25 વર્ષ – ભારતની સ્વતંત્રતાના અમતૃકાળ માટે સામુહિક અને સહકારપૂર્ણ દૂરંદેશી આપશે: ડૉ. માંડવિયા


“ચાલો આરોગ્ય ક્ષેત્રમાં સહકારી સંઘવાદના માધ્યમથી સર્વગ્રાહી અભિગમ સાથે આપણે સૌ આગેકૂચ કરીએ”

Posted On: 05 MAY 2022 7:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય પરિષદ (CCHFW)ના 14ના પરિસંવાદની અધ્યક્ષતા કરી હતી જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)નું સર્વોચ્ચ સલાહકાર સંગઠન છે, તેને સ્વાસ્થ્ય ચિંતન શિબિર નામ આપવામાં આવ્યું છે. ગુજરાતના કેવડિયા ખાતે આજથી આ શિબિરનો આરંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠક, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવાર, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલની ઉપસ્થિતિમાં આ શિબિરના આરંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

19 રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને ઉપ રાજ્યપાલો આ ત્રણ દિવસીય પરિસંવાદમાં ભાગ લઇ રહ્યા છે. ભાગ લેનારા મહાનુભાવોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓના ઉપ રાજ્યપાલ એડમિરલ ડી.કે. જોશી, અરુણાચલ પ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી અલો લિબાંગ, આસામના આરોગ્ય મંત્રી શ્રી કેશબ મહાંતા, બિહારના આરોગ્ય મંત્રી શ્રી મંગલ પાંડે, ગુજરાતના કેબિનેટ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાતના રાજ્યના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિશાબેન સુથાર, ઝારખંડના આરોગ્ય મંત્રી શ્રી બન્ના ગુપ્તા, કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ. સુધાકર, કેરળના આરોગ્ય મંત્રી શ્રીમતી વીણા જ્યોર્જ, મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી ડૉ. પ્રભૂરામ ચૌધરી, આરોગ્ય મંત્રી (ME) શ્રી વિશ્વાસ સારંગ, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી શ્રી રાજેશ ટોપે, મણીપુરના આરોગ્ય મંત્રી ડૉ. સપન રાજન સિંહ, મેઘાલયના આરોગ્ય મંત્રી શ્રી જેમ્સ પી. કે. સંગમા, મિઝોરમના આરોગ્ય મંત્રી ડૉ. આર. લાલથાંગલિઆના, નાગાલેન્ડના આરોગ્ય મંત્રી શ્રી એસ. પાંગ્યુ ફોમ, પંજાબના આરોગ્ય મંત્રી ડૉ. વિજય સિંગલા, સિક્કીમના આરોગ્ય મંત્રી શ્રી મણી કુમાર શર્મા, તમિલનાડુના આરોગ્ય મંત્રી શ્રી થીરુ મા. સુબ્રમણ્યમ, ઉત્તરાખંડના આરોગ્ય મંત્રી ડૉ. ધનસિંહ રાવત, પુડુચેરીના આદરણીય જાહેર કાર્ય મંત્રી શ્રી કે. લક્ષ્મીનારાયણ પણ છે.

આ ત્રણ દિવસીય પરિસંવાદનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ તબીબી અને જાહેર આરોગ્ય ક્ષેત્રોને લગતી નીતિઓ તેમજ કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કરવાનો અને સામાન્ય લોકોના લાભ માટે આ નીતિઓ/કાર્યક્રમોના વધુ સારી રીતે અમલીકરણ માટેની રીતો અને માધ્યમોની ભલામણ કરવાનો છે.

ડૉ. માંડવિયાએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, “એકતાનું પ્રતિક ભારતની સંઘીય માળખાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ખૂબ જ સારી રીતે સંરેખિત લોકશાહીમાં કામ કરે છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, આઝાદી કા અમૃત મહોત્સવ પર ચિંતન કરવા માટે યોજવામાં આવેલી આ સમિટ આપણને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની સામુહિક અને દૂરંદેશી પૂરી પાડશે અને આવનારા 25 વર્ષ એટલે કે ભારતની સ્વતંત્રતાના અમૃતકાળ માટે ભાવિ રૂપરેખા પૂરી પાડશે. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, આ ચિંતન શિબિર સંઘીય લોકશાહીનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ આચરણોને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવા જોઇએ. આ એકબીજા પાસેથી શીખવાનો મંચ છે.

સહકારી સંઘવાદની ભાવના સાથે સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધવાના મહત્વને રેખાંકિત કરતા ડૉ. માંડવિયાએ પ્રેક્ષકોને યાદ અપાવ્યું હતું કે, જ્યારે દુનિયા હજુ પણ કોવિડ સામે લડવા માટે મથામણ કરી રહી છે જ્યારે, ભારતે આદરણીય પ્રધાનમંત્રીના સમર્થ નેતૃત્વ હેઠળ દુનિયાને બતાવી દીધું છે કે, કેવી રીતે મહામારીને સફળતાપૂર્વક અંકુશમાં લઇ શકાય. આ માત્ર કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત તેમજ સર્વગ્રાહી પ્રયાસોનું પરિણામ છે જેના કારણે આપણે કોવિડ 19 જેવી મહામારીને પણ નિયંત્રણમાં લાવી શક્યા છીએ.

ડૉ. માંડવિયાએ માહિતી આપી હતી કે, કેન્દ્ર અને રાજ્યો તેમના સ્વાસ્થ્ય બજેટમાં વધારો કરી રહ્યા છે જેથી દરેક વ્યક્તિને પરવડે તેવી આરોગ્ય સંભાળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, PM-ABHIM દ્વારા ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે રૂ. 64,180 કરોડની ફાળવણી કરી છે જ્યારે છેલ્લા 6-7 વર્ષમાં એકંદરે આરોગ્ય બજેટ રૂ. 37,000 કરોડથી રૂ. 86,000 કરોડ સુધી પહોંચી ગયું છે.

મહામારી દરમિયાન ભારતના કોવિડ યોદ્ધાઓ અને અગ્ર હરોળમાં કામ કરતા કર્મચારીઓની કાર્ય નિષ્ઠાની પ્રશંસા કરતા ડૉ. માંડવિયાએ નોંધ્યું હતું કે, ભારતના કોવિડ સંચાલન મોડલ અને રસીકરણ અભિયાનની અત્યારે આખી દુનિયામાં પ્રશંસા થઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે,તમામ પુખ્ત વયના 95% લોકોને રસીનો 1લો ડોઝ આપી દેવાયો છે તે ઘણી પ્રશંસનીય વાત કહી શકાય.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવા માટે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્થળ પસંદ કરવામાં આવ્યું તે અંગે ખૂબ જ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવા માટે આનાથી વધુ સારી જગ્યા બીજી કોઇ હોઇ શકે નહીં.” તેમણે કહ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રીએ સબકા સાથ, સબકા પ્રયાસનો જે વિચાર આપ્યો છે તેણે કોવિડ-19 મહામારી સામે સામુંહિક રીતે લડવાના ભારતના સંકલ્પને વધારે મજબૂત બનાવ્યો છે.

ડૉ. ભારતી પ્રવીણ પવારે નોંધ્યું હતું કે, આ ત્રણ દિવસીય ચિંતન શિબિર આવનાર સમયમાં આરોગ્યના પડકારો અંગે કેન્દ્રિત ચર્ચા કરવા માટે અને તેમાંથી બહાર આવવા માટે અપનાવવા લાયક શ્રેષ્ઠ આચરણો અંગે ચર્ચા કરવા માટે અનુકૂળ મંચ બનશે. તેમણે પાયાના સ્તરે લોકો અને સમુદાયને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પૂરી પાડવા માટે આવિષ્કાર અને નીતિઓની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આપણે આપત્તિઓને કેવી રીતે અવસરમાં રૂપાંતરિત કરવી અને આરોગ્ય ક્ષેત્રમાં કેવી રીતે આત્મનિર્ભરબનવું તે અંગે કામ કરવું પડશે.

ઉપસ્થિતોને સંબોધન આપતા ડૉ. વી.કે. પૌલે ટાંક્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે કારણ કે, આ મંથન દેશમાં સૌના લાભ માટે આરોગ્ય ઇકોસિસ્ટમ પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવા અને ફરી તેને સુવ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થશે. તેમણે નોંધ્યું હતું કે, આ સમિટ એકબીજા પાસેથી શીખવા માટે અને સૌના માટે સુલભ તેમજ સસ્તી આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવા માટે એક સંપૂર્ણ મંચ પૂરો પાડે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “કોવિડ મહામારીએ આપણને સાથે મળીને કામ કરવાનું શીખવાડ્યું છે અને ભવિષ્યની આરોગ્ય પ્રણાલીઓ કોવિડમાંથી મળેલા આપણા બોધપાઠ પર આધારિત હોવી જોઇએ. ભારત આધારિત વૈશ્વિક આરોગ્ય પ્રણાલી એ અમારો ઉદ્દેશ્ય હોવો જોઇએ જ્યાં સેવા વિતરણ, માહિતી પ્રણાલી, દેખરેખ અને જનભાગીદારી એક મહત્વપૂર્ણ ભાગ બનશે.તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને પુનર્જીવિત કરવા માટે ભારતે આગળ કેવી રીતે લક્ષ્ય રાખવું જોઈએ તેની ઝાંખી પણ આપી.

ચિંતન શિબિરના અવસરે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વર્ષ 2020-21 માટે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (NFHS-5) અને ગ્રામીણ આરોગ્ય આંકડા પ્રકાશનના પાંચમા રાઉન્ડનો રાષ્ટ્રીય અહેવાલ બહાર પાડ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું NQAS (નેટ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ) પોર્ટલ અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, ICMRના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવ, નવી દિલ્હી સ્થિત AIIMSના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયા તેમજ આરોગ્ય મંત્રાલય અને રાજ્યોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.



(Release ID: 1823084) Visitor Counter : 212


Read this release in: English , Urdu , Hindi