રસાયણ અને ખાતર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગની બેઠક યોજાઇ


પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગની ઉપનીપજોનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ અને કૃષિ રસાયણ ઉદ્યોગોના મહત્વપૂર્ણ મધ્યસ્થીઓનું ઉત્પાદન કરવામાં થઇ શકે તેની શક્યતાઓ શોધવા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરી

Posted On: 04 MAY 2022 5:24PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતા તેમજ રસાયણ અને ખાતર તેમજ નવી અને અક્ષય ઊર્જા રાજ્યમંત્રી શ્રી ભગવંત ખુબાની ઉપસ્થિતિમાં સચિવ (રસાયણ અને પેટ્રોકેમિકલ્સ), સચિવ (પેટ્રોલિયમ અને કુદરતી ગેસ), સચિવ (રસાયણ અને ટેકનોલોજી વિભાગ), PSU અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LUWV.jpg

આ બેઠક પેટ્રોલિયમ ઉદ્યોગની એવી ઉપનીપજોમાં મૂલ્યવર્ધન કરવાની પદ્ધતિઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશથી યોજવામાં આવી હતી જે ડાઉનસ્ટ્રીમ વિશેષ રસાયણ માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લઇ શકાય.

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે આવા કાચામાલ/મધ્યસ્થી સામગ્રીઓની આયાતની અવેજ પર ધ્યાન આપવાની જરૂર છે અને હાલની PCPIR ઇકોસિસ્ટમને મજબૂત કરવાની, ક્રેકર પ્લાન્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન આપવાની તેમજ વિશેષ રસાયણ ક્ષેત્રને વેગ આપવા માટે આ ક્ષેત્રની ઔદ્યોગિક મજબૂતીનો લાભ ઉઠાવવાની જરૂર છે જેથી આદારણીય પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને સાર્થક કરી શકાય.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00315VN.jpg

ડૉ. માંડવિયાએ આવી કાચી/પ્રારંભિક સામગ્રી/મધ્યસ્થ સામગ્રીને કે જે ઉચ્ચ મૂલ્યોથી આયાત કરવામાં આવે છે અને દેશમાં પેટ્રોલિયમ ઉદ્યોગો/રિફાઇનરીઓની ઉપનીપજોના મૂલ્યવર્ધન દ્વારા આ રસાયણોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, તેને ઓળખવા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે અન્ય સંબંધિત હિતધારકો સાથે તાલમેલ બનાવીને રાસાયણિક અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

આ ટાસ્ક ફોર્સ એવી મહત્વપૂર્ણ મધ્યસ્થી સામગ્રીઓ અને કાચા માલને ઓળખવા માટે જવાબદાર રહેશે જે ફાર્માસ્યુટિકલ અને કૃષિ રસાયણ ઉદ્યોગો સહિત વિશેષ રસાયણોમાં બહુવિધ મૂલ્ય શ્રૃંખલામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય.

ટાસ્ક ફોર્સ સંયુક્ત રીતે સંશોધન અને વિકાસ દ્વારા ઉકેલો ઓળખીને અને સરકારને સૂચનો આપીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આ સંયુક્ત ટાસ્ક ફોર્સની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે.

સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા ટેકનોલોજીના વિકાસની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે તેઓ આવી ટેકનોલોજીને ઉદ્યોગમાં સ્થાનાંતરિત કરવામાં પણ મદદ કરશે.

ડૉ. માંડવિયાએ એવા નિર્દેશો આપ્યા હતા કે, રસાયણ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે ભારતને વૈશ્વિક ચેમ્પિયન બનાવવા માટે આ ટાસ્ક ફોર્સ તબક્કાવાર રીતે મહત્વપૂર્ણ રસાયણોને પ્રાધાન્યતા આપશે.

SD/GP/JD


(Release ID: 1822754) Visitor Counter : 216


Read this release in: English , Urdu , Hindi