આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
સુરતમાં 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન' કોન્ફરન્સ શરૂ, દેશભરમાંથી 100 સ્માર્ટ સિટીઝ જોડાયાં
ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધા 2020ના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું; સુરત અને ઈન્દોરને શ્રેષ્ઠ શહેર તરીકે એવોર્ડ મળ્યો; ઉત્તર પ્રદેશને શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ સ્માર્ટ સિટીઝ મિશનને જન આંદોલનમાં ફેરવવા હાકલ કરી; સ્માર્ટ સિટીઝ મિશનમાં ₹90 હજાર કરોડથી વધુના મૂલ્યના લગભગ 100 ટકા સરકાર દ્વારા ભંડોળ કરાયેલા પ્રોજેક્ટ્સમાં કામ શરૂ થઈ ગયું છે
અર્બન આઉટકમ્સ ફ્રેમવર્ક 2022, મંત્રાલયના સંકલિત ડેટા પોર્ટલ- AMPLIFI અને સ્માર્ટ સિટીઝ મિશન માટે આઉટપુટ આઉટકમ ડેશબોર્ડ સહિત અનેક પહેલનો શુભારંભ
Posted On:
18 APR 2022 4:25PM by PIB Ahmedabad
3 દિવસીય "સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન" કોન્ફરન્સનો આજે સુરતમાં ભવ્ય પ્રારંભ થયો હતો. સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્સવ (એકેએએમ)નાં બુલંદ આહ્વાન હેઠળ, આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), સુરત સ્માર્ટ સિટી કોર્પોરેશન ડેવલપમેન્ટ લિ. સાથે કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી મુખ્ય અતિથિ હતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયો સંદેશ દ્વારા સભાને સંબોધી હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોર, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી શ્રી વિનોદ મોરાડિયા, આંધ્ર પ્રદેશના શિક્ષણ મંત્રી ડૉ. ઓડીમુલાપુ સુરેશ, સાંસદ શ્રી સી.આર. પાટીલ, અને સુરતનાં મેયર શ્રીમતી હેમાલી કલ્પેશકુમાર બોઘાવાલાએ ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો
કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી તમામ મહત્વના શહેરી હિતધારકો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં અન્યોની સાથે, સચિવ, MoHUA શ્રી મનોજ જોષી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, શહેરોના મ્યુનિસિપલ કમિશનરો, 100 સ્માર્ટ સિટીના MD/CEO, રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓ/મિશન ડિરેક્ટોરેટ, વ્યાવસાયિકો, ઉદ્યોગના પ્રતિનિધિઓ, મીડિયા અને એકેડેમીયાના સભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 100 સ્માર્ટ સિટીઝમાં અમલમાં મૂકાઇ રહેલી કેટલીક મહત્વપૂર્ણ પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન દરમિયાન એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC) 2020 ના એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારોની જાહેરાત અગાઉ 2021 માં વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. જો કે, તે સમયે પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિને કારણે એવોર્ડ વિતરણ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. સુરત અને ઈન્દોરને બેસ્ટ સિટીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશને બેસ્ટ સ્ટેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પુરસ્કાર મેળવનારાઓની યાદી પરિશિષ્ટ I, II માં જોડાયેલ છે
