સહકાર મંત્રાલય
સહકાર સે સમૃદ્ધિ
Posted On:
02 FEB 2022 5:09PM by PIB Ahmedabad
સરકારનો હેતુ "સહકાર સે સમૃદ્ધિ"ના મંત્ર દ્વારા દેશમાં સર્વાંગી સમૃદ્ધિ હાંસલ કરવાનો છે. પારદર્શિતા, આધુનિકીકરણ અને સ્પર્ધાત્મકતાનું સર્જન કરીને સહકારી સંસ્થાઓને મજબૂત કરવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. આ હાંસલ કરવા માટે, સરકાર નવી રાષ્ટ્રીય સહકાર નીતિ ઘડી રહી છે, જેના માટે તેણે કેન્દ્ર સરકારોના વિવિધ મંત્રાલયો/વિભાગો, રાજ્ય સરકારો, સહકારી ફેડરેશન, નાબાર્ડ અને દેશની અન્ય મોટી સહકારી સંસ્થાઓ સહિત વિવિધ હિતધારકો સાથે પરામર્શ શરૂ કર્યો છે. પહેલેથી જ, 10 મંત્રાલયો અને 6 રાજ્ય સરકારો સહિત લગભગ 35 હિતધારકો પાસેથી પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.
સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી હતી.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1794778)
Visitor Counter : 365