જળશક્તિ મંત્રાલય
ગુજરાતના ભાવનગરમાં ટૂંક સમયમાં ‘હર ઘર જળ’ સુનિશ્ચિત થશે
Posted On:
04 JAN 2022 12:41PM by PIB Ahmedabad
ગુજરાતની સાફલ્ય ગાથા
આણંદ, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર અને વડોદરામાં ગ્રામીણ વિસ્તારોમાં 100% તમામ ઘરોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો તેમજ 17 જિલ્લા એટલે કે, મોરબી, જામનગર, પાટણ, ભરૂચ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમદાવાદ, નવસારી, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર અને ખેડામાં 90% કરતાં વધારે પરિવારોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો સુનિશ્ચિત કર્યા પછી ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવાની દિશામાં ઘણુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રાજ્ય લગભગ 90% ગ્રામીણ પરિવારો પાઇપ દ્વારા પીવાલાયક પાણીના પૂરવઠાની પહોંચ ધરાવે છે. રાજ્ય ઓક્ટોબર 2022 સુધીમાં 100% પરિવારો સુધી નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવે છે.
ભાવનગર જિલ્લાના ગામડાંઓને બે પ્રકારે સ્રોત ઉપલબ્ધ થાય તેવું આયોજન થઇ રહ્યું છે. સારા ચોમાસાના કારણે, આ વર્ષે ખુલ્લા કુવાઓમાં 8-18 ફુટ સુધી પાણીની સપાટીમાં વધારો થયો હોવાથી તેનો ઉપયોગ પીવાલાયક પાણીના પૂરવઠા માટે કરવામાં આવી રહ્યો છે. સુકા મહિનાઓ દરમિયાન, ગામડાઓ મહી પરેજ પ્રાદેશિક પાણી પૂરવઠા યોજનનાની મદદથી પાણી મેળવે છે (આ યોજનાને જ્યારે જરૂર પડે ત્યારે મહી નદી તેમજ નર્મદાનું પાણી મળે છે). GWSSB દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. આ જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા હોયત વા ગ્રામીણ પરિવારોની સંખ્યા પણ ઘણી વધારે છે.
ગ્રામ્ય સ્તરે, જળ અને સફાઇ વ્યવસ્થાપન સંગઠન (WASMO) એ JJMના અમલીકરણનો અગ્રણી ટેકનિકલ હિસ્સો છે. ગુજરાતમાં ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં સ્થિત કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ (CSPC) કે જેઓ ગુજરાતમાં ગ્રામીણ સમુદાયને પીવાના પાણીનો પૂરવઠો પહોંચાડવાનો અને વરસાદી પાણીના સંગ્રહનો તેમજ જળ વ્યવસ્થાપનનો ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે, તેઓ પ્રોગ્રામ IEC પ્રવૃત્તિઓ, સમુદાયોની ગતિશીલતા અને પાણી સમિતિઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને તાલીમ આપવા સંબંધિત કાર્યક્રમોમાં અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યા છે.
ભાવનગરમાં ઑગસ્ટ 2019માં JJMનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે, ઑગસ્ટ, લગભગ 85% ગ્રામીણ પરિવારો નળ દ્વારા પાણીના પૂરવઠાની જોગવાઇ ધરાવતા હતા. નળ દ્વારા પાણીના પૂરવઠા વગરના ગામડાઓમાં પણ, સમુદાયો સહભાગી આયોજનના અભિગમથી પરિચિત હતા. ગામડામાં પાણી પૂરવઠાના કામોના ખર્ચમાંથી 10% યોગદાન અને માસિક O&M ચાર્જની ચૂકવણી અથવા યોજનાને આગળ ધપાવવાની પ્રેરણાના અભાવને કારણે આ ગામડાઓએ પાઇપ દ્વારા ઘરે ઘરે પીવાના પાણીના પૂરવઠાની અગાઉ આવેલી તકો ગુમાવી દીધી હતી. આ ગામડાઓ હવે તેમની JJM ઇન-વિલેજ યોજનાઓનો લાભ મેળવવા માટે સ્પષ્ટપણે આતુર છે અને તેમની કાર્યક્રમ અમલીકરણ સહાય એજન્સી તેમજ સરકાર સાથે મળીને તેઓ સક્રિયપણે કામ કરી રહ્યા છે.
CSPC એ તેમની સામુદાયિક ગતિશીલતા, જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમની મદદથી મુખ્ય ભૂમિકા ભજવી છે. કોવિડ-19 મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના પ્રારંભિક તબક્કા દરમિયાન, CSPC એ કાર્યક્રમના ઘટકો, પાણી સમિતિઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ, પાઇપ દ્વારા પીવાલાયક પાણીના પૂરવઠાના કારણે આરોગ્ય મામલે થતા લાભો વગેરે વિશે વોટ્સએપ ગ્રૂપ, એનિમેશન ફિલ્મો જેવા ડિજિટલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવી હતી. CSPC દ્વારા સમુદાયના યોગદાનમાં સક્રિયતા લાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતો દ્વારા આ કાર્યક્રમની માલિકી સ્વીકારવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. CSPCના ફિલ્ડ મેનેજરો અને તાલીમ આપનારાઓના જણાવ્યા અનુસાર, FHTC વગરના ગામડાઓએ પણ વિવિધ કાર્યક્રમો દરમિયાન તેમની પાણી સમિતિઓ તૈયાર કરી છે. CSPC એ કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતિ લાવીને તેમજ તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણ કરીને JMM કાર્યક્રમ હેઠળ ઇન-વિલેજ પાણી પૂરવઠા પ્રણાલીઓના અમલીકરણ માટે આવી પાણી સમિતિઓને સક્રિય કરી હતી. કેટલાક ગામડાઓમાં, જ્યારે પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી ત્યારે CSPCએ ગ્રામ પંચાયતોને પાણી સમિતિની રચના કરવામાં મદદ કરી હતી.
CPSCએ ભાવનગરમાં, પાણી સમિતિઓને સામુદાયિક ગતિશીલતા; ગામડાઓની પાણી પૂરવઠા વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારીની જરૂરિયાત; સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) અભિગમ દ્વારા વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવો; સામુદાયિક યોગદાનમાં વૃદ્ધિ કરવી; પાણીના વપરાશના ચાર્જ નક્કી કરવા; વોટરવર્કસ બાંધકામ વ્યવસ્થાપન અને O&M વગેરે મામલે તાલીમ આપી છે. CSPC દ્વારા ટેકનિકલ સર્વે, ટેન્ડરિંગની પ્રક્રિયા, ખર્ચનું વિશ્લેષણ અને રાષ્ટ્રીયકૃત બેંકમાં પાણી સમિતિનું બેંક ખાતું ખોલાવવા સહિત ઇન-વિલેજ પાણી પૂરવઠા યોજનાના તમામ પ્રકારના કાગળિયા સંબંધિત પ્રક્રિયાઓમાં પાણી સમિતિઓને પૂરો સહકાર પણ આપ્યો છે.
પાણીની ગુણવત્તાના પરીક્ષણ, ફિલ્ડ પરીક્ષણ કિટ્સનો ઉપયોગ કરીને દેખરેખ અને સર્વેલન્સ જેવી કામગીરીઓ માટે પાણી સમિતિને તાલીમ પણ હાથ ધરવામાં આવી છે. વર્તમાન સમયમાં, WASMO (વાસ્મો) દ્વારા પાણીની ગુણવત્તાની લેબોરેટરીઓના માધ્યમથી ચોમાસા પહેલાં અને પછી પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કેટલાક ગામડાઓમાં કે જ્યાં પાણી સમિતિ દ્વારા હવે આવી યોજનાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું હોય ત્યાં, પરિવારોને દર મહિને લઘુતમ ચાર્જ ચુકવવો પડે છે. કેટલીક પાણી સમિતિઓ માસિક ધોરણે ચાર્જ ઉઘરાવે છે જ્યારે કેટલીક સમિતિઓએ પાણીના ચાર્જના એકત્રીકરણ માટે અર્ધ-વાર્ષિક અથવા દિવાળી કે હોળીના તહેવાર દરમિયાન ચાર્જના એકત્રીકરણની વ્યવસ્થા ગોઠવી છે.
ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપ દ્વારા પીવાલાયક પાણીનો પૂરવઠો પહોંચાડવાની ઝડપી ગતિએ આગળ વધી રહેલી કામગીરીમાં કેટલાક પરિબળોએ ઉત્પ્રેરકની ભૂમિકા નિભાવી છે, જેમકે:
ગામડાંની મહિલાઓ સાથે પ્રત્યક્ષ કમ્યુનિકેશન
SCPC અને WASMOના અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કામ કરી રહેલું એક પરિબળ એ છે કે, પીવાના પાણીના પૂરવઠાની યોજનાઓ વિશે ગામડાંની મહિલાઓ સાથે પ્રત્યક્ષરૂપે કમ્યુનિકેશન કરવામાં આવે છે કારણ કે મોટાભાગે મહિલાઓ જ પોતાના ઘર માટે પાણી એકત્ર કરવા માટે જવાબદાર હોય છે. મહિલાઓ પાઇપના માધ્યમથી પીવાલાયક પાણીના પૂરવઠાના કારણે આરોગ્ય પર જોવા મળતી અસર પર વધારે જવાબદાર હોય છે અને તેઓ તેમાં સુધારો લાવવા માટે ખૂબ જ મક્કમતાપૂર્વક સ્થાન લે છે.
જિલ્લા પ્રશાસન અને સ્થાનિક મીડિયા
ગુજરાતમાં જિલ્લા જળ અને સફાઇ પ્રશાસન તેમજ સ્થાનિક મીડિયા સાથે મળીને કામ કરવાના અભિગમે ગામવાસીઓ અને ગ્રામ પંચાયતોને સક્રિય કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા મંજૂર કરવામાં આવેલી ઇન-વિલેજ યોજનાઓની વિગતો સ્થાનિક સમાચારપત્રો અને અન્ય મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આના કારણે ગામવાસીઓ અને પંચાયતોને આ કાર્યક્રમના મૂળ ઉદ્દેશ તરફ આગળ વધારવામાં ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. મીડિયામાં ઉલ્લેખ થવાથી સરપંચોને ઇન-વિલેજ યોજનાઓમાં નેતૃત્વ સંભાળવાનું પ્રોત્સાહન મળે છે
પાણી સમિતિઓના કામની પ્રશંસા
ઇન-વિલેજ પાણી પૂરવઠા અને વ્યવસ્થાપન મામલે પાણી સમિતિઓને વિવિધ પરિબળોની તાલીમ પૂરી પાડવાની સાથે સાથે, ગુજરાત સરકાર તેમના કાર્યો અને તેમના પ્રયાસોની વાર્ષિક પુરસ્કારો અને સ્વીકૃતિઓ દ્વારા પ્રશંસા કરે છે. વિશ્વ જળ દિવસ નિમિત્તે, જે પાણી સમિતિ તેમના ગામની ઇન-વિલેજ પાણી પૂરવઠા યોજનામાં O&Mમાં સારો ટ્રેક રેકોર્ડ ધરાવતી હોય તેમને ત્રણ વર્ષના લોક-ઇન સમયગાળા સાથે ફિક્સ ડિપોઝિટ તરીકે તેની ગામની અંદરની યોજના પાછળ થયેલા કુલ ખર્ચના 10% જેટલી રકમનો પુરસ્કાર મળે છે. પાણી સમિતિઓમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર અન્ય પુરસ્કાર એનાયત કરીને પણ તમામ મહિલા પાણી સમિતિઓના કાર્યને બિરદાવે છે. પાણી ક્ષેત્રે મહિલાઓના આપવામાં આવતા પ્રોત્સાહનોથી ગુજરાતમાં પાણી વિતરણ વ્યવસ્થાપનમાં સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે અને તેનાથી ઘણાં સારાં પરિણામો પ્રાપ્ત થયા છે.
FHTC સંતૃપ્ત ગામડાઓમાં વધુ તાલીમ
WASMOએ ભવિષ્યવાદી અભિગમ અપનાવીને, ઇન-વિલેજ યોજનાઓની O&M માહિતી એકત્રિત કરવા માટે અને તેનું વિશ્લેષણ કરવા માટે ગામડાઓની પાણી સમિતિ/ગ્રામ પંચાયતની ક્ષમતાનું નિર્માણ; પાણીની ગુણવત્તાના પરીક્ષણ અને MISમાં ડેટા અપલોડ કરવા સંબંધિત MIS ડેટા ચકાસણી; પંપ ઓપરેટરો, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયનોને તાલીમ; ગુજરાત ઘરેલું જળ (સંરક્ષણ) અધિનિયમના સંદર્ભમાં પાણીના ઓડિટની જોગવાઇઓમાં ઘટાડો કરવો; ગ્રે વોટરનું ગ્રામ્ય વ્યવસ્થાપન; 15મા નાણાપંચના અનુદાન હેઠળ પીવાલાયર પાણી અને સ્વચ્છતાની જોગવાઇઓ; ગામડાઓમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાનું ક્લોરીનેશન; અને દૈનિક પાણી પુરવઠાના લાભો માટે એક વ્યૂહરચના તૈયાર કરી છે. તાલીમ કાર્યક્રમ અંતર્ગત, CSPC દ્વારા તાલીમને લગતા સંદેશાઓનો વધુ મજબૂતી સાથે પ્રસાર કરવા માટે શેરી નાટકોનું આયોજન કરવામાં આવે છે. આમાં CSPC એ ભાવનગરના 100 ગામડાઓમાં પાણી સમિતિઓને વધુ જવાબદાર અને પ્રતિભાવશીલ બનાવવા માટે આ પ્રકારના હસ્તક્ષેપોની સુવિધા પ્રદાન કરવાના ઉદ્દેશથી WASMO સાથે ભાગીદારી કરી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1787380)
Visitor Counter : 481