સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 139.70 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 70 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.40%, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 7,495 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (78,291)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.59%) 39 દિવસથી 1% કરતા ઓછો

Posted On: 23 DEC 2021 9:54AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 70,17,671 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 139.70 કરોડ (1,39,69,76,774)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,47,94,783 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

96,63,508

બીજો ડોઝ

96,63,508

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,84,490

બીજો ડોઝ

1,68,03,025

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

49,01,96,714

બીજો ડોઝ

30,48,04,894

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,23,57,199

બીજો ડોઝ

14,30,83,204

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,01,61,788

બીજો ડોઝ

9,11,35,308

કુલ

1,39,69,76,774

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,42,08,926 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 6,960 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.40% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00193NE.jpg

56 દિવસથી સતત 15,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 7,495 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WAJN.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 78,291 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.23% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NFGE.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,05,775 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 66.86 કરોડથી વધારે (66,86,43,929) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.59% છે જે છેલ્લા 39 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.62% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 80 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 115 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PXEQ.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1784509) Visitor Counter : 160