ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા દળના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના પરિવારજનો અને સેવારત બીએસએફકર્મીઓને બહાદૂરી માટે પોલીસ મેડલ અને ઉત્કૃષ્ટ સેવા માટે સેવારત અને સેવાનિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સીમાઓના પ્રહરીઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યા છે

મોદી સરકારે બીએસએફની સ્થાપના બાદ પહેલી વાર બીએસએફનો સ્થાપના દિવસ દેશના સરહદી જિલ્લામાં મનાવવાનો નિર્ણય લીધો છે, આ પરંપરાને આપણે આગળ ચાલુ રાખવી જોઇએ

આ સ્થાપના દિવસ આપણી આઝાદીનાં અમૃત મહોત્સવનાં વર્ષનો સ્થાપના દિવસ છે, માનનીય પ્રધાનમંત્રીજીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે

આઝાદીનાં શત્બાદી વર્ષ સુધી 75થી 100 વર્ષ સુધીનો વચ્ચેનો સમયગાળો અમૃત કાળ છે અને આ અમૃત કાળમાં આપણે એ નક્કી કરવાનું છે કે જ્યારે આઝાદીનાં સો વર્ષો થશે ત્યારે દરેક ક્ષેત્રમાં આપણે ક્યાં ઊભા હોઇશું

દેશભરમાં સીમા સુરક્ષા દળ, પોલીસ દળ અને સીએપીએફના 35 હજારથી વધુ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને બીએસએફ એમાં સૌથી આગળ છે કારણ કે સૌથી મુશ્કેલ સરહદોની સુરક્ષાની જવાબદારી બીએસએફને આપવામાં આવી છે

1965ના યુદ્ધ બાદ બીએસએફની સ્થાપનાનો નિર્ણય લેવાયો અને આજે એ દુનિયાનું સૌથી મોટું સીમાઓની સુરક્ષા કરનારું દળ છે, કોઇ પણ પ્રકારની ભૌગોલિક સ્થિતિમાં સીમા સુરક્ષા દળે દરેક પરિસ્થિતિમાં પરાક્રમ અને ઉત્કૃષ્ટ સેવાનો પરિચય આપ્યો છે

સેના અને સીમા સુરક્ષા દળે એકસાથે 1971માં લોંગેવાલામાં અદભુત સાહસ બતાવીને સમગ્ર ટેંક બટાલિયનને ખદેડી મૂકી હતી

ભલેને દુશ્મનની સંખ્યા વધુ હોય, એમની પાસે આધુનિક હથિયારો હોય, છતાં પણ વિજયશ્રી એને જ વરે છે જે સાહસ અને વીરતાની સાથે દેશભક્તિના જુસ્સાથી પ્રેરિત થઈને દુશ્મનનો મુકાબલો કરે છે

માનવ જાતિના ઈતિહાસમાં વીરતાને સન્માનિત કરવા માટે કોઇ પદક બન્યું જ નથી, આપની વીરતા પોતે જ સમગ્ર દેશ માટે એક પદક છે

અટલજીના સમયમાં દેશની સીમાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, એક દેશ, એક દળ એટલે એક દેશની સરહદે એક જ દળ હશે, એ સમયે બીએસએફ માટે સૌથી મુશ્કેલ સરહદોની પસંદગી કરવામાં આવી

4165 કિલોમીટર લાંબી બાંગ્લાદેશ સીમા અને 3323 કિલોમીટર લાંબી પાકિસ્તાન સીમાની સુરક્ષા સૌથી અઘરી છે પણ 193 બટાલિયન અને 2 લાખ 65 હજાર જવાનો કરતા પણ વધુનાં આ દળે આ સરહદોની સુરક્ષા બહુ સારી રીતે કરી છે

આયુષ્માન યોજના હેઠળ દેશના તમામ સીએપીએફ જવાનો અને એમના પરિવારોને એક કાર્ડના માધ્યમથી સંપૂર્ણ સ્વાસ્થ્ય કવર આપવામાં આવ્યું છે, આજે તમામ પરિજનો માટે એક કાર્ડ આપવાનું કામ શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે જેનાથી કાર્ડ સ્વાઇપ કરતાં જ તમે 21 હજારથી વધુ હૉસ્પિટલોમાં તમારા પોતાની અને પોતાના પરિવારજનોની મોટામાં મોટી સારવાર બહુ સારી રીતે કરાવી શકો છો

કેન્દ્રીય અનુદાન રકમ જે 35 લાખ રૂપિયા અને 15 લાખ રૂપિયાની છે એ પણ હવે એક મહિનામાં શહીદના પરિવાર સુધી પહોંચાડી દેવામાં આવે છે

કોરોનાકાળમાં આપણા તમામ સીએપીએફ અને દેશભરના પોલીસ દળોએ પોતાનો એક માનવીય ચહેરો સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યો છે

આપણા અગણિત સાથી કોરોનામાં લોકોની સેવા કરતા કરતા જાતે કોરોનાગ્રસ્ત થઈને એમનું મૃત્યુ પણ થયું, શાંતિકાળ હોય કે યુદ્ધકાળ હોય, સીમા હોય કે સીમાની અંદર હોય, સીમા સુરક્ષા બળ દેશની જનતાની સુરક્ષા માટે હંમેશા તત્પર છે

Posted On: 05 DEC 2021 5:45PM by PIB Ahmedabad

સીમા સુરક્ષા દળ અને આપણા તમામ સીએપીએફના જવાનોએ ભેગા મળીને બે વર્ષની અંદર લગભગ અઢી કરોડ વૃક્ષોને ન માત્ર વાવવાનું કાર્ય કર્યું છે પણ તેને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરતા સો એ સો ટકા વૃક્ષો મોટાં થાય એ માટે પણ કામ કર્યું છે

મોદીજીનાં નેતૃત્વમાં 2014થી દેશની સરહદોની સુરક્ષાને એક અલગ પ્રકારની ગંભીરતાથી સરકારે લીધી છે અને જ્યાં પણ સીમા પર અતિક્રમણ કરવાનો પ્રયાસ થયો છે, જ્યાં જ્યાં પણ સીમા સુરક્ષા બળ કે કોઇ સીએપીએફના જવાન પર હુમલાનો પ્રયાસ થયો છે, અમે તરત જ જવાબી કાર્યવાહી કરી છે

જ્યારે ઉરી અને પુલવામામાં હુમલો થયો, એ જ સમયે ભારત સરકારે મોદીજીનાં નેતૃત્વમાં એક મજબૂત નિર્ણય લેતા એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને એનો જે જવાબ આપ્યો એની સમગ્ર દુનિયા પ્રશંસા કરે છે

કોઇ પણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે છે અને પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી શકે છે જ્યારે તે સુરક્ષિત હોય અને આપ દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરનારા જવાન છો અને સમગ્ર દેશ આપ પર ગર્વ કરે છે

ભારત સરકાર માટે મોદીજીના નેતૃત્વમાં સીમા સુરક્ષાનો અર્થ જ રાષ્ટ્રીય સુરક્ષા છે

વિશ્વમાં ઉપલબ્ધ સર્વોચ્ચ ટેકનોલોજી આપની અને સીમાની સુરક્ષા માટે સીમા સુરક્ષા બળને ઉપલબ્ધ કરાવાશે અને એ સરકારની પ્રતિબદ્ધતા છે

ડ્રોનના ખતરાને પહોંચી વળવા અને ડ્રોન વિરોધી પ્રણાલિઓ બનાવવા માટે સીમા સુરક્ષા બળ, એનએસજી અને ડીઆરડીઓ ત્રણેય મળીને પ્રયાસ કરી રહ્યા છે, ટૂંક સમયમાં આપણે સ્વદેશી ડ્ર્રોનને કન્ટ્રોલ કરનારી પ્રતિરોધ પ્રણાલિ બનાવવામાં સફળ થઈશું

સીમા સુરક્ષા માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગ નિર્માણનું બજેટ 2008થી 2014માં લગભગ 23000 કરોડ રૂપિયા હતું, 2014થી 2020 સુધી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદ એને વધારીને 44600 કરોડ રૂપિયા કરાયું છે, એ જ દર્શાવે છે કે સીમા સુરક્ષા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર કટિબદ્ધ છે

આપણી સરહદો જેટલી સલામત હશે, સીમાવર્તી વિસ્તારો પણ એટલાં જ સુરક્ષિત હશે, સીમાવર્તી ક્ષેત્રનાં ભાઇઓ-બહેનો માટે, ત્યાંના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ નરેન્દ્ર મોદી સરકારે બનાવી છે

મારો બીએસએફના તમામ જવાનોને આગ્રહ છે કે આપ સીમાની સુરક્ષાની સાથે સાથે જ્યારે પણ સમય મળે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓનો લાભ સીમા પર વસતા લોકોને મળી રહ્યો છે કે કેમ એનું પણ ધ્યાન રાખે

સીમાવર્તી વિસ્તારોમાં રહેતા નાગરિકો સાથે સંબંધ અને સંવાદ સ્થાપિત કરીને આપણે દેશની સીમાઓની સુરક્ષાનું એક મજબૂત ચક્ર બનાવી શકીએ છીએ

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા બળના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના પરિવારજનો અને સેવારત બીએસએફ કર્મીઓને બહાદુરી માટે પોલીસ મેડલ અને ઉત્કૃષ્ટ સેવા માટે સેવારત અને સેવાનિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ સેખાવત અને સીમા સુરક્ષા બળના મહાનિદેશક પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001E32E.jpg

આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકારે 1965માં બીએસએફની સ્થાપના બાદ પહેલી વાર બીએસએફના સ્થાપના દિવસને દેશના સરહદી જિલ્લામાં મનાવવાનો નિર્ણય લીધો છે અને આ પરંપરાને આપણે આગળ પણ ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું કે આ સ્થાપના દિવસ આપણી આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષનો સ્થાપના દિવસ છે. આઝાદી મળ્યાને 75 વર્ષો વીતી ગયા છે અને માનનીય પ્રધાનમંત્રીજીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. આઝાદીનાં શતાબ્દી વર્ષ સુધી 75 વર્ષથી 100 વર્ષ વચ્ચેનો જે સમયગાળો છે એ અમૃત કાળ છે અને આ અમૃત કાળમાં એ નક્કી કરવાનું છે કે જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે ત્યારે દરેક ક્ષેત્રમાં આપણે ક્યાં ઊભા હોઇશું.

શ્રી અમિત શાહે કહ્યું કે દેશભરમાં સીમા સુરક્ષા બળ, પોલીસ બળ અને સીએપીએફના 35 હજારથી વધુ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને બીએસએફ એમાં સૌથી આગળ છે કારણ કે સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી છે. હું એ તમામ શહીદ દિવંગત વીર જવાનોને સમગ્ર દેશ અને દેશના પ્રધાનમંત્રીજી તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પવા માગું છું. સીમા સુરક્ષા દળનો બહુ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. 1965ના યુદ્ધ બાદ એની સ્થાપનાનો નિર્ણય લેવાયો હતો અને આજે એ દુનિયાનું સૌથી મોટું સીમાઓની રક્ષા કરનારું દળ છે. પર્વતો, રણ, જંગલ અને કોઇ પણ પ્રકારની ભૌગોલિક સ્થિતિ હોય, સીમા સુરક્ષા બળે દરેક પરિસ્થિતિમાં પરાક્રમ અને ઉત્કૃષ્ટ સેવાનાં દર્શન કરાવ્યા6 છે. સેના અને સીમા સુરક્ષા દળે એકસાથે 1971માં લોંગેવાલામાં અદમ્ય સાહસ દર્શાવીને સમગ્ર ટેંક બટાલિયનને ખદેડી મૂકી હતી. ભલેને દુશ્મન સંખ્યામાં વધારે હોય, એની પાસે આધુનિક હથિયાર હોય, છતાં પણ વિજયશ્રી એને જ જઈ વરે છે જે સાહસ અને વીરતાની સાથે દેશભક્તિના જુસ્સાથી પ્રેરિત થઈને દુશ્મનનો સામનો કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002I4H0.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળને મળેલાં અગણિત વીરતા પદક અને પોલીસ મેડલ આપના સીમા સુરક્ષામાં અજોડ દળ હોવાના સાક્ષી છે. માનવ જાતિના ઇતિહાસમાં વીરતાને સન્માનિત કરવા માટે કોઇ પદક બન્યું જ નથી, આપની વીરતા પોતે સમગ્ર દેશ માટે એક પદક છે. રાષ્ટ્રપતિજી અને પ્રધાનમંત્રીજી દ્વારા એનાયત કરાયેલાં આ પદક માત્ર એ જવાનો માટે જ નથી પરંતુ બીએસએફની સમસ્ત 2 લાખ 65 હજાર સંખ્યા માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. અટલજીના સમયમાં દેશની સીમાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, એક દેશ, એક દળ. એટલે એક દેશની સીમા પર એક જ દળ રહેશે. એ સમયે બીએસએફ માટે સૌથી અઘરી સીમાઓની પસંદગી કરવામાં આવી જે યોગ્ય જ છે. 4165 કિલોમીટરની બાંગ્લાદેશ સીમા અને 3323 કિલોમીટર લાંબી પાકિસ્તાન સીમા. આ બેઉ સરહદોની સુરક્ષા સૌથી કઠિન હોય છે પણ 193 બટાલિયન અને 2 લાખ 65 હજાર જવાનો કરતાય વધુનાં આ દળે આ સરહદોની સુરક્ષા બહુ સરસ રીતે કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030ZFF.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સીમાઓનાં પ્રહરીઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યા છે. આયુષ્યમાન યોજના હેઠળ દેશના તમામ સીએપીએફના જવાનો માટે અને એમના પરિવારોને એક કાર્ડના માધ્યમથી પૂર્ણ સ્વાસ્થ્ય કવર આપવામાં આવ્યું છે. આજે તમામ પરિજનો માટે એક કાર્ડ આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે જેનાથી કાર્ડ સ્વાઇપ કરતા જ આપ 21 હજારથી વધુ હૉસ્પિટલોમાં આપ પોતાના અને પોતાના પરિવારજનોની મોટામાં મોટી સારવાર બહુ સારી રીતે કરાવી શકો છો. કેન્દ્રીય અનુદાન રકમ જે 35 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયાની છે એ પણ એક મહિનામાં શહીદના પરિવાર સુધી પહોંચાડી દેવાય છે. જ્યારે કોરોનાકાળ આવ્યો ત્યારે આપણા તમામ સીએપીએફ અને દેશભરના પોલીસ દળોએ એક માનવીય ચહેરો સમગ્ર દુનિયા સમક્ષ મૂક્યો છે. આપણા અગણિત સાથી કોરોનામાં લોકોની સેવા કરતા કરતા પોતે કોરોનાગ્રસ્ત થયા અને એમનું મૃત્યુ પણ થયું. શાંતિ કાળ હોય કે યુદ્ધ કાળ હોય, સીમા હોય કે સીમાની અંદર, સીમા સુરક્ષા બળ દેશની જનતાની સુરક્ષા માટે હંમેશા તત્પર છે.

શ્રી અમિત શાહે કહ્યું કે એક અન્ય પાસાં પર પણ હું ધ્યાન ખેંચવા માગું છું કે સીમા સુરક્ષા દળ અને આપણા તમામ સીએપીએફના જવાનોએ મળીને બે વર્ષની અંદર લગભગ અઢી કરોડ વૃક્ષો માત્ર વાવવાનું જ કાર્ય નથી પણ તેને સંપૂર્ણપણે સુરક્ષિત કરતા સોએ સો ટકા વૃક્ષો મોટાં થાય એ માટે પણ કાર્ય કર્યું છે. પહેલી વાર વૈજ્ઞાનિક રીતે તમામ સીએપીએફના દળના દરેક જવાનને એક વૃક્ષ સાથે જોડતા આ વૃક્ષો લગાવાયાં છે. એની કાળજી પણ લેવાઇ રહી છે, જાળવણી પણ થઈ રહી છે અને વૃક્ષ ટકી શકે છે એને ફરીથી લગાવવાનું એક બહુ મોટું આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે મોદીજીનાં નેતૃત્વમાં 2014થી દેશની સીમાઓની સુરક્ષાને એક અલગ પ્રકારની ગંભીરતાથી સરકારે લીધી અને જ્યાં પણ સીમા પર અતિક્રમણનો પ્રયાસ થયો છે, જ્યાં જ્યાં પણ સીમા સુરક્ષા દળ કે કોઇ પણ સીએપીએફ જવાન પર હુમલાનો પ્રયાસ થયો છે, અમે તરત જ જવાબી કાર્યવાહી કરી છે. આપણા જવાનો અને આપણી સીમાઓને કોઇ હળવાશથી લઈ ન શકે. જ્યારે ઉરી અને પુલવામામાં હુમલો થયો એ જ સમયે ભારત સરકારે મોદીજીનાં નેતૃત્વમાં એક મજબૂત નિર્ણય લેતા એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને જે જવાબ આપ્યો એની સમગ્ર દુનિયા પ્રશંસા કરે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00495GF.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કોઇ પણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે છે અને પોતાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી શકે છે જ્યારે એ સુરક્ષિત હોય અને આપ દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરનારા જવાન છો અને સમગ્ર દેશ આપ પર ગર્વ કરે છે.

ભારત સરકાર માટે મોદીજીનાં નેતૃત્વમાં સીમા સુરક્ષાનો મતલબ જ રાષ્ટ્રીય સુરક્ષા છે. આપ સીમાની સુરક્ષા કરી રહ્યા છો અને એની સાથે સાથે સમગ્ર દેશને સુરક્ષિત કરીને દુનિયામાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે એક સારું પ્લેટફોર્મ આપવાનું કામ પણ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે વિશ્વમાં ઉપલબ્ધ સર્વોચ્ચ ટેકનોલોજી આપની અને સરહદની સુરક્ષા માટે સીમા સુરક્ષા બળને ઉપલબ્ધ કરાવાશે અને આ સરકારની પ્રતિબદ્ધતા છે અને સરકાર આ દિશામાં કામ કરી રહી છે. ડ્રોનના ખતરાનો પણ ઉલ્લેખ થયો. ડ્રોનના ખતરાને પહોંચી વળવા અને ડ્રોન વિરોધી પ્રણાલિઓ બનાવવા માટે સીમા સુરક્ષા બળ, એનએસજી અને ડીઆરડીઓ ત્રણેય મળીને પ્રયાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આપણે સ્વદેશી ડ્રોનને કન્ટ્રોલ કરનારી પ્રતિરોધ પ્રણાલિ બનાવવામાં સફળ થઈશું.

શ્રી અમિત શાહે કહ્યું કે 50,000 જવાનોની ભરતીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને આગળ પણ અમે એને વધારવાના ચોક્કસ પ્રયાસ કરીશું. સીમાની સુરક્ષા માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માર્ગ નિર્માણનું જે બજેટ હતું એ 2008થી 2014માં લગભગ 23000 કરોડ રૂપિયાનું હતું પણ હવે 2014થી 2020 સુધી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદ 23000 કરોડથી વધારીને 44600 કરોડ રૂપિયા કરી દેવાયું છે. એ જ દર્શાવે છે કે સીમા સુરક્ષા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે રાજસ્થાનની લગભગ 1070 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતમાલા પ્રોજેક્ટથી રાજસ્થાનમાં માર્ગોની જાળ બિછાવાઇ રહી છે. સમગ્ર દેશમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનનારા માર્ગોથી 24800 કિલોમીટરની સડક બનાવવાની છે. અટલ સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરાઇ. 6 વર્ષોથી કામ થતાં ન હતાં અને મોદીજીના સમયમાં જ થયાં છે.

ક્રિટિકલ બૉર્ડર પ્રોજેક્ટ હેતુ ભૂમિ સંપાદનને સરળ બનાવવા ગૃહ મંત્રાલયને ભૂમિ અર્જન, પુનર્વસન અને પુનર્વ્યવસ્થાનું કામ સરકારે આપ્યું છે.

તેમણે કહ્યું કે આપણી સરહદો જેટલી સુરક્ષિત હશે, સીમાવર્તી ક્ષેત્ર પણ એટલાં જ સુરક્ષિત હશે. સરહદી વિસ્તારોનાં ભાઇઓ-બહેનો માટે, ત્યાંના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ શ્રી નરેન્દ્ર મોદી સરકારે બનાવી છે. મારો બીએસએફના તમામ જવાનોને આગ્રહ છે કે આપ સીમા સુરક્ષાની સાથે સાથે જ્યારે પણ સમય મળે, ત્યારે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓનો લાભ સરહદ પર વસતાં લોકોને મળી રહ્યો છે કે કેમ એનું પણ ધ્યાન રાખો. આપ સીમાવર્તી ક્ષેત્રોમાં રહેતા નાગરિકો સાથે સંબંધ અને સંવાદ સ્થાપિત કરીને આપણે દેશાની સીમાઓની સુરક્ષાનું એક મજબૂત ચક્ર બનાવી શકીએ છીએ.

SD/GP/JD



(Release ID: 1778289) Visitor Counter : 339