સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 126.53 કરોડને પાર
છેલ્લા ચોવીસ કલાકમાં 73.63 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 98.35%
છેલ્લા 24 કલાકમાં 8,603 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (99,974)
સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.81%) 20 દિવસથી 1% કરતા ઓછો
Posted On:
04 DEC 2021 10:42AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 73,63,706 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 126.53 કરોડ (1,26,53,44,975)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,31,55,745 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,84,291
|
બીજો ડોઝ
|
95,31,494
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,80,084
|
બીજો ડોઝ
|
1,65,59,396
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
46,45,20,330
|
બીજો ડોઝ
|
23,76,97,016
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
18,61,63,770
|
બીજો ડોઝ
|
12,43,84,093
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
11,65,61,828
|
બીજો ડોઝ
|
8,11,62,673
|
કુલ
|
1,26,53,44,975
|
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,40,53,856 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 8,190 દર્દીઓ સાજા થયા છે.
આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.35% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
160 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 8,603 નવા કેસ નોંધાયા છે.
સક્રિય કેસનું ભારણ હાલમાં 99,974 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.29% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,52,596 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 64.60 કરોડથી વધારે (64,60,26,786) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.81% છે જે છેલ્લા 20 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.69% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 61 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 96 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1777931)
Visitor Counter : 225