નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

આવકવેરા વિભાગે ગુજરાતમાં અગ્રણી ગુટખા વિતરક પર સર્ચ કાર્યવાહી હાથ ધરી

Posted On: 23 NOV 2021 7:14PM by PIB Ahmedabad

આવકવેરા વિભાગે 16.11.2021ના ​​રોજ ગુજરાતના એક અગ્રણી ગુટખા વિતરક પર સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ 15 થી વધુ જગ્યાઓને આ સર્ચ કાર્યવાહીમાં આવરી લેવામાં આવી હતી.

શોધ કાર્યવાહી દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓનું પ્રાથમિક પૃથ્થકરણ સ્પષ્ટપણે માલની બિનહિસાબી ખરીદી, વેચાણના અંડર-ઈનવોઈસિંગ અને રોકડમાં કરાયેલા બિનહિસાબી ખર્ચ જેવી વિવિધ ગેરરીતિઓ અપનાવીને કરપાત્ર આવકની ચોરીને સ્પષ્ટપણે દર્શાવે છે. જપ્ત કરાયેલ સામગ્રીના વધુ વિશ્લેષણથી જાણવા મળે છે કે આ રોકડ વેચાણનો ભાગ હિસાબી ચોપડામાં નોંધવામાં આવ્યો નથી. સર્ચ ટીમે સ્થાવર મિલકતોમાં અઘોષિત રોકાણના પુરાવા પણ શોધી કાઢ્યા છે.

સર્ચ ઓપરેશનમાં આશરે રૂ. 7.50 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે અને લગભગ રૂ. 4 કરોડના અઘોષિત અલંકારો પણ કબજે લેવાયા છે. બેંક લોકર પર પણ પ્રતિબંધિત આદેશો મુકવામાં આવ્યા છે.

સર્ચની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં રૂ. 100 કરોડથી વધુની બિનહિસાબી આવક શોધી કાઢવામાં આવી છે. . તેમાંથી જૂથે રૂ. 30 કરોડથી વધુની અઘોષિત આવક સ્વીકારી છે. 

વધુ તપાસ ચાલુ છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1774379) Visitor Counter : 295


Read this release in: English , Urdu , Hindi , Marathi