સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 રસીકરણ અપડેટ

CoWIN પર નવી સુવિધાની મદદથી “તમારા રસીકરણની સ્થિતિ જાણો”

Posted On: 20 NOV 2021 5:34PM by PIB Ahmedabad

CoWIN ડિજિટલ પ્લેટફોર્મ પર “તમારા રસીકરણની સ્થિતિ જાણો” નામથી નવી સુવિધા શરૂ કરવામાં આવી.

આનાથી નાગરિકોને Co-WIN/MoHFW દ્વારા ચકાસણીકર્તા સંસ્થાના અધિકૃત અધિકારો અનુસાર તેમના રસીકરણની સ્થિતિ/વિગતો ચકાસવા/ફરી મેળવવામાં મદદ મળી શકશે. આ સેવાનો ઉપયોગ સેવા પ્રદાતા (ટ્રાવેલ એજન્સીઓ, ઓફિસો, નોકરીદાતાઓ, મનોરંજન એજન્સીઓ વગેરે જેવી ખાનગી એજન્સીઓ અથવા IRCTC, સરકારી કચેરીઓ વગેરે જેવી સરકારી એજન્સીઓ) દ્વારા નાગરિકોએ કરેલી વિનંતીના આધારે સુવિધાઓ પૂરી પાડવા માટે થઇ શકશે.

“તમારા રસીકરણની સ્થિતિ જાણો” સુવિધાના ફાયદા:

આ સેવા એવા નાગરિકોને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે કે જેમની પાસે વિનંતી કરવામાં આવેલી સેવાઓ મેળવવા માટે ડિજિટલ ફોર્મેટ અથવા પેપર ફોર્મેટમાં રસીકરણનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ના હોય અને આ સુવિધા સેવા પ્રદાતાઓને વિનંતીકર્તા સંસ્થાને અધિકૃત રીતે આપવામાં આવેલી પરવાનગીઓ અનુસાર નાગરિકોના રસીકરણની સ્થિતિ/રસીકરણ ડિજિટલ રેકોર્ડની ચકાસણી કરવામાં મદદ કરી શકે છે.

આ સેવાનો ઉપયોગ કરવાથી થતા કેટલાક ફાયદા નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

 1. આ સેવા કોઇપણ વ્યક્તિના રસીકરણની સ્થિતિની ચકાસણી કરવામાં મદદ કરે છે. રસીકરણ સ્થિતિ સંપૂર્ણ રસીકરણ થયું છે, આંશિક રસીકરણ થયું છે અથવા રસીકરણ થયું નથી એમ કંઇપણ હોઇ શકે છે.
 2. આ સેવાનો ઉપયોગ ટ્રાવેલ એજન્સીઓ દ્વારા થઇ શકે છે અને તેનાથી ફક્ત રસીકરણ થયેલું હોય તેવા જ લોકોને મુસાફરી માટે અનુમતિ આપીને લોકોની સલામત મુસાફરી સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકે છે.
 3. નોકરીદાતાઓ તેમના કર્મચારીઓના રસીકરણની સ્થિતિની ચકાસણી કરીને તેમની ઓફિસો, કાર્યસ્થળો વગેરે જગ્યાએ ફરી તેમના કામકાજ શરૂ કરી શકે તે માટે આ સેવાનો ઉપયોગ કરી શકે છે.
 4. આ સેવાથી દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં અને તેને વેગવાન બનાવવામાં મદદ મળી શકશે.

આપવામાં આવતી સેવાઓ:

 • કોઇપણ વ્યક્તિના કોવિડ રસીકરણની સ્થિતિ જે-તે લાભાર્થીના સુરક્ષિત આરોગ્ય ડેટા જાહેર કર્યા વગર ચકાસણી થઇ શકે છે.
 • આ સેવા ઓપન API અથવા નો-કોડ વેબપેજ દ્વારા સક્ષમ કરી શકાય છે જે ખાનગી/ સરકારી સેવા પ્રદાતાઓ કોઇપણ વ્યક્તિના રસીકરણની સ્થિતિ પ્રમાણીકરણ API/નો-કોડ વેબપેજ એકીકરણ દ્વારા નીચે ઉલ્લેખિત પ્રતિભાવો સાથે મેળવી શકે તે માટે Co-WIN દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે:

રસીકરણ થયું નથી

આંશિક રસીકરણ થયું છે

સંપૂર્ણ રસીકરણ થયું છે

Co-WIN પર “તમારા રસીકરણની સ્થિતિ જાણો” સેવા મેળવવા માટે, વપરાશકર્તા નીચે આપેલા પગલાંઓ અનુસરી શકે છે:

 

 1. વપરાશકર્તા Co-WIN હોમ પેજ પર આપેલા “તમારા રસીકરણની સ્થિતિ જાણો” ટેબ પર ક્લિક કરી શકે છે:

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 1. વપરાશકર્તાને નીચે દર્શાવ્યા મુજબના વેબપેજ પર લઇ જવામાં આવશે:

 

Graphical user interface, applicationDescription automatically generated

 

 1. ત્યારબાદ નીચેના પગલાં અનુસરવાના રહેશે:
 1. સેવા પ્રદાતા લાભાર્થીનું પૂરું નામ અને Co-WIN પર નોંધાવેલા મોબાઇલ નંબરની વિગતો દાખલ કરશે.
 2. સેવા પ્રદાતાની એપ્લિકેશન Co-WIN રસીકરણ પ્રમાણીકરણ API/નો-કોડ વેબપેજ એકીકરણને કૉલ કરશે.
 3. Co-WIN અધિકૃતતા વિગતો/પરવાનગી અનુસાર વિનંતીને માન્ય/પ્રમાણિત કરશે અને નામ તેમજ મોબાઇલ નંબરના સંયોજનમાં સુધારો કરશે
 4. લાભાર્થીના નોંધણી કરાવેલા મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
 5. લાભાર્થીને વિનંતી છે કે તેઓ લાભાર્થી UIમાં ડેટા એન્ટ્રી સ્ક્રીન મારફતે સેવા પ્રદાતાને OTP પ્રદાન કરે.
 6. મોબાઇલ OTPનું સફળતાપૂર્વક પ્રમાણીકરણ કર્યા પછી, Co-WIN દ્વારા રસીકરણની ઇવેન્ટની વિગતો અને ડેમોગ્રાફિક સાથે રસીકરણની સ્થિતિ શેર કરવામાં આવશે. રસીકરણની સ્થિતિ માટે વિનંતી નોંધવવા પર, Co-WIN દ્વારા તે વિનંતીને માન્ય કરવામાં આવશે અને માન્ય પ્રતિસાદ પાછો મોકલશે, જેમાં ઉપર વર્ણન કર્યા અનુસાર, કાં તો રસીકરણ થયું નથી, આંશિક રસીકરણ થયું છે અથવા સંપૂર્ણ રસીકરણ થયું છે તેવો જવાબ આપેલો રહેશે.

 

 1. કોઇપણ વ્યક્તિ તેમના રસીકરણની સ્થિતિનું ગ્રાફિક સોશિયલ મીડિયા પર શેર પણ કરી શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1773517) Visitor Counter : 92