ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભગવાન બિરસા મુંડાની જયંતી 15 નવેમ્બરે ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાના કેબિનેટના નિર્ણયને અત્યંત પ્રશંસનીય ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે
“આપણી જનજાતિઓનું ભારતની સ્વતંત્રતા અને સમૃદ્ધિમાં ખૂબ મોટું યોગદાન છે, દેશની સંસ્કૃતિ અને ઈતિહાસને તેમણે પોતાના પરિશ્રમથી સિંચ્યા છે પરંતુ દુર્ભાગ્યવશ દાયકાઓ સુધી આપણા જનજાતીય ભાઈઓ-બહેનોને ના તેમના અધિકાર મળ્યા કે ના સન્માન”
“જનજાતીય નાયકોની વીરતા અને ઈતિહાસને દેશના ખૂણે-ખૂણે પહોચાડવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ખૂબ મોટો પ્રયાસ કર્યો”
“આજ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના ગૌરવ ભગવાન બિરસા મુંડાજીની જયંતી 15 નવેમ્બરે ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાનો અત્યંત પ્રશંસનીય નિર્ણય લીધો છે”
“આનાથી આપણે આપણા જનજાતીય નાયકોના વિરાટ યોગદાનને આવનારી પેઢીઓ સુધી જણાવી શકીશું, આ નિર્ણય માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને કોટિ-કોટિ અભિનંદન આપું છું”
Posted On:
10 NOV 2021 8:28PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભગવાન બિરસા મુંડાની જયંતી 15 નવેમ્બરે ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાના મંત્રીમંડળના નિર્ણયને અત્યંત પ્રશંસનીય ગણાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે.
પોતાના ટ્વીટ્સ માં શ્રી અમિત શાહે કહ્યું કે “આપણી જનજાતિઓનું ભારતની સ્વતંત્રતા અને સમૃદ્ધિમાં ખૂબ મોટું યોગદાન છે. દેશની સંસ્કૃતિ અને ઈતિહાસને તેમણે પોતાના પરિશ્રમથી સિંચ્યા છે, પરંતુ દુર્ભાગ્યવશ દાયકો સુધી આપણા જનજાતીય ભાઈઓ-બહેનોને ના તેમના અધિકાર મળ્યા કે ના સન્માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તેમને સન્માન પણ આપ્યું અને અધિકારો પણ.”
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે “જનજાતીય નાયકોની વીરતા અને ઈતિહાસને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ખૂબ મોટો પ્રયત્ન કર્યો. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના ગૌરવ ભગવાન બિરસા મુંડાજીની જયંતી 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાનો અત્યંત પ્રશંસનીય નિર્ણય લીધો છે. આનાથી આપણે આપણા જનજાતીય નાયકોના વિરાટ યોગદાનને આવનારી પેઢીઓ સુધી જણાવી શકીશું. આ નિર્ણય માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને કોટિ-કોટિ અભિનંદન આપું છું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1770744)
Visitor Counter : 264