સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

આઝાદી કા અમૃત મહોત્સવ


રાષ્ટ્રીય ટપાલ સપ્તાહના ભાગરૂપે ઇન્ડિયા પોસ્ટે ટપાલ દિવસ મનાવ્યો

દેશભરમાં વિવિધ પોસ્ટલ સર્કલ્સ દ્વારા ગ્રાહક સભાઓ આયોજિત થઈ

Posted On: 16 OCT 2021 6:56PM by PIB Ahmedabad

ઇન્ડિયા પોસ્ટ એના પોસ્ટ ઑફિસો અને મેલ ઑફિસોના વિશાળ નેટવર્ક સાથે ટપાલ અને પાર્સલ વિતરણ માટે દેશના દરેક સરનામે, દૂરના ગ્રામીણ વિસ્તારોમાં પણ પહોંચે છે. પોસ્ટમેન/પોસ્ટવૂમન, ગ્રામીણ ડાક સેવકો અને ટપાલ તેમજ પાર્સલના બુકિંગ, પરિવહન અને વિતરણમાં સંકળાયેલા અન્ય ટપાલ અધિકારીઓની ભૂમિકાને સ્વીકારવા માટે ઈન્ડિયા પોસ્ટ દ્વારા મેઇલ્સ ડે’ 16મી ઓક્ટોબર,2021ના રોજ ઉજવાઇ રહ્યો છે. આ વર્ષે મેઇલ્સ દિવસમનાવવા માટે, સમગ્ર દેશમાં વિભિન્ન પોસ્ટલ સર્કલ્સે ગ્રાહક સભાઓ આયોજિત કરી હતી.

હરિયાણા પોસ્ટલ સર્કલ ખાતે ગ્રાહક સભા

રાજસ્થાન પોસ્ટલ સર્કલ ખાતે ગ્રાહક સભા

ઉત્તર પૂર્વ પોસ્ટલ સર્કલ ખાતે ગ્રાહક સભા

ગ્રાહકોની અપેક્ષાઓને સુસંગત, ઇન્ડિયા પોસ્ટે સેવાઓની ગુણવત્તાને વધુ સુધારવા અને જાળવવા માટે સંખ્યાબંધ પહેલ શરૂ કરી છે. ઇન્ડિયા પોસ્ટે સમગ્ર પોસ્ટલ નેટવર્કમાં, પ્રોસેસિંગ, ટ્રાન્સમિશન અને ડિલિવરી ઑફિસોએ ડેટા રિયલ ટાઇમ ધોરણે મળે એ સુનિશ્ચિત કરવા માટે કોર સર્વિસ ઇન્ટિગ્રેશન (સીએસઆઇ) સોલ્યુશન અમલી કર્યું છે. સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, બિઝનેસ પાર્સલ ઇત્યાદિના વિતરણનું અપડેશન પણ રિયલ ટાઇમ ધોરણે પોસ્ટમેન મોબાઇલ એપ (પીએમએ) મારફત ઇન્ડિયા પોસ્ટે શરૂ કર્યું છે. સામાન્ય કે નહીં નોંધાયેલી ટપાલ પર દેખરેખ સુધારવા માટે, ઇન્ડિયા પોસ્ટે અનરજિસ્ટર્ડ બૅગ્સનું ટ્રેકિંગ અને ટપાલ પેટીઓનું ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ પણ શરૂ કર્યું છે.

વિશ્વભરમાં, ઇ-કૉમર્સની વૃદ્ધિએ પૅકેટ્સ અને પાર્સલોની રવાનગી અને વિતરણને બહુ મોટો વેગ આપ્યો છે. ઈ-કૉમર્સ ગ્રાહકોની ચોક્ક્સ જરૂરિયાતોને ધ્યાને લેતા, ઇન્ડિયા પોસ્ટે પાર્સલ ઓપરેશન અને બિઝનેસને વધારે મજબૂત બનાવવા માટે સંખ્યાબંધ પહેલ હાથ ધરી છે. ઇન્ડિયા પોસ્ટે સમગ્ર દેશમાં પાર્સલોની ઝડપી રવાનગીને સુનિશ્ચિત કરવા માટે હબ અને સ્પોક મોડેલ પર સમર્પિત પોસ્ટલ રોડ ટ્રાન્સપોર્ટ નેટવર્ક (આરટીએન)ની સ્થાપના કરી છે. ઇન્ડિયા પોસ્ટે દિલ્હી, મુંબઈ, કોલકતા, હૈદરાબાદ, વિજયવાડા, લખનૌ અને જયપુર ખાતે 08 સેમી-ઑટોમેટિક પાર્સલ પ્રોસેસિંગ હબ્સ અને પાર્સલોનું ઝડપી પ્રોસેસિંગ અને વિતરણ માટે 171 નોડલ ડિલિવરી સેન્ટર્સ સ્થાપ્યા છે.

વધુમાં, સંપર્કવિહિન બુકિંગ અને વિતરણની સેવા ગ્રાહકોને પૂરી પાડવા માટે, ઇન્ડિયા પોસ્ટે સેલ્ફ બુકિંગ કિઓસ્ક્સ અને સ્માર્ટ ડિલિવરી બૉક્સ સ્થાપવા માટેનું આયોજન કર્યું છે.



(Release ID: 1764420) Visitor Counter : 282