રસાયણ અને ખાતર મંત્રાલય

સીસીઇએએ ફોસ્ફેટિક અને પોટાશિક (પીએન્ડકે) ખાતર માટે કિંમતોમાં વધારો મંજૂર કર્યો, જે માટે 20.5.2021ના રોજ જાહેર થયેલી અધિસૂચના સંપૂર્ણ વર્ષ 2021-22માં લાગુ રહેશે


સરકારે ડીએપીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધારો ઓફસેટ કરવા વિશેષ વનટાઇમ પેકેજ તરીકે થેલીદીઠ સબસિડી વધારીને રૂ. 438 કરી

3 સૌથી વધુ ઉપયોગ થતા એનપીકે ગ્રેડ (10:26:26, 20:20:0:13 and 12:32:16)ના ખાતરો માટે સબસિડી થેલીદીઠ રૂ. 100 વધી

પોષક દ્રવ્યો આધારિત સબસિડી (એનબીએસ) યોજના અંતર્ગત પહેલી વાર પોટાશમાંથી પ્રાપ્ત મોલાસીસ (પીડીએમ)ને લાવવામાં આવ્યું

આ નિર્ણયથી ભારતની પોટાશ આધારિત ખનીજ (એમઓપી)ની 42 એલએમટીથી વધારેની 100 ટકા આયાત પરની નિર્ભરતા ઘટશે

આ નિર્ણયથી શેરડીના ખેડૂતો અને ખાંડની મિલોની આવક વધશે

Posted On: 14 OCT 2021 11:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ફોસ્ફેટિક અને પોટાશિક (પીએન્ડકે) ખાતરોની કિંમતોમાં વધારાને મંજૂરી આપી હતી, જેની અધિસૂચના તારીખ 20.5.2021ના રોજ બહાર પાડવામાં આવી હતી, જે 1.10.2021થી 31.3.2022 સુધી સંપૂર્ણ વર્ષ 2021-22 માટે લાગુ રહેશે.

આંતરરાષ્ટ્રીય સત્રે ડાયએમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવમાં વધારાનું વહન કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે ડીએપીની થેલીદીઠ સબસિડી વધારીને રૂ. 438 કરવાનો નિર્ણય લીધો છે, જે વિશેષ વનટાઇમ પેકેજ છે. પરિણામે ખેડૂતોને ડીએપી અગાઉની કિંમતે મળી શકશે.

ત્રણ સૌથી વધુ ઉપયોગ થતા એનપીકે ગ્રેડ (10:26:26, 20:20:0:13 અને 12:32:16) ખાતરોના ઉત્પાદન માટે કાચા માલની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધારાનું વહન કેન્દ્ર સરકાર આ એનપીકે ગ્રેડના ખાતરની થેલીદીઠ સબસિડી રૂ. 100 વધારીને કરશે, જે વિશેષ વનટાઇમ પેકેજ છે. પરિણામે ખેડૂતોને આ ખાતરો વાજબી કિંમતે મળી શકશે.

કેન્દ્ર સરકાર પોષક દ્રવ્યો આધારિત સબસિડી (એનબીએસ) યોજના અંતર્ગત પહેલી વાર પોટાશમાંથી પ્રાપ્ત મોલાસીસ (પીડીએમ)ને લાવી છે. પીડીએમના વપરાશની શરૂઆત વર્ષ 2010માં થયા પછી પહેલી વાર આવું થયું છે. એનો આશય ખાંડની મિલો દ્વારા આડપેદાશ સ્વરૂપે એના ઉત્પાદનને વેગ આપવાનો છે. આ ખાતર PDM-0:0:14.5:0 તરીકે ઓળખાય છે.

આ નિર્ણયથી ભારતની પોટાશ આધારિત ખનીજ એટલે કે એમઓપીની 42 એલએમટીથી વધારેની 100 ટકા આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થવાની અપેક્ષા છે. આ આયાત પર દર વર્ષે સરકારને આશરે રૂ. 7,160 કરોડનો ખર્ચ થાય છે. આ નિર્ણયથી શેરડીનાં ખેડૂતો અને ખાંડની મિલોની આવક વધવાની સાથે ખેડૂતોને ખાતર કંપનીઓ દ્વારા રૂ. 600થી રૂ. 800ના દરે વેચાતી 50 કિલોગ્રામની થેલીદીઠ રૂ. 73ની સબસિડી મળશે.

કેન્દ્ર સરકાર પીડીએમ પર સબસિડી સ્વરૂપે વર્ષે રૂ. 156 કરોડ (અંદાજિત) ખર્ચ કરશે અને રૂ. 562 કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવશે એવી અપેક્ષા છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1763847) Visitor Counter : 286