નાણા મંત્રાલય
દિલ્હીના સીજીએસટી અધિકારીઓએ ધોખેબાજીથી 134 કરોડ રૂપિયાની આઈટીસીનો દાવો કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી
Posted On:
13 OCT 2021 12:49PM by PIB Ahmedabad
કેન્દ્રિય વસ્તુ તેમજ સેવા કર (સીજીએસટી) કમિશનરેટ, દિલ્હી પૂર્વના અધિકારીઓએ વિસ્તૃત વિશ્લેષણ પછી બનાવટી નિકાસકારોના એક નેટવર્કની ભાળ મેળવી, જે ધોખેબાજીથી આઈજીએસટી રિફંડનો દાવો કરવાના ઈરાદાથી, વસ્તુ તેમજ સેવા કર (જીએસટી) અંતર્ગત 134 કરોડ રૂપિયાની નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો લાભ પ્રાપ્ત કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યા હતા.
જોખમ વિશ્લેષણના આધારે, એક જોખમરૂપ નિકાસકાર મેસર્સ વાઈબ ટ્રેડેક્સની તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. મેસર્સ વાઈબ ટ્રેડેક્સ પાનમસાલા, ચાવવાની તમાકુ, એફએમસીજી વસ્તુઓ વગેરેની નિકાસમાં કાર્યરત છે.
બનાવટી નિકાસકારોનું નેટવર્ક ચિરાગ ગોયલ નામની એક વ્યક્તિ દ્વારા સંચાલિત થતું હતું, જેઓ બ્રિટનની સુંદરલેન્ડ યુનિવર્સિટીથી એમબીએ છે. તેનો સહયોગી કે જે ફરાર છે તેની માલિકીની બે સપ્લાયર પેઢીઓ/કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલા ઈ-વે બિલોના વ્યાપક વિશ્લેષણ પછી, એ જોવામાં આવ્યું કે જે વાહનો માટે માલની સપ્લાઈ માટે ઈ-વે બિલ તૈયાર કરાયા હતા, તેનો ઉપયોગ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના દૂરના શહેરોમાં કરવામાં આવતો હતો અને ઉક્ત અવધિ દરમિયાન ક્યારેય પણ દિલ્હીમાં પ્રવેશ કર્યો નહોતો. આ દરમિયાન 134 કરોડ રૂપિયાની નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ઉઠાવવા અને ઉપયોગ કરવા અંગે જાણકારી મળી.
ચિરાગ ગોયલે સરકાર સાથે છેતરપિંડી કરવા માટે એક ષડયંત્ર રચ્યું અને સીજીએસટી અધિનિયમ, 2017ની કલમ 132(1)(સી) અંતર્ગત નિર્દિષ્ટ અપરાધ કર્યા, જે સંજ્ઞેય અને બીનજામીનપાત્ર છે. તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પતિયાલા હાઉસ કોર્ટ, નવી દિલ્હી દ્વારા 26.10.2921 સુધી 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1763608)
Visitor Counter : 299