પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ક્વાડ નેતાઓનું સંયુક્ત નિવેદન

Posted On: 25 SEP 2021 10:42AM by PIB Ahmedabad

અમે, ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ આજે પહેલી વખત “QUAD” (ક્વાડ)ના નેતાઓ તરીકે મળ્યા છીએ. આ ઐતિહાસિક પ્રસંગે અમે અમારી ભાગીદારી અને આપણી સહિયારી સુરક્ષા અને સમૃદ્ધિની આધારશીલા સમાન છે તેવા પ્રદેશ એટલે કે મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક પ્રદેશ, કે જે સમાવેશી અને સ્થિતિસ્થાપક છે તેના પ્રત્યે કટિબદ્ધ છીએ. માર્ચ મહિનાથી, કોવિડ-19 મહામારીએ સતત વૈશ્વિક પીડા આપવાનું ચાલુ રાખ્યું છે; આબોહવા સંબંધિત કટોકટીઓમાં પણ વધારો થયો છે; અને પ્રાદેશિક સુરક્ષાએ અત્યાર સુધીમાં સૌથી જટિલ સ્થિતિ ધારણ કરી છે, અને તેના કારણે આપણા સૌના દેશો વ્યક્તિગત રીતે અને સાથે મળીને કસોટીના તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે. જોકે, છતાં પણ આપણો સહકાર અવિરત અને નિર્ભય રહ્યો છે.

ક્વાડ શિખર મંત્રણાના પ્રસંગે આપણી પોતાની પર અને ઇન્ડો-પેસિફિક પરના વિશ્વ તેમજ આપણે શું પ્રાપ્ત કરવાની આશા રાખીએ છીએ તે આપણી દૂરંદેશી પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક છે. સૌ સાથે મળીને, અમે સૌ મુક્ત, ખુલ્લી અને નિયમો આધારિત વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય કાયદામાં જડાયેલા અને સખતાઇ સામે નિર્ભય રહેવા માટે પુનઃકટિબદ્ધ થવાની બાબતને પ્રોત્સાહન આપીએ છીએ; જેથી ઇન્ડો-પેસિફિક પ્રદેશ અને તેના આગળ પણ સુરક્ષા અને સમૃદ્ધિને પ્રસરાવી શકાય. અમે કાયદાના શાસન, નૌકાપરિવહન અને હવાઉ ઉડાનની સ્વતંત્રતા, વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ, વસ્તીવિષયક મૂલ્યો અને દેશોની પ્રાદેશિક અખંડિતતા માટે ખડે પગે છીએ. અમે સૌ સાથે મળીને અને સંખ્યાબંધ પ્રકારના ભાગીદારો સાથે કામ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે આસિયાન (ASEAN)ની એકતા અને કેન્દ્રિતાને મજબૂત સહકાર આપવાનો અને ઇન્ડો-પેસિફિક પ્રદેશ અંગે આસિયાનના દૃષ્ટિકોણને સમર્થન આપવાનો પુનરુચ્ચાર કરીએ છીએ અને આસિયન પ્રત્યે તેમજ તેના સભ્ય દેશો કે જેઓ ઇન્ડો-પેસિફિક પ્રદેશના હાર્દ સમાન છે તેમની સાથે વ્યવહારુ અને સર્વ સમાવેશી રીતે કામ કરવાના અમારા સમર્પણને રેખાંકિત કરીએ છીએ. અમે ઇન્ડો-પેસિફિકમાં સપ્ટેમ્બર 2021 EU વ્યૂહનીતિને પણ આવકારીએ છીએ.

આ અમારી પ્રથમ બેઠક હોવાથી, અમે દુનિયા પર સૌથી વધારે દબાણ લાવી રહેલા કેટલાક પડકારોને નિયંત્રણમાં લેવાની દિશામાં નોંધનીય પ્રગતિ કરી છે; આ પડકારોમાં કોવિડ-19 મહામારી, આબોહવા કટોકટી અને મહત્વપૂર્ણ તેમજ ઉભરતી ટેકનોલોજી સામેલ છે.

કોવિડ-19 સામેની પ્રતિક્રિયા અને રાહત કાર્યોમાં આપણી ભાગીદારી ક્વાડ માટે ઐતિહાસિક નવા કેન્દ્રમાં રાખવાના મુદ્દાને અંકિત કરે છે. અમે ક્વાડ રસી નિષ્ણાત સમૂહની રચના કરી છે જેમાં અમારી સંબંધિત સરકારોના ટોચના નિષ્ણાતો સામેલ છે, તેઓ મજબૂત જોડાણ અને ઇન્ડો-પેસિફિક આરોગ્ય સુરક્ષા અને કોવિડ-19 પ્રતિક્રિયાને સમર્થન આપવા માટે આપણી યોજનાઓને બહેતર સંરેખિત કરવા માટે કાર્યભાર ધરાવે છે. આમ કરવા માટે, અમે દેશોના મહામારી માટેના અસાઇન્મેન્ટ્સ શેર કર્યા છે અને તેને નાથવા માટેના અમારા પ્રયાસોને સંરેખિત કર્યા છે, આ પ્રદેશમાં કોવિડ-19ના શમન માટે સહિયારા રાજદ્વારી સિદ્ધાંતોને પ્રબલિત કર્યા છે અને સલામ, અસરકારક, ગુણવત્તાની ખાતરીપૂર્ણ રસી ઉત્પાદન અને તેની સમાન પહોંચને સમર્થન આપવા માટેના અમારા પ્રયાસોમાં સક્રિય પણે સુધારેલું સંકલન સાધ્યું છે. COVAX સુવિધા સહિત બહુપક્ષીય પ્રયાસો સાથે ઘનિષ્ઠ સહયોગ દ્વારા આ બધું જ કરવામાં આવ્યું છે. COVAX મારફતે ડોઝ માટે ફાઇનાન્સ આપવા ઉપરાંત, ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સે દુનિયાભરમાં સલામત અને અસરકાર કોવિડ-19 રસીના 1.2 બિલિયનથી વધારે ડોઝનું દાન આપવાનો સંકલ્પ કર્યો છે. અને આજદિન સુધીમાં, આ કટિબદ્ધતાઓના ભાગરૂપે અમે લગભગ 79 મિલિયન સલામત, અસરકારક અને ગુણવત્તાની ખાતરી સાથેના રસીના ડોઝ ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં આવેલા વિવિધ દેશોમાં પહોંચાડ્યા છે.

ક્વાડ રસી ભાગીદારીના ફાઇનાન્સના કારણે ભારતમાં બાયોલોજિકલ ઇ લિમિટેડ ખાતે રસીના ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ શક્યો છે જેથી આ વર્ષના અંત સુધીમાં વધારાનું ઉત્પાદન સક્રિયપણે શરૂ થઇ જશે. માર્ચ મહિનામાં અમે કરેલી ઘોષણાને અનુરૂપ અને સતત વૈશ્વિક પુરવઠામાં અંતરાયને ધ્યાનમાં રાખીને, અમે ખાતરી કરીશું કે આ વિસ્તરણ કરવામાં આવેલા વિનિર્માણની ઇન્ડો-પેસિફિક અને દુનિયાભરના દેશો માટે નિકાસ કરવામાં આવશે અને અમે COVAX સુવિધા જેવી મુખ્ય બહુપક્ષીય પહેલો સાથે સંકલન સાધવાનું ચાલુ રાખીશું જેથી પરખાયેલી સલામત, અસરકારક અને ગુણવત્તાની ખાતરીપૂર્ણ કોવિડ-19ની રસી ઓછા અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે પ્રાપ્ત કરી શકાય. અમે રસીના ઉત્પાદન માટે મુક્ત અને સુરક્ષિત પુરવઠા શ્રૃંખલાઓના મહત્વને પણ ધ્યાનમાં લઇએ છીએ.

સમગ્ર પ્રદેશ અને દુનિયામાં મહામારીના કારણે અત્યાર સુધીના મહિનાઓમાં કેટલીય મુશ્કેલીઓ ઉભી થઇ હોવા છતાં આજદિન સુધીમાં અમે આમાંથી ઘણું કાર્ય પૂરું કરી દીધું છે. ક્વાડ નેતાઓએ આપણા ક્વાડ રોકાણો દ્વારા ઉત્પાદન સહિત બાયોલોજિકલ ઇ લિમિટેડના ઉત્પાદનને આવકાર્યું છે, જેમાં વર્ષ 2022ના અંત સુધીમાં ઓછામાં ઓછા એક બિલિયન સલામત અને અસરકારક કોવિડ-19ની રસીના ડોઝનું નિર્માણ કરવાનું છે. આજે, અમે તે પુરવઠાની દિશામાં લેવાઇ રહેલા પ્રારંભિકની જાહેરાત કરતા ગૌરવ અનુભવીએ છીએ જે તાત્કાલિક ધોરણે ઇન્ડો-પેસિફિક અને દુનિયાને મહામારીનો અંત લાવવા માટે મદદરૂપ થશે. ક્વાડ COVAX સહિત અન્ય દેશોને સલામત અને અસરકારક કોવિડ-19ની રસીની નિકાસ ફરી શરૂ કરવાની ભારત દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પણ આવકારે છે, જેનો આરંભ ઓક્ટોબર 2021થી થશે. જાપાન $3.3 બિલિયનના કોવિડ-19 કટોકટી પ્રતિભાવ તાત્કાલિક સહકાર ધીરાણ દ્વારા પ્રાદેશિક ભાગીદારોને રસીની ખરીદી કરવામાં મદદ કરશે. ઑસ્ટ્રેલિયા દક્ષિણ પૂર્વ એશિયા અને પેસિફિક પ્રદેશને રસી ખરીદવા માટે અનુદાન પેટે $212 મિલિયનની સહાયતા આપશે. આ ઉપરાંત, ઑસ્ટ્રેલિયા છેવટના પ્રદેશો સુધી રસીનો અમલ થઇ શકે તે માટે $219 મિલિયનની આર્થિક સહાય આપશે અને ક્વાડના છેવટના પ્રદેશો સુધી ડિલિવરીના પ્રયાસોમાં સંકલન સાથવામાં અગ્રેસર રહેશે.

અમે તબીબી પરીક્ષણ અને જિનોમિક સર્વેલન્સના ક્ષેત્રોમાં આપણા વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) સહકારને વધુ મજબૂત બનાવવાનું કામ પણ કરીશું જેથી આ મહામારીનો અંત લાવવા માટેના આપણા પ્રયાસોને આપણે વધારે વેગવાન કરી શકીએ અને બહેતર આરોગ્ય સુરક્ષાનું નિર્માણ કરી શકીએ. અમે દુનિયાનું રસીકરણ કરવામાં મદદરૂપ થવાના સહિયારા વૈશ્વિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા, લોકોનું જીવન બનાવવા અને બહેતર સ્થિતિનું નિર્માણ કરવા માટેના પ્રયાસોને સુરેખ કરવા કટિબદ્ધ છીએ જેમાં વૈશ્વિક આરોગ્ય સુરક્ષા ફાઇનાન્સિંગ અને રાજકીય નેતૃત્વને વધુ મજબૂત કરવાનું પણ સામેલ છે. આપણા દેશો 2022માં સંયુક્ત મહામારી તૈયારી ટેબલટોપ અથવા કવાયતનું પણ આયોજન કરશે.

આબોહવાની કટોકટીને નિયંત્રણમાં લેવા માટે આપણી પાસે સંયુક્ત દળો છે. તાકીદની માંગત સાથે આ કટોકટીને અવશ્ય નિયંત્રણમાં લેવામાં આવશે. ક્વાડ દેશો પહોંચની અંદર પેરિસ સુરેખિત તાપમાન મર્યાદાઓને જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરશે અને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી ઉપર 1.5°C સુધી તેને મર્યાદિત રાખવાના પ્રયાસો હાથ ધરશે. આ છેડે, ક્વાડ દેશોએ COP26 દ્વારા મહત્વાકાંક્ષી NDCને અપડેટ કરવાનો અથવા કમ્યુનિકેટ કરવાનો ઇરાદો ધરાવે છે અને જેમણે પહેલાંથી જ આમ કર્યું હોય તેમના પ્રયાસોને આવકારે છે. ક્વાડ દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સુધી પહોંચવા સહિત વૈશ્વિક મહત્વાકાંક્ષા વધારવા માટે તેમની મુત્સદ્દીગીરીનું પણ સંકલન કરશે. અમારું કાર્ય ત્રણ વિષયોના ક્ષેત્રોમાં ગોઠવાયેલું છે, આ ક્ષેત્રો: આબોહવાની મહત્વાકાંક્ષા, સ્વચ્છ- ઉર્જા આવિષ્કાર અને તેની નિયુક્તિ તેમજ આબોહવા સાથે અનુકૂલન, સ્થિતિસ્થાપકતા અને સજ્જતા છે. 2020 ના દાયકા દરમિયાન ઉન્નત પગલાંઓ હાથ ધરવાના ઇરાદા સાથે, શક્ય હોય ત્યાં સુધી 2050 સુધીમાં અને રાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક નેટ-શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં યોગદાન આપવાનો તેમાં મૂળ આશય છે. અમે રાષ્ટ્રીય સ્તરે સેક્ટર અનુસાર ડિકાર્બનાઇઝેશનના યોગ્ય પ્રયાસો હાથ ધરી રહ્યાં છીએ જેમાં ડિકાર્બનાઇઝિંગ શિપિંગ અને બંદર પરિચાલન તેમજ સ્વચ્છ હાઇડ્રોજન ટેકનોલોજીની નિયુક્તિનું લક્ષ્ય હોય તેવા પ્રયાસો પણ સામેલ છે. અમે જવાબદારીપૂર્ણ અને સ્થિતિસ્થાપક સ્વચ્છ-ઉર્જા પુરવઠા શ્રૃંખલાઓની સ્થાપના કરવા માટે સહયોગ કરીશું અને આપત્તિ પ્રતિકારક માળખા તેમજ વાતાવરણની માહિતી પ્રણાલી માટે ગઠબંધનને વધારે મજબૂત બનાવીશું. ક્વાડ દેશો COP26 અને G20માં સફળ પરિણામો માટે સાથે મળીને કામ કરશે જે વર્તમાન સમયની જરૂરિયાત સમાન આબોહવા મહત્વાકાંક્ષા અને આવિષ્કારના સ્તરને જાળવી રાખે છે.

જે પ્રકારે ટેકનોલોજીની રચના કરવામાં આવી છે, વિકસાવવામાં આવી છે, સંચાલિત કરવામાં આવે છે અને ઉપયોગમાં લેવામાં આવે છે તે રીત સુનિશ્ચિત કરવા માટે અમે મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી માટે સહયોગ સ્થાપિત કર્યો છે જે આપણા સહિયારા મૂલ્યો અને સાર્વત્રિક માનવ અધિકારોના આદર દ્વારા આકાર પામેલ છે. ઉદ્યોગો સાથે ભાગીદારીમાં, અમે સુરક્ષિત, ખુલ્લા અને પારદર્શક 5G અને 5Gથી આગળના નેટવર્કની નિયુક્તિમાં આગળ વધી રહ્યાં છીએ અને આવિષ્કારને આગળ ધરાવવા માટે તેમજ ઓપન-RAN જેવા ભરોસાપાત્ર વેન્ડરોને પ્રોત્સાહન આપવા માટે સંખ્યાબંધ પ્રકારના ભાગીદારો સાથે કામ કરી રહ્યાં છીએ. 5G વૈવિધ્યકરણ માટે સક્ષમ માહોલને પ્રોત્સાહન આપવા માટે સરકારોની ભૂમિકાને સ્વીકારીને, અમે જાહેર-ખાનગી સહયોગને સરળ બનાવવા માટે સાથે મળીને કામ કરીશું અને 2022માં ખુલ્લી, માપદંડો આધારિત ટેકનોલોજીની વ્યાપકતા અને સાઇબર સિક્યોરિટીનું પ્રદર્શન કરીશું. ટેકનિકલ માપદંડો વિકસાવવાના સંદર્ભમાં, અમે ખુલ્લા, સામવેળી, ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળના, બહુ-હિતધારક અને સર્વસંમતિ આધારિત અભિગમને પ્રોત્સાહન આપવા માટે ક્ષેત્ર-વિશિષ્ટ સંપર્ક સમૂહોની સ્થાપના કરીશું. અમે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન સંઘ જેવી બહુપક્ષીય માનકીકરણ સંસ્થાઓમાં પણ સંકલન અને સહકાર કરીશું. સેમીકન્ડક્ટર્સ સહિત જટિલ ટેકનોલોજીઓ અને સામગ્રીઓની પુરવઠા શ્રૃંખલાઓનું પણ અમે મેપિંગ કરી રહ્યાં છીએ અને સરકારના સહાયક પગલાં તેમજ નીતિઓ કે જે પારદર્શક અને બજારલક્ષી છે તેના મહત્વને પારખીને નિર્ણાયક ટેકનલોજીઓની સ્થિતિસ્થાપક, વૈવિધ્યપૂર્ણ અને સલામત પુરવઠા શ્રૃંખલાઓ માટે અમારી સકારાત્મક કટિબદ્ધતાની પુષ્ટિ કરીએ છીએ. અમે ભવિષ્ય માટેની મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીમાં વલણો પર દેખરેક રાખી રહ્યા છીએ, જેમાં બાયોટેકનોલોજીથી શરૂ કરી રહ્યાં છીએ અને સહકાર માટે સંબંધિત તકોને ઓળખી રહ્યાં છીએ. આજે અમે ટેકનોલોજી ડિઝાઇન, વિકાસ, સંચાલન અને ઉપયોગ અંગેના ક્વાડના સિદ્ધાંતો પણ બહાર પાડી રહ્યાં છીએ અને અમને આશા છે કે તે માત્ર કોઇ એક પ્રદેશને જ નહીં પરંતુ આખી દુનિયાને જવાબદાર, મુક્ત, ઉચ્ચ-ધોરણોના આવિષ્કારો તરફ આગળ વધવા માટે માર્ગદર્શિત કરશે.

વધુ આગળ વધીને, અમે જટિલ ક્ષેત્રોમાં અમારા સહકારને વધુ પ્રગાઢ કરીશું, તેમજ અમે તેને નવા ક્ષેત્રોમાં વિસ્તૃત પણ કરીશું. અમારા પ્રત્યેક પ્રાદેશિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રયત્નો પર નિર્માણ કરીને, વ્યક્તિગત રીતે અને સાથે મળીને, અમે એક નવી ક્વાડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારીનો આરંભ કરી રહ્યા છીએ. ક્વાડ તરીકે, અમે અમારા પ્રયત્નોનું સંકલન કરવા, પ્રદેશની માળખાકીય જરૂરિયાતોનું મેપિંગ બનાવવા અને પ્રાદેશિક જરૂરિયાતો તેમજ તકો પર સંકલન સાધવા માટે નિયમિત રીતે ભેગા થઇશું. ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે અમે સહયોગ કરીશું, મૂલ્યાંકનકારી સાધનો દ્વારા પ્રાદેશિક ભાગીદારોને વધુ સશક્ત બનાવીશું અને ટકાઉ માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપીશું. અમે G7ના માળખાકીય સુવિધાઓના પ્રયાસોને સમર્થન આપીએ છીએ અને EU સહિતના સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સાથે સહકારની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમે G20 ગુણવત્તાપૂર્ણ માળખાકીય સુવિધા રોકાણના સિદ્ધાંતોને અમારા સમર્થનનો પુનરુચ્ચાર કરીએ છીએ અને ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં ઉચ્ચ-સ્તરની માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેના અમારા પ્રયત્નોને પુનર્જીવિત કરીશું. અમે બ્લ્યુ ડોટ નેટવર્ક સાથે અમારું જોડાણ ચાલુ રાખવામાં અમારી રુચિની ફરી પુષ્ટિ કરીએ છીએ. અમે મુખ્ય ક્રેડિટર દેશો માટે આંતરરાષ્ટ્રીય નિયમો અને ધોરણોને અનુરૂપ ખુલ્લી, વાજબી અને પારદર્શક ધીરાણ પ્રથાઓને સમર્થન આપવાના મહત્વ પર ભાર મુકીએ છીએ, જેમાં દેવા સ્થિરતા અને જવાબદારી પણ સામેલ છે તેમજ તમામ ક્રેડિટરોને આ નિયમો અને ધોરણોનું પાલન કરવા માટે આહ્વાન કરીએ છીએ.

આજે, અમે સાઇબર સુરક્ષામાં નવા સહકારનો આરંભ કર્યો છે અને સાઇબર જોખમોને નાથવા માટે, સુદૃઢતાને પ્રોત્સાહન આપવા અને આપણી મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને સુરક્ષિત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ. અવકાશમાં અમે નવા સહકારની તકોને ઓળખી કાઢીશું અને આબોહવા પરિવર્તન, આપત્તિ પ્રતિભાવ અને તૈયારીઓ, મહાસાગરોના ટકાઉક્ષમ ઉપયોગ અને સમુદ્રી સંસાધનો તેમજ સહિયારા ક્ષેત્રોમાં સામે આવી રહેલા પડકારો સામે પ્રતિભાવ આપવા જેવા શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે સેટેલાઇટ ડેટાનું આદાનપ્રદાન કરીશું. બાહ્ય અવકાશનો ટકાઉક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે અમે નિયમો, માપદંડો, માર્ગદર્શિકાઓ અને સિદ્ધાંતો માટે પણ પરામર્શ કરીશું.

ક્વોડ ફેલોશિપનું ઉદ્ઘાટન કરવામાં અમને શૈક્ષણિક તેમજ લોકોથી લોકોના પારસ્પરિક સહકારના નવા પ્રકરણનો આરંભ કરતા અમે ઘણું ગૌરવ અનુભવી રહ્યાં છીએ. એક પરોપકારી પહેલ શ્મિટ ફ્યુચર્સ દ્વારા સંચાલિત અને એક્સેન્ચર, બ્લેકસ્ટોન, બોઇંગ, ગૂગલ, માસ્ટરકાર્ડ તેમજ વેસ્ટર્ન ડિજિટલના ઉદાર સમર્થન સાથે હાથ ધરવામાં આવેલો આ પાઇલોટ ફેલોશિપ કાર્યક્રમ આપણા ચારેય દેશોના વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં સ્નાતકના વિદ્યાર્થીઓને આગળ વધવા માટે 100 સ્નાતક ફેલોશિપ પ્રદાન કરશે. ક્વાડ ફેલોશિપ દ્વારા, આપણા STEM કૌશલ્યની આવનારી પેઢી ક્વાડ અને અન્ય સમાન વિચારધારા ધરાવતા ભાગીદારોને સહિયારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે આવિષ્કારોની દિશામાં નેતૃત્વ સંભાળવા માટે તૈયાર થશે.

દક્ષિણ એશિયામાં, અમે અફઘાનિસ્તાન પ્રત્યે અમારી રાજદ્વારી, આર્થિક અને માનવાધિકાર નીતિઓને નજીકથી સંકલન કરીશું અને UNSCR 2593 અનુસાર આગામી મહિનાઓમાં આતંકવાદ વિરોધી અને માનવતાવાદી સહકારને વધુ પ્રગાઢ બનાવીશું. અમે પુનરુચ્ચાર કરીએ છીએ કે, કોઈપણ દેશને ધમકી આપવા અથવા તેમના પર હુમલો કરવા માટે અથવા આતંકવાદીઓને આશ્રય આપવા અથવા તાલીમ આપવા, અથવા આતંકવાદી કૃત્યોની યોજના ઘડવા અથવા નાણાં આપવા માટે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ ન થવો જોઇએ, અને પુનરુચ્ચાર કરીએ છીએ કે, અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આતંકવાદી પ્રોક્સીઓના ઉપયોગની નિંદા કરીએ છીએ અને આતંકવાદી હુમલાઓ શરૂ કરવા અથવા આયોજન ઘડવા માટે જેનો થઈ શકે છે તેવા આતંકવાદી જૂથોને કોઈપણ લોજિસ્ટિકલ, નાણાકીય અથવા સૈન્ય સહાય આપવાનો ઇનકાર કરવાના મહત્વ પર ભાર મુકીએ છીએ, જેમાં સરહદ પારથી થતા હુમલાઓ પણ સમાવિષ્ટ છે. અમે અફઘાન નાગરિકોના સમર્થનમાં સાથે ઉભા છીએ અને તાલિબાનને અપીલ કરીએ છીએ કે અફઘાનિસ્તાન છોડવા ઈચ્છતા કોઈપણ લોકોને સલામત માર્ગ પ્રદાન કરે અને મહિલાઓ, બાળકો તેમજ લઘુમતીઓ સહિત તમામ અફઘાનોના માનવાધિકારનું સન્માન થાય તે સુનિશ્ચિત કરે.

અમે એ વાત પણ જાણીએ છીએ કે આપણા સહિયારા ભવિષ્યને ઇન્ડો-પેસિફિકમાં લખવામાં આવશે અને ક્વાડ પ્રાદેશિક શાંતિ, સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ માટેનું એક દળ છે તે સુનિશ્ચિત કરવા માટે અમે અમારા પ્રયત્નોને બમણા કરીશું. તે દિશામાં પ્રયાસોના ભાગરૂપે, પૂર્વ અને દક્ષિણ ચીનના સમુદ્ર સહિતના દરિયાઇ નિયમો આધારિત વ્યવસ્થાને પડકારોનો સામનો કરવા માટે અમે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું ચાલુ રાખીશું, જેમાં ખાસ કરીને સમુદ્રી કાયદા પર UN સંમેલન (UNCLOS) માં પ્રતિબિંબિત કાયદા પણ સામેલ રહેશે. અમે ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાં આવેલા સહિત નાના ટાપુ દેશોને સહકાર આપવા પર ભાર આપીએ છીએ જેથી તેમની આર્થિક અને પર્યાવરણીય સુદૃઢતાને મજબૂત બનાવી શકાય. અમે પ્રશાંત ટાપુ દેશોને કોવિડ-19ના કારણે આરોગ્ય અને આર્થિક બાબતો પર પડેલા પ્રભાવો સામે તેમની પ્રતિક્રિયાઓમાં સહકાર આપવાનું ચાલુ રાખીશુ અને ગુણવત્તાપૂર્ણ, ટકાઉક્ષમ માળખાકીય સુવિધા બાબતે સહકાર ચાલુ રાખીશુ તેમજ ખાસ કરીને પેસિફિક પ્રદેશ પર ગંભીર પડકારો ઉભા કરેલી રહેલા આબોહવા પરિવર્તનના પ્રભાવોનું શમન કરવા અને તેને અનુકૂળ પગલાં લેવા માટે તેમની સાથે ભાગીદારી કરીશું.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર ઉત્તર કોરિયાના સંપૂર્ણ અણુ નિશસ્ત્રીકરણ માટે અમારી પ્રતિબદ્ધતાની અમે પુષ્ટિ કરીએ છીએ અને જાપાની અપહ્રતોના મુદ્દાના તાત્કાલિક નિરાકરણની જરૂરિયાતની પુષ્ટિ પણ કરીએ છીએ. અમે ઉત્તર કોરિયાને તેની UN જવાબદારીઓનું પાલન કરવા, ઉશ્કેરણીથી દૂર રહેવાની વિનંતી કરીએ છીએ. અમે ઉત્તર કોરિયાને પણ મહત્વની ચર્ચામાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. અમે ઇન્ડો-પેસિફિક અને તેનાથી આગળ લોકશાહી સ્થિતિસ્થાપકતાના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ. અમે મ્યાનમારમાં હિંસાનો અંત લાવવા, વિદેશીઓ સહિત તમામ રાજકીય રીતે અટકાયત કરાયેલા લોકોની મુક્તિ, રચનાત્મક સંવાદમાં જોડાણ અને વહેલી તકે લોકશાહીના પુનઃસ્થાપન માટે આહ્વાનન ચાલુ રાખીએ છીએ. આ ઉપરાંત આગળ વધીને, અમે આસિયાન પાંચ મુદ્દાની સર્વસંમતિના તાત્કાલિક અમલ માટે આહ્વાન કરીએ છીએ. અમે સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં અમારા સહકારને વધુ ઘનિષ્ઠ બનાવીશું, જ્યાં આપણી સહિયારી પ્રાથમિકતાઓને મજબુત કરવાથી બહુપક્ષીય પ્રણાલીની સ્થિતિસ્થાપકતા આપોઆપ વધે છે. વ્યક્તિગત રીતે અને સાથે મળીને, આપણા સમયના પડકારોનો અમે જવાબ આપીશું તેમજ સુનિશ્ચિત કરીશું કે આ પ્રદેશ સાર્વત્રિક નિયમો અને ધોરણો દ્વારા સમાવિષ્ટ, ખુલ્લો અને સંચાલિત રહેશે.

અમે પારસ્પરિક સહકારની આદતો જાળવી રાખીશુ; અમારા નેતાઓ અને વિદેશ મંત્રીઓ વાર્ષિક ધોરણે મુલાકાત કરશે અને અમારા વરિષ્ઠ અધિકારીઓ નિયમિત રીતે મળતા રહેશે. અમારા કાર્યકારી જૂથો મજબૂત પ્રદેશનું નિર્માણ કરવા માટે જરૂરી સહકાર સ્થાપિત  કરવા માટે તેમનો ઉત્સાહ જાળવી રાખશે.

આપણા સૌના માટે કસોટીનો તબક્કો ચાલી રહ્યો છે તેવા સમયમાં, મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક પ્રદેશના નિર્માણને સાકાર કરવાની અમારી કટિબદ્ધતા મક્કમ છે અને આ ભાગીદારી માટે અમારી દૂરંદેશી મહત્વાકાંક્ષી તેમજ દૂરગામી છે. અડગ સહકારની ભાવના સાથે, અમે આ ક્ષણને પામવા માટે એકજૂથ છીએ.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1758001) Visitor Counter : 461