નાણા મંત્રાલય

અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા

Posted On: 10 SEP 2021 5:06PM by PIB Ahmedabad

આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક ગ્રૂપ પર તા. 8-9-2021ના રોજ સર્ચ પ્રક્રિયા શરૂ કરી હતી અને સાથે જપ્તીનું અભિયાન હાથ ધર્યુ હતું. આ ગ્રૂપ ગુજરાતના મુખ્ય વ્યાપારી જૂથોમાંનું એક છે. જે મુખ્ય રીતે મીડિયા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં કાર્યરત છે. સમૂહની મીડિયા શાખામાં ઈલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને સાથે જ પ્રિન્ટ મીડિયા સામેલ છે જ્યારે રિયલ એસ્ટેટ શાખામાં અફોર્ડેબલ આવાસ યોજનાઓ અને શહેરી નાગરિક બુનિયાદી માળખા સામેલ છે. આવકવેરા વિભાગના આ ઓપરેશનમાં 20થી વધુ પરિસરોને સામેલ કરવામાં આવ્યા હતા.

આ સર્ચ ઓપરેશન દરમિયાન, મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, લૂઝ શીટ્સ, ડિજિટલ પુરાવાઓ વગેરે હાથ લાગ્યાહતા જેમાં અનેક નાણાકીય વર્ષોમાં ગ્રૂપે મોટાપાયે બીનહિસાબી રોકડ પ્રાપ્તિનો ખ્યાલ આવ્યો છે જેમાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) પ્રમાણપત્રોના વેચાણ પર રૂ. 500 કરોડની બીનહિસાબી રોકડ પ્રાપ્ત થઈ હોવાનો ખ્યાલ આવ્યો છે. જ્યારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને જમીનોના સોદાઓમાં રૂ. 350 કરોડની લેવડદેવડના પુરાવા મળ્યા છે. જેને સંબંધિત દસ્તાવેજો પણ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત બીનહિસાબી રોકડ આધારિત લોન અને વ્યાજની ચૂકવણી/રિપેમેન્ટ્સના રૂ. 150 કરોડની રકમના પુરાવા પણ હાથ લાગ્યા હતા.

અત્યાર સુધી્માં 1 કરોડથી વધુની રોકડ તથા રૂ. 2.70 કરોડની કિંમતની જ્વેલરી પણ વિવિધ પરિસરોમાંથી જપ્ત કરવામાં આવેલ છે. જ્યારે છેલ્લા વર્ષોમાં પ્રાપ્ત કરાયેલ અને અનેક નકલી વ્યક્તિઓ અને સહકારી આવાસ સમિતિઓનાં નામ પર રાખવામાં આવેલી ગ્રૂપની સંપત્તિઓને લગતા મોટી સંખ્યામાં મૂળ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

બધુ મળીને, આવકવેરા વિભાગના સર્ચ અને સિઝર ઓપરેશનના પરિણામે રૂ. 1000થ કરોડથી વધુની બીનહિસાબી લેવડદેવડની જાણકારી મળી છે, જે લેવડદેવડ વિવિધ એસેસમેન્ટ વર્ષો દરમિયાન થયેલી જોવા મળી છે. આ ઉપરાંત સર્ચ ઓપરેશનમાં 14 લોકર પણ મળ્યા છે જેને નિયંત્રણના આદેશ અંતર્ગત રાખવામાં આવ્યા છે.

સર્ચ ઓપરેશન હજુ જારી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1753884) Visitor Counter : 280


Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu