સંસ્કૃતિ મંત્રાલય

ભારતને એનું 40મું વિશ્વ ધરોહર સ્થળ મળ્યું


ગુજરાતના કચ્છના રણમાં આવેલું હડપ્પા નગર ધોળાવીરા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં અંકિત

Posted On: 27 JUL 2021 5:14PM by PIB Ahmedabad

ભારતે રજૂ કરેલા ગુજરાતના કચ્છના રણમાં આવેલાં હડપ્પન નગર ધોળાવીરાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટ-વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં વર્લ્ડ હેરિટેજ સેન્ટરને ધોળાવીરા- એક હડપ્પા નગર માટે નૉમિનેશનનું ડૉઝિયર સુપરત કર્યું હતું. આ સ્થળ 2014થી યુનેસ્કોની હંગામી યાદીમાં હતું. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપ્પા નગર છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Y8GG.jpg

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, ‘ આ સમાચારથી સંપૂર્ણપણે આનંદ થયો. ધોળાવીરા મહત્વનું શહેરી કેન્દ્ર હતું અને આપણા ભૂતકાળ સાથે સૌથી અગત્યની કડીઓમાંનું એક છે. એની મુલાકાત, ખાસ કરીને ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિદ્યામાં જેમને રસ હોય તેમણે લેવી જ રહી.’

સંસ્કૃતિ, પર્યટન અને ઉત્તર પૂર્વી પ્રદેશના વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ જાહેરાતના તુરંત બાદ આ સમાચાર ટ્વીટર પર શૅર કર્યા હતા. હજી થોડા દિવસો પૂર્વે જ તેલંગાણા રાજ્યમાં મુલુગુ જિલ્લાના પાલાપેટ ખાતે આવેલ રુદ્રેશ્વરા મંદિર (રામપ્પા મંદિર તરીકે પણ જાણીતું) ભારતમાં 39મું વર્લ્ડ હેરિટેજ સેન્ટર બન્યું હતું.

શ્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કર્યું, ‘મારા સાથી ભારતીયો સાથે આ શૅર કરતા અપાર ગર્વ થાય છે કે ધોળાવીરા હવે ભારતમાં 40મી અમૂલ્ય વસ્તુ છે જેને @UNESCO વર્લ્ડ હેરિટેજ ટેગ અપાઇ રહી છે. આપણે હવે વિશ્વ ધરોહર સ્થળોના શિલાલેખ માટે સુપર-40 ક્લબમાં પ્રવેશ્યા છીએ ત્યારે ભારતની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FIKS.jpg

 

આ સફળ નોમિનેશન સાથે, ભારત પાસે હવે એકંદરે 40 વિશ્વ ધરોહર અસ્ક્યામતો છે જેમાં 32 સાંસ્કૃતિક, 7 કુદરતી અને એક મિશ્ર સંપત્તિ છે. સંસ્કૃતિ માટેના કેન્દ્રીય મંત્રી એ દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમની પાસે 40 કે એનાથી વધારે વિશ્વ ધરોહરના સ્થળો હોય અને ભારત સિવાય એમાં હવે ઇટાલી, સ્પેન, જર્મની, ચીન અને ફ્રાન્સ છે. મંત્રીશ્રીએ એ પણ એમના ટ્વીટમાં અવલોકન કર્યું હતું કે ભારતે 2014થી કેવી રીતે 10 નવાં વિશ્વ ધરોહરનાં સ્થળો ઉમેર્યાં હતાં અને ભારતીય સંસ્કૃતિ, વારસા અને ભારતીય જીવનશૈલીને ઉત્તેજન આપવા  પ્રધાનમંત્રીની અટલ પ્રતિબદ્ધતાની એ સાબિતી છે.

 

Image

 

શ્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કર્યું, ‘આજે ભારત માટે ખાસ કરીને ગુજરાતના લોકો માટે ગર્વનો દિવસ છે. ભારતે 10 નવાં વિશ્વ ધરોહરનાં સ્થળો ઉમેર્યાં છે-આપણાં કુલ સ્થળોમાંના ચોથા ભાગના. આ ભારતીય સંસ્કૃતિ, વારસા અને ભારતીય જીવનશૈલીને ઉત્તેજન આપવા પ્રધાનમંત્રી (@narendramodi's) શ્રી નરેન્દ્ર મોદીની અટલ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.’

હડપ્પા નગરી ધોળાવીરા વિશે

ધોળાવીરા: એક હડપ્પા નગરી, એ આજથી ત્રીજી કે બીજી સહસ્ત્રાબ્દીની મધ્યે એટલે કે લગભગ 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક છે. અત્યાર સુધીમાં શોધાયેલ 1000થી વધુ હડપ્પા સ્થળોમાં એ છઠ્ઠું સૌથી મોટું સ્થળ છે અને 1500થી વધુ વર્ષો સુધી એમાં વસવાટ રહ્યો હતો. માનવ જાતની આ પ્રારંભિક સંસ્કૃતિના ઉદય અને પતનના સમગ્ર પથનું ધોળાવીરા ન માત્ર સાક્ષી છે બલકે એ નગર રચના,બાંધકામની પદ્ધતિઓ, જળ વ્યવસ્થાપન, સામાજિક શાસન અને વિકાસ, કલા, ઉત્પાદન, વેપાર અને માન્યતા પદ્ધતિના સંદર્ભમાં બહુમુખી સિદ્ધિઓ વર્ણવે છે. અત્યંત સમૃદ્ધ હસ્તકલાની વસ્તુઓ સાથે ધોળાવીરાની સારી રીતે સચવાયેલી શહેરી વસાહત એની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે એક પ્રાદેશિક કેન્દ્રનું આબેહૂબ ચિત્ર રજૂ કરે છે જે સમગ્ર રીતે હડપ્પા સંસ્કૃતિના હાલના જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન પણ આપે છે.

આ અસ્કયામત બે ભાગમાં છે: એક કોટની અંદરનું શહેર અને શહેરની પશ્ચિમે એક અંતિમવિધિનું સ્થળ. કોટની અંદરના શહેરમાં એક અત્યંત સુરક્ષિત કિલ્લો છે અને તેની સાથે અગાઉ બનાવીને મૂકાયેલો પુલ છે અને ધાર્મિક વિધિ માટે મેદાન છે, કિલ્લેબંધીવાળું મધ્યનું નગર અને હેઠવાસનું નગર છે. અંતરકોટ પૂર્વમાં અને દક્ષિણમાં શ્રેણીબદ્ધ જળાશયો છે. કબ્રસ્તાનમાં થયેલાં મોટા ભાગના દફન પ્રકૃતિનાં સ્મારક છે.

ધોળાવીરા જ્યારે સંપૂર્ણ વિક્સિત હતું એ સમય દરમ્યાન એની નગરની રચના સ્તરીય સમાજ, સંભવિત વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર આધારિત આયોજનબદ્ધ અને અલગ પાડવામાં આવેલા શહેરી રહેણાંક વિસ્તારો સાથે સુનિયોજીત નગરનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જળ સંચય પ્રણાલિ, પાણી ગટર પ્રણાલિમાં ટેકનોલોજિકલ આધુનિક્તા અને સાથે સ્થાપત્ય અને ટેકનોલિજિકલ વિક્સિત વિશેષતાઓ રચના, અમલીકરણ, અને સ્થાનિક સામગ્રીઓના અસરકારક ઉપયોગમાં પરિવર્તિત થાય છે. સામાન્ય રીતે અન્ય હડપ્પા નગરો નદી કિનારે અને જળ સ્ત્રોતોની ફરતે વિકસ્યા હતા એનાથી વિરુદ્ધ, ધોળાવીરાનું સ્થળ ખાડીના દ્વીપમાં વિવિધ ખનીજ અને કાચી સામગ્રીના સ્ત્રોત (તાંબુ, કવચ, અકીક, અબરખ, સીસું, મિશ્રિત ચૂનો અને અન્ય) અને મગન (આધુનિક ઓમન દ્વીપકલ્પ) અને મેસોપોટેમિયન પ્રદેશોને આંતરિક અને બાહ્ય વેપાર સુગમ કરવા વ્યૂહાત્મક હતું. 

ધોળાવીરા પ્રાગૈતિહાસિક કાંસ્ય યુગના હડપ્પા સંસ્કૃતિને લગતા (આરંભ, પરિપક્વ અને પાછળના હડપ્પન તબક્કા) શહેરી વસાહતોનું અપવાદરૂપ ઉદાહરણ છે અને ઇસવીસન પૂર્વે ત્રીજી અને બીજી સહસ્ત્રાબ્દી મધ્ય દરમ્યાન બહુ સાંસ્કૃતિક અને સ્તરીય સમાજની સાબિતી ધરાવે છે. સૌથી જૂનો પુરાવો હડપ્પા સંસ્કૃતિના આરંભિક હડપ્પા તબક્કા દરમ્યાન ઇસવી સન પૂર્વે 3000 વર્ષમાં જોવા મળી શકે છે. આ નગર આશરે 1500 વર્ષો સુધી પાંગરેલું રહ્યું હતું જે લાંબા સતત વસવાટનું પ્રતિનિધિત્વ કરે છે. ખોદકામ દરમ્યાન મળેલા અવશેષો સ્પષ્ટપણે વસાહતના મૂળમાં એના વિકાસ, પરાકાષ્ઠા અને ત્યારબાદ ઘટાડાને શહેરની રચનામાં સતત ફેરફારો, સ્થાપત્ય તત્વો અને વિવિધ અન્ય ખાસિયતો સ્વરૂપે સૂચવે છે.

ધોળાવીરા એ અગાઉથી ધારી લેવાયેલ નગર નિયોજન, બહુ સ્તરીય કિલ્લેબંધી, અત્યાધુનિક જળાશયો અને ગટર વ્યવસ્થા તેમજ બાંધકામ સામગ્રી તરીકે પથ્થરના વ્યાપક ઉપયોગ સાથે હડપ્પા નગર નિયોજનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ વિશેષતાઓ હડપ્પા સંસ્કૃતિના સમગ્ર ક્ષેત્રમાં ધોળાવીરાની અજોડ સ્થિતિને પરાવર્તિત કરે છે.

ઉપલબ્ધ પાણીના દરેક ટીપાંને સંગ્રહ કરવા માટે બનાવાયેલી વિસ્તરિત જળ વ્યવસ્થાપન પ્રણાલિ ઝડપથી બદલાતી ભૌગોલિક અને આબોહવા ફેરફારો સામે  ટકી રહેવાની લોકોની ચતુરાઇ દર્શાવે છે. મોસમી પ્રવાહો, જરા અમથા વરસાદ અને ઉપલબ્ધ ભૂમિમાંથી વાળવામાં આવેલાં પાણીને મોટા પથ્થરો કોતરી બનાવાયેલા જળાશયોમાં સ્ત્રોત કરાતું, સંગ્રહ કરાતો. આ જળાશયો પૂર્વી અને દક્ષિણી કિલ્લેબંધી સુધી વિદ્યમાન છે. પાણીની વધુ પ્રાપ્તિ માટે, સૌથી જૂનાં ઉદાહરણમાંના એક ગણાતાં એવાં જૂજ પથ્થરિયા કૂવા-વાવ શહેરમાં જુદાં ભાગોમાં જોવા મળે છે, તેમાંના સૌથી અસરકારક શહેરના હાર્દમાં છે. ધોળાવીરાની પાણી સંગ્રહની આવી સવિસ્તર યોજના અજોડ છે અને પ્રાચીન જગતમાં સૌથી કાર્યક્ષમ પદ્ધતિમાંની એક તરીકે ગણાય છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1739637) Visitor Counter : 2168


Read this release in: English , Hindi , Marathi , Telugu