વહાણવટા મંત્રાલય

મંત્રીમંડળે ભારતીય વેપારી જહાજ કંપનીઓને મંત્રાલય અને CPSE દ્વારા બહાર પાડવામાં આવતા વૈશ્વિક ટેન્ડરોમાં સબસિડી સહાય પૂરી પાડીને ભારતીય વેપારી જહાજોના ફ્લેગિંગને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી

Posted On: 14 JUL 2021 4:20PM by PIB Ahmedabad

આત્મનિર્ભર ભારતનો હેતુ સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે મંત્રાલયો અને CPSE દ્વારા સરકારી માલસામાનની આયાત કરવા માટે બહાર પાડવામાં આવતા વૈશ્વિક ટેન્ડરોમાં ભારતીય જહાજ કંપનીઓને પાંચ વર્ષ દરમિયાન રૂપિયા 1624 કરોડની સબસિડી પૂરી પાડવાની યોજનાને નીચે દર્શાવ્યા અનુસાર મંજૂરી આપી છે:

 

  1. 1 ફેબ્રુઆરી 2021 પછી ભારતમાં ફ્લેગ કરવામાં આવેલા અને જે ભારતમાં ફ્લેગિંગ સમયે 10 વર્ષ કરતાં ઓછા સમય માટે હોય તેવા જહાજ માટે, સબસિડી સહાય L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટના 15%ના દરે અથવા ROFRનો ઉપયોગ કરીને ભારતીય ફ્લેગ જહાજ દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ અને L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ વચ્ચેના વાસ્તવિક તફાવત બંનેમાંથી જે પણ ઓછું હોય તે પ્રમાણે આપવામાં આવશે. જે જહાજ 1 ફેબ્રુઆરી 2021 પછી ફ્લેગ કરવામાં આવ્યા છે અને ભારતમાં ફ્લેગિંગના સમય જે 10 થી 20 વર્ષ સુધીના સમયમાં છે તેમના માટે સબસિડી સહાય L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટના 10%ના દરે અથવા ROFRનો ઉપયોગ કરીને ભારતીય ફ્લેગ જહાજ દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ અને L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ વચ્ચેના વાસ્તવિક તફાવત બંનેમાંથી જે પણ ઓછું હોય તે પ્રમાણે આપવામાં આવશે.

જે દરેક ઉપરોક્ત સબસિડી સહાય આપવામાં આવશે તે દરમાં વર્ષે 1%નો ઘટાડો કરવામાં આવશે જે અનુક્રમે બંને ઉપરોક્ત ઉલ્લેખિત શ્રેણી માટે 10% અને 5% થાય ત્યાં સુધી ઘટતો રહેશે.

  1. હાલમાં અસ્તિત્વમાં હોય તેવા ભારતીય ફ્લેગિંગ કરેલા જહાજો કે જેઓ પહેલાંથી ફ્લેગ કરવામાં આવ્યા છે અને 1 ફેબ્રુઆરી 2021ના રોજ જેનો સમયગાળો 10 વર્ષ કરતાં ઓછો છે તેવા જહાજો માટે, સબસિડી સહાય સહાય L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટના 10%ના દરે અથવા ROFRનો ઉપયોગ કરીને ભારતીય ફ્લેગ જહાજ દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ અને L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ વચ્ચેના વાસ્તવિક તફાવત બંનેમાંથી જે પણ ઓછું હોય તે પ્રમાણે આપવામાં આવશે. હાલમાં અસ્તિત્વમાં હોય તેવા ભારતીય ફ્લેગિંગ કરેલા જહાજો કે જેઓ પહેલાંથી ફ્લેગ કરવામાં આવ્યા છે અને 1 ફેબ્રુઆરી 2021ના રોજ જેનો સમયગાળો 10 વર્ષ થી 20 વર્ષની વચ્ચે છે તેવા જહાજો માટે, સબસિડી સહાય સહાય L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટના 5%ના દરે અથવા ROFRનો ઉપયોગ કરીને ભારતીય ફ્લેગ જહાજ દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ અને L1 વિદેશી કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ક્વોટ વચ્ચેના વાસ્તવિક તફાવત બંનેમાંથી જે પણ ઓછું હોય તે પ્રમાણે આપવામાં આવશે.
  2. જો ભારતીય ફ્લેગ કરેલ જહાજ L1 બીડર હશે તો તેવા કિસ્સામાં આ સબસિડી સહાયની જોગવાઇઓ લાગુ થવા પાત્ર રહેશે નહીં.
  3. અંદાજપત્રીય સહાય સીધી જ મંત્રાલય/ સંબંધિત વિભાગને પૂરી પાડવામાં આવશે.
  4. સબસિડી સહાય ફક્ત એવા જહાજોને જ આપવામાં આવશે જેમણે યોજનાના અમલીકરણ પછી એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય.
  5. એક વર્ષથી બીજા વર્ષમાં અને યોજનાના વિવિધ મંત્રાલયો/ વિભાગોમાં ખર્ચ માટે ભંડોળની ફાળવણીની સુગમતા.
  6. 20 વર્ષથી વધારે જુના હોય તેવા જહાજો આ યોજના અંતર્ગત કોઇપણ પ્રકારની સબસિટી સહાયતા માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
  7. આ યોજનાના વ્યાપક કરવામાં આવેલા અવકાશને ધ્યાનમાં રાખીને આ મંત્રાલય આવા વધારાના ભંડોળ માટે જરૂરિયાત અનુસાર ખર્ચ વિભાગ પાસેથી ફાળવણીની માંગણી કરશે,
  8. આ યોજનાની 5 વર્ષ પછી સમીક્ષા કરવામાં આવશે.

 

વિગતો:

a) ભારતીય ફ્લેગ જહાજોને ખર્ચમાં થતા નુકસાનની ખોટને પહોંચી વળવા માટે આદરણીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ વર્ષ નાણાકીય 2021-22 માટે તેમના કેન્દ્રીય અંદાજપત્રના પોતાના વક્તવ્ય દરમિયાન, ભારતમાં મંત્રાલયો અને CPSE દ્વારા બહાર પાડવામાં આવતા વૈશ્વિક ટેન્ડરોમાં ભારતીય જહાજ કંપનીઓને સબસિડી સહાય આપીને વેપારી જહાજોના ફ્લેગિંગને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષના સમય દરમિયાન રૂપિયા 1,624 કરોડની સહાય આપતી યોજના અમલમાં લાવવાની જાહેરાત કરી હતી.

b) પાંચ વર્ષ માટે સબસિડીની મહત્તમ અંદાજિત રકમ રૂપિયા 1624 કરોડની રેન્જમાં રહેશે.

c) નોંધણી વિશ્વની શ્રેષ્ઠ જહાજ રજિસ્ટ્રીઓની જેમ 72 કલાકમાં ઑનલાઇન કરવામાં આવશે. આનાથી ભારતમાં જહાજોની નોંધણી સરળ અને આકર્ષક બનશે અને તેના કારણે ભારતીય ટનેજ વધારવામાં મદદ મળશે.

d) આ ઉપરાંત, કોઈપણ ઇન-ફ્લેગિંગ જહાજમાં ક્રૂને બદલીને બોર્ડ પર ભારતીય ક્રૂની નિયુક્તિ કરવા માટે 30 દિવસનો સમય આપવાનો ઉદ્દેશ છે.

e) તેવી જ રીતે, જહાજોમાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે તેમને સંરેખિત કરીને માણસોની જરૂરિયાતો તર્કસંગત બનાવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

f) આ યોજનાએ દેખરેખ ફ્રેમવર્ક પણ તૈયાર કર્યું છે જે યોજનાની અસરકારક દેખરેખ અને સમીક્ષાની પણ વિગતવાર વિગતો આપે છે. આ માટે, દેખરેખ પ્રણાલીના 2-સ્તરની કલ્પના નીચે ઉલ્લેખ કર્યા મુજબ છે:- (i) સર્વોચ્ચ સમીક્ષા સમિતી (ARC) (ii) યોજના સમીક્ષા સમિતી (SRC).

 

અમલીકરણની વ્યૂહનીતિ અને લક્ષ્યો:

a) અમલીકરણ શેડ્યૂલ તેમજ વર્ષ અનુસાર વિગતો મહત્તમ ચુકવવાપાત્ર 15%ની અંદાજિત સબસિડીનું અનુમાન કરીને નીચે આપવામાં આવી છે જેના આંકડા કરોડ રૂપિયામાં છે

 

 

 

2021-22

 

2022-23

 

2023-24

 

2024-25

 

2025-26

 

કુલ

 

ક્રૂડ

 

62.10

 

124.19

 

186.29

 

248.39

 

310.49

 

931.46

 

LPG

 

34.72

 

69.43

 

104.15

 

138.87

 

173.59

 

520.76

 

કોલસો

 

10.37

 

20.75

 

31.12

 

41.50

 

51.87

 

155.61

 

ખાતર

 

1.08

 

2.16

 

3.25

 

4.33

 

5.41

 

16.23

 

કુલ

 

108.27

 

216.53

 

324.81

 

433.09

 

541,36

 

1624.06

 

(રૂ. લાખ કરોડમાં)

 

b) આના પરિણામરૂપે વિશાળ અને સ્વસ્થ ભારતીય જહાજોનો કાફલો બનશે જે ભારતીય સમુદ્રી નાવિકો (દરિયાખેડૂઓ) માટે તાલીમ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવશે, ઉપરાંત વૈશ્વિક જહાજ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓનો હિસ્સો વધારશે.

રોજગારી સર્જનની સંભાવનાઓ સહિત પ્રભાવ:

  1. આ યોજના રોજગારીનું સર્જન કરવાની અપાર સંભાવનાઓ ધરાવે છે. ભારતીય જહાજોના કાફલામાં વૃદ્ધિ થવાથી ભારતીય સમુદ્રી નાવિકોને પ્રત્યક્ષ રોજગાર મળી શકશે કારણ કે ભારતીય જહાજોને ફક્ત ભારતીય સમુદ્રી નાવિકોને જ રોજગારી આપવી જરૂરી છે

b) જે કેડેટ્સ સમુદ્રી નાવિકો બનવા માંગતા હોય તેમણે જહાજોમાં ઓન-બોર્ડ તાલીમ લેવી જરૂરી છે. આથી, ભારતીય જહાજો યુવાન ભારતીય છોકરા અને છોકરી કેડેટ્સને તાલીમના સ્લોટ પૂરા પડાશે.

c) આ બંનેના કારણે વૈશ્વિક જહાજ ક્ષેત્રમાં ભારતીય સમુદ્રી નાવિકોનો હિસ્સો વધશે અને આ રીતે દુનિયાભરમાં ભારતીય સમુદ્રી નાવિકોના પુરવઠામાં અનેકગણો વધારો થઇ શકશે.

d) આ ઉપરાંત, ભારતીય જહાજોના કાફલામાં વધારો થવાથી જહાજ નિર્માણ, જહાજના સમારકામ, લંગારવાની કામગીરી વગેરે સંલગ્ન ઉદ્યોગોના વિકાસ માટે પરોક્ષ રીતે પણ સંખ્યાબંધ નવી રોજગારીનું સર્જન થશે અને તેના કારણે ભારતના GDPમાં યોગદાન પ્રાપ્ત થશે.

 

નાણાકીય અસરો:

15%ના મહત્તમ ખર્ચની ધારણા કરીને, પાંચ વર્ષના સમયમાં ચુકાવવાની અંદાજિત સબસિડીની રકમ રૂપિયા (કરોડ)માં નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

મંત્રાલય

 

2021-22

 

2022-23

 

2023-24

 

2024-25

 

2025-26

 

કુલ

 

ક્રૂડ

 

62.10

 

124.19

 

186.29

 

248.39

 

310.49

 

931.46

 

LPG

 

34.72

 

69.43

 

104.15

 

138.87

 

173.59

 

520.76

 

કોલસો

 

10.37

 

20.75

 

31.12

 

41.50

 

51.87

 

155.61

 

ખાતર

 

1.08

 

2.16

 

3.25

 

4.33

 

5.41

 

16.23

 

કુલ

 

108.27

 

216.53

 

324.81

 

433.09

 

541 .36

 

1624.06

 

(રૂ. કરોડમાં)

લાભાર્થીઓ:

a) તમામ ભારતીય સમુદ્રી નાવિકો

b) સમુદ્રી નાવિક બનવાની મહત્વાકાંક્ષા રાખતા ભારતીય કેડેટ્સ

  1. હાલની તમામ ભારતીય જહાજ કંપનીઓ.

d) તમામ ભારતીય તેમજ વિદેશી નાગરિકો, કંપનીઓ અને કાનુની સંસ્થાઓ કે જેઓ ભારતમાં ભારતીય કંપની ઉભી કરવા અને જહાજોનું ફ્લેગિંગ કરવામાં રસ ધરાવતી હોય.

e) એકંદરે કુલ મળીને ભારતીય અર્થતંત્ર કારણ કે આનાથી વિદેશી ફ્લેગ જહાજો પર વિદેશી હુંડિયામણની ચુકવણીની જંગી બચત થશે.

 

પૃષ્ઠભૂમિ:

a) ભારતમાં 7,500 કિમી લાંબો દરિયાકાંઠો હોવા છતાં, નોંધપાત્ર પ્રમાણમાં રાષ્ટ્રીય એક્ઝિમ વેપાર કે જે વાર્ષિક ધોરણે એકધારો વધી રહ્યો છે તે, વર્ષ 1997 થી જહાજ ક્ષેત્રમાં 100% FDIની નીતિ અને ભારતીય જહાજ ઉદ્યોગ તેમજ ભારતનો રાષ્ટ્રીય જહાજોનો કાફલો તેના વૈશ્વિક સહયોગીઓની સરખામણીએ ઘણો ઓછો છે.

  1. હાલમાં ક્ષમતાના સંદર્ભમાં વાત કરીએ તો, ભારતીય કાફલો વૈશ્વિક કાફલામાંથી માત્ર 1.2% છે ખૂબ જ ઓછો છે. ભારતના એક્ઝિમ વેપારમાં વહનમાં ભારતીય જહાજોનો હિસ્સો 1987-88માં 40.7% હતો તે ધરખમ પ્રમાણમાં ઘટીને 2018-19 લગભગ 7.8%ના ખૂબ નીચા સ્તર સુધી આવી ગયો છે. આના કારણે, વિદેશી કંપનીઓને માલવહન માટે બિલ પેટે વિદેશી હુંડિયામણની ચુકવણીમાં નોંધનીય વધારો થયો છે અને 2018-19માં આ આંકડો વધીને USD 53 બિલિયન સુધી પહોંચી ગયો છે અને છેલ્લા 13 વર્ષમાં લગભગ USD 637 બિલિયન નોંધાયો છે.
  2. ભારતીય ફ્લેગ કરેલા જહાજો ફરજિયાતપણે ભારતીય ક્રૂની નિયુક્તિ કરે છે અને ભારતીય કરવેરાઓ તેમજ કોર્પોરેટ કાયદાઓનું પાલન કરે છે. આ કારણે ભારતીય જહાજોનો પરિચાલન ખર્ચ વિદેશી જહાજોની સરખામણીએ વધારે હોય છે. ભારતીય જહાજોની વિદેશ મુસાફરીના પરિચાલનનો ખર્ચ પણ અંદાજે 20% જેટલો વધારે થાય છે. પરિચાલન ખર્ચમાં આ તફાવત ડેબ્ટ ફંડ્સના ઉંચા ખર્ચ, લોનના ટૂંકા સમયગાળા, ભારતીય જહાજોમાં નિયુક્ત કરવામાં આવેલા ભારતીય સમુદ્રી નાવિકોને આપવામાં આવતા વેતન પર કરવેરા, જહાજની આયાત પર લેવામાં આવતા IGST, બ્લૉક કરવામાં આવેલી GST ટેક્સ ક્રેડિટ, બે અલગ અલગ ભારતીય બંદરો પર ભારતીય જહાજો દ્વારા પૂરા પાડવામાં આવતી સેવાઓમાં GSTમાં તફાવતના કારમે થાય છે; આ બધા જ સમાન સેવાઓ પૂરી પાડતા વિદેશી જહાજો માટે લાગુ થવા પાત્ર નથી. બીજા તરફ, ભારતીય ચાર્ટરર દ્વારા જહાજ સેવાઓની આયાત સ્થાનિક જહાજ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતી કોન્ટ્રાક્ટિંગ સેવાઓ કરતાં સસ્તી છે.
  3. સરકાર FOB દ્વારા આયાતની નીતિને સહકાર આપતી હોવા છતાં, વાસ્તવિકતા એ છે કે, ખાતરો અને કોલસા જેવી સુકી આયાતોનો મોટો જથ્થો GIF ધોરણે આયાત કરવાની અનુમતિ આપવામાં આવી છે. આયાત કરવામાં આવતા ક્રૂડનો લગભગ 35% જથ્થો પણ GIF ધોરણે લેવામાં આવે છે. આ બધા પરિબળોના કારણે ભારતીય કાર્ગોના પરિવહન બજારમાં ભાગ લેવાની તકો ઘટી જાય છે.
  4. વિદેશી સમકક્ષોની સરખામણીએ ભારતીય જહાજો ઓછા સ્પર્ધાત્મક હોવાના કારણે, રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુઝલ (ROFR) નીતિ ભારતીય ટનેજને વેગવાન બનાવવા માટે સમર્થ થઇ શકી નથી. ભારતીય રાષ્ટ્રીય જહાજ માલિક સંગઠન (INSA) દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, તેણે ROFR વ્યવસ્થાતંત્ર અંતર્ગત પ્રક્રિયા કરવામાં આવેલા 95% કિસ્સાઓમાં NOC ઇશ્યુ કર્યા છે. વધુમાં, ROFR લાભદાયી અને સફળ લાંબાગાળાના કરારો સુનિશ્ચિત કરતી નથી અને તે ફક્ત વિદેશી જહાજ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા દરો સાથે મેળ બેસાડવાની તક છે જેઓ ઓછા પરિચાલન ખર્ચના કારણે સ્પર્ધાત્મક લાભ ઉઠાવી રહી છે. ભારતીય જહાજો માટે રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુઝલની નીતિ જો ભારતીય જહાજોને વધારે સ્પર્ધાત્મક બનાવવામાં આવે તો જ લાભદાયી રહેશે.
  5. ભારતીય જહાજ ઉદ્યોગમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની નીતિની જરૂરિયાત એ પણ છે કે, મોટા રાષ્ટ્રીય કાફલાના કારણે આર્થિક, વ્યાપારિક અને વ્યૂહાત્મક લાભો ભારતને પ્રાપ્ત થશે. એક મજબૂત અને વૈવિધ્યપૂર્ણ સ્વદેશી જહાજોના કાફલાથી વિદેશી જહાજ કંપનીઓને માલસામાનના વહન માટેના બિલ પેટે વિદેશી હુંડિયામણની બચત તો કરી જ શકાશે, સાથે સાથે તેનાથી ભારતના મહત્વપૂર્ણ માલસામાનના પરિવહન માટે વિદેશી જહાજો પરની વધુ પડતી નિર્ભરતા પણ ઓછી કરી શકાશે. મોટા ભારતીય કાફલાના કારણે થનારા અન્ય લાભોમાં, ભારતીય સમુદ્રી નાવિકો માટે તાલીમમાં વૃદ્ધિ, ભારતીય સમુદ્રી નાવિકો માટે રોજગારીમાં વૃદ્ધિ, વિવિધ કરવેરાના કલેક્શનમાં વધારો, સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ અને બેંકો પાસેથી ભંડોળનું ઋણ લેવામાં વધારે સારું સામર્થ્ય વગેરે છે.
  6. સબસિડી સહાયતા ભારતીય જહાજ કંપનીઓને પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તેના કારણે, ભારતીય ફ્લેગ જહાજોમાં વધુ સરકારી આયાત થશે. વધુમાં, તેનાથી ભારતમાં વેપારી જહાજોને ફ્લેગ કરવા માટે વધુ આકર્ષી શકાશે કારણ કે વર્તમાન સમયમાં તુલનાત્મક રીતે ઉચ્ચ પરિચાલન ખર્ચને સબસિડીટ સહાયતા દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં ઓછો કરી શકાશે. આનાથી ફ્લેગિંગમાં વધારો થશે અને ભારતીય જહાજોમાં રોકાણ કરવા માટે ભારતીય કાર્ગોના ઍક્સેસને લિંક કરશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1735480) Visitor Counter : 345