સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

મંત્રીમંડળે કેન્દ્રીય સૂચિમાં અન્ય પછાત વર્ગોમાં પેટા-વર્ગીકરણના મુદ્દાને તપાસવા માટે બંધારણની કલમ 340 હેઠળ બનાવવામાં આવેલા આયોગના કાર્યકાળમાં વધારાને મંજૂરી આપી

Posted On: 14 JUL 2021 4:23PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની બેઠકમાં આજે કેન્દ્રીય સૂચિમાં અન્ય પછાત વર્ગોમાં પેટા-વર્ગીકરણના મુદ્દાને તપાસવા માટે બંધારણની કલમ 340 હેઠળ બનાવવામાં આવેલા આયોગના કાર્યકાળના 31 જુલાઈ, 2021 પછીના 6 મહિના એટલે કે 31 જાન્યુઆરી, 2022 સુધીના અગિયારમાં વિસ્તરણને મંજૂરી આપી છે.

લાભ:

કાર્યકાળના સૂચિત વિસ્તરણ અને તેના સંદર્ભની શરતોમાં વધારો "આયોગ" ને વિવિધ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી ઓબીસીના પેટા-વર્ગીકરણના મુદ્દા પર એક વ્યાપક અહેવાલ રજૂ કરવા માટે સક્ષમ બનાવશે.

અમલીકરણ સૂચિ:

આયોગની મુદત 31.07.2021થી 31.01.2022 6 મહિના સુધી વધારવાનો આદેશ રાષ્ટ્રપતિની મંજૂરી સાથે સૂચિત કરવામાં આવશે.

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1735437) Visitor Counter : 212