વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

ભારતના ઇતિહાસમાં કોઈ પણ ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધી ચીજવસ્તુઓની સૌથી વધુ નિકાસ થઈ (2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા, 95 અબજ ડોલર)


વર્ષ 2021-22માં ભારતે ચીજવસ્તુઓની નિકાસનો લક્ષ્યાંક 400 અબજ ડોલરનો નિર્ધારિત કર્યો

કોવિડ-19 છતાં શ્રમસંચાલિત ક્ષેત્રો (ઇજનેરી ચીજવસ્તુઓ, ચોખા, દરિયાઈ ઉત્પાદનો વગેરે)ની નિકાસમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી

2020-21માં અત્યાર સુધીનું સૌથી વધુ એફડીઆઈ 8.172 અબજ ડોલર મળ્યું

ડીપીઆઇઆઇટી દ્વારા માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 50,000 થઈ, જે 623 જિલ્લાઓમાં પથરાયેલા છે

શ્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, “દુનિયા ભારતને વિશ્વસનિય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે જુએ છે”

Posted On: 02 JUL 2021 5:16PM by PIB Ahmedabad

કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ, રેલવે અને ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયૂષ ગોયલે આજે વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન)માં વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની ઉપલબ્ધિઓ પ્રસ્તુત કરવા એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મંત્રાલયે કેવી રીતે નાણાકીય વર્ષ 2021-22 માટે 400 અબજ ડોલરના નિકાસનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ચોક્કસ ક્ષેત્ર માટેના હસ્તક્ષેપો, તમામ હિતધારકોની ભાગીદારી અને સંપૂર્ણપણે સરકારની કામગીરીથી વૃદ્ધિને કેવી રીતે મદદ મળી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રક્રિયાઓનું સરળીકરણ, સમયમર્યાદાઓ અને લાઇસન્સનું એક્ષ્ટેન્શન તમામ પગલાંઓને પરિણામે નિકાસની રેકોર્ડ કામગીરી થઈ છે. માટે તેમણે આદરણીય પ્રધાનમંત્રી મોદીજીનો મોખરે રહીને નેતૃત્વ કરવા બદલ અને યુનિયન બજેટ પછી વિવિધ વેબિનાર મારફતે વિવિધ હિતધારકો સાથે ચર્ચા કરવા અને તેમની શ્રેષ્ઠ કામગીરીઓ કરવા માટે દરેકને પ્રોત્સાહન આપવા બદલ આભાર માન્યો હતો.

શ્રી પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, સેવા ક્ષેત્રની કામગીરી પણ ઉત્કૃષ્ટ રહી છે અને મહામારી વચ્ચે પણ ગયા વર્ષમાં સેવા ક્ષેત્રની નિકાસ વર્ષ 2019-20ના લગભગ 97 ટકાના સ્તરે પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, વિવિધ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી તેમને ખાતરી છે કે, સેવા ક્ષેત્રમાં 350 અબજ ડોલરની નિકાસ વર્ષ 2025 સુધીમાં હાંસલ થઈ શકશે, તથા ટૂંક સમયમાં વધીને 500 અબજ ડોલર પણ થઈ શકે છે.

પત્રકાર પરિષદમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સોમ પ્રકાશ અને શ્રી હરદીપ સિંઘ પુરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પછી વેપારવાણિજ્ય વિભાગ અને ડીપીઆઇઆઇટીના સચિવોએ મીડિયાને તેમના સંબંધિત વિભાગોની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી હતી.

ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી ચીજવસ્તુઓની નિકાસમાં ઊંચો વધારો

વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીજવસ્તુઓની નિકાસ અત્યાર સુધીની સૌથી વધુ વધીને 95 અબજ ડોલર થઈ છે, જે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે. વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાની નિકાસથી 85 ટકા વધારે છે અને 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળાની નિકાસથી 18 ટકા વધારે છે. 2018-19ના પ્રથમ ત્રિમાસિક ગાળાની નિકાસ (82 અબજ ડોલર)થી પણ 16 ટકા વધારે છે તથા 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળાની અગાઉની સૌથી વધુ નિકાસ (90 અબજ ડોલર)થી પણ વધારે છે.

શ્રમ આધારિત ક્ષેત્રોની નિકાસમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી

કેટલાંક શ્રમ સંચાલિત ક્ષેત્રોની નિકાસમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં એન્જિનિયરિંગ ચીજવસ્તુઓના ક્ષેત્રમાં નિકાસમાં 5.2 અબજ ડોલરનો વધારો થયો છે. રીતે મે, 2020થી અત્યાર સુધી ચોખાના નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ થઈ છે અને નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 37 ટકાનો વધારો થયો હતો.

એપ્રિલ, 2021માં દુનિયાના મોટા અર્થતંત્રોની સરખામણીમાં ભારતની નિકાસની કામગીરી

દુનિયાના મોટા અર્થતંત્રોની સરખામણીમાં ભારતે એપ્રિલ, 2020માં નિકાસની ઊંચી કામગીરી કરી હતી. એપ્રિલ, 2019ની સરખામણીમાં એપ્રિલ, 2021 દરમિયાન ભારતની નિકાસ યુરોપિયન યુનિયન, જાપાન, અમેરિકા, પ્રજાસત્તાક કોરિયા અને બ્રિટન જેવા મોટા વિકસિત અર્થતંત્રો કરતા વધારે હતી.

રેકોર્ડ એફડીઆઇ મળ્યું

ભારતને વર્ષ 2020-21માં અત્યાર સુધીનું સૌથી વધુ એફડીઆઈ 81.72 અબજ ડોલર મળ્યું હતું. નાણાકીય વર્ષ 2019-20માં પ્રાપ્ત થયેલા 74.39 અબજ ડોલરના એફડીઆઈથી 10 ટકા વધારે છે. એપ્રિલ, 2021માં 6.24 અબજ ડોલરના એફડીઆઈ સાથે સકારાત્મક વૃદ્ધિ જળવાઈ રહી છે, જે એપ્રિલ, 2020ની સરખામણીમાં 38 ટકા વધારે છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા

ડીપીઆઇઆઇટી દ્વારા માન્ય સ્ટાર્ટઅપ્સની સંખ્યા 50,000થી વધી ગઈ છે અને ભારતમાં 623 જિલ્લાઓમાં પથરાયેલા છે. સાથે વર્ષ 2020-21માં 16,000થી વધારે માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ દ્વારા આશરે 1.7 લાખ ઔપચારિક રોજગારીનું સર્જન થયું છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંથી અન્ય લાખોને લાભ થયો છે.

નીતિનિયમોના પાલનનાં ભારણમાં ઘટાડો

વેપારવાણિજ્ય  સરળ કરવા અને નીતિનિયમોના પાલનનું ભારણ ઘટાડવા પ્રથમ તબક્કામાં 6,246 પૂર્તતાઓ ઘટાડવામાં આવી છે. બીજા તબક્કામાં 3,177 પૂર્તતાઓ ઘટાડવામાં આવી છે. પ્રથમ તબક્કા માટેની સમયરેખા 31 માર્ચ, 2021 હતી અને બીજા તબક્કા માટેની 15 ઓગસ્ટ, 2021.

ઇન્વેસ્ટમેન્ટ ક્લીઅરન્સ સેલ

નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ મંજૂરીઓ અને સંમતિઓ મેળવવા વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ છે. સંકલનના પ્રથમ તબક્કામાં 43 વિભાગો/મંત્રાલયો અને 14 રાજ્યોની સિંગલ વિન્ડો સિસ્ટમને બોર્ડ પર લેવામાં આવી છે. લોંચ પૂર્વેનું વર્ઝન સઘન પરીક્ષણના તબક્કામાં છે અને અમે સોફ્ટ લોંચ માટે સજ્જ થઈ રહ્યાં છીએ.

છેલ્લે આદરણીય મંત્રીએ કહ્યું હતું કે, દુનિયા ભારતને વિશ્વસનિય અને ભરોસાપાત્ર પાર્ટનર તરીકે જુએ છે તથા સમયસર ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા ભારતની ક્ષમતામાં વધારે વિશ્વાસ ધરાવે છે. ચીજવસ્તુઓ અને સેવાઓએ વેગ પકડતાં રોજગારીની તકો મોટી સંખ્યામાં ઊભી થશે, અર્થતંત્ર મજબૂત થશે, આવકમાં વધારો થશે, તથા સરકાર વધારે અર્થપૂર્ણ રીતે વંચિત વર્ગોને મદદરૂપ થઈ શકશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732409) Visitor Counter : 344


Read this release in: English , Urdu , Marathi , Hindi