રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ આજે પૂણેમાં રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી

Posted On: 02 JUL 2021 6:12PM by PIB Ahmedabad

બંદરો, વહાણવટા અને જળમાર્ગો માટેના રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે રસી ઉત્પાદનની વધારે સમજ મેળવવા અને રસી ઉત્પાદનની સમીક્ષા કરવા માટે પૂણેમાં સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ફાર્માસ્યુટિકલ્સ વિભાગનાં સચિવ સુશ્રી એસ. અપર્ણા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રી માંડવિયાએ મહામારી દરમ્યાન સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાની અનુકરણીય ભૂમિકાની પ્રશંસા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર તમામને રસી સુનિશ્ચિત થાય એ માટે આપણા તમામ રસી વિક્સાવનારા અને રસી ઉત્પાદકોને મદદ માટે કટિબદ્ધ છે. તેમણે ઉત્પાદકો સાથે રસીના ઉત્પાદનને વધારવાની ચર્ચા પણ કરી હતી.

ત્યારબાદ, શ્રી માંડવિયાએ પૂણેના પિમ્પરીમાં હિંદુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ ખાતે આલ્કોહોલિક હૅન્ડ ડિસઇન્ફેક્ટન્ટના ઉત્પાદન માટેની અત્યાધુનિક સુવિધાનું પણ ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતમાં આવી સુવિધા ધરાવનાર એચએએલ એક માત્ર જાહેર ક્ષેત્રનું સાહસ છે. તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-19 સહિતના તમામ પ્રકારના ચેપ ઓછામાં ઓછા કરવા માટેનું આલ્કોહોલિક આધારિત હાથમાં ઘસવાનું આ હાથ માટેનું જંતુનાશક છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેને પ્રોપેનોલ બેઝ અને ઇથેનોલ બેઝમાં ફોર્મ્યુલેટ કરવામાં આવ્યું છે અને તમામ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા માટે બહુ અસરકારક જંતુનાશક છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1732380) Visitor Counter : 339