ગૃહ મંત્રાલય
નાગપુરની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એકેડમી ખાતે સિનિયર વહીવટી ગ્રેડ (એસએજી)માં ડાયરેક્ટરની એક પોસ્ટ ઉભી કરવા કેબિનેટની મંજૂરી
Posted On:
25 MAY 2021 1:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રિય કેબિનેટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એકેડમી, નાગપુર ખાતે એક સિનિયર વહીવટી ગ્રેડ (એસએજી)ના ડાયરેક્ટરની એક (01) પોસ્ટ ઉભી કરવા માટેની કેન્દ્રના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂર રાખ્યો હતો.
એનડીઆરએફ એકેડમી ખાતે ડાયરેક્ટરની આ જગ્યાની રચનાથી આ સંસ્થાના આદેશ અને અંકુશ એક વરિષ્ઠ અને અનુભવી અધિકારી પાસે સુનિશ્ચિત થશે જે ખાસ હેતુ માટે સંસ્થાને આદળ ધપાવશે અને તેનું સંચાલન કરશે. આ એકેડમી દર વર્ષે એનડીઆરએફ, એસડીઆરએફ, CDના સ્વંયસેવકો અને સાર્ક તથા અન્ય દેશની ડિઝાસ્ટર રિસ્પોન્સ સંસ્થાના મળીને 5000 કર્મચારીઓને તાલીમ આપે છે. આ ઉપરાંત તે સંબંધિત એકમોના હિસ્સેદારોની જરૂરિયાત અને જરૂરી પરિવર્તન માટેના તાલીમી પ્રોગ્રામને સુધારવા તથા તેની સમીક્ષા કરવા જેવી કામગીરી પણ અદા કરે છે. તેનાથી એનડીઆરએફ, એસડીઆરએફના કર્મચારીઓ તથા અન્ય હિસ્સેદારોના ડિઝાસ્ટર રિસ્પોન્સમાં તાલીમની ગુણવત્તાને પણ સુધારશે.
પૃષ્ઠભૂમિઃ
નેશનલ સિવિલ ડિફેન્સ કોલેજ (એનસીડીસી)માં વિલીનકરણ કરીને 2018માં નાગપુર ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી. એકેડમીનું મુખ્ય કેમ્પસ હાલમાં બાંધકામ હેઠળ છે અને તે પૂર્ણ થાય નહીં ત્યાં સુધી આ એકેડમીની કામગીરી એનસીડીસીના વર્તમાન કેમ્પસમાંથી થઈ રહી છે. હાલના તબક્કે આ એકેડમી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)/ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)/ સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો અને અન્ય હિસ્સેદારોને તાલીમ આપે છે અને તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તાલીમી સંસ્થાન બનાવવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. તે સાર્ક તથા અન્ય દેશના ડિઝાસ્ટર રિસ્પોન્સ કર્મચારીઓને પણ વિશેષ તાલીમ પૂરી પાડશે.
SD/GP/JD
(Release ID: 1721527)
Visitor Counter : 194