પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

“તૌક્તે” વાવાઝોડુ ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને 17મીની સાંજે ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચવાની અને 17 મેના રોજ રાત્રે (2000 – 2300 કલાકે, IST) પોરબંદર અને મહુવા વચ્ચેથી મહત્તમ 155-165 kmph ઝડપથી વધીને 185 kmph સુધીની ઝડપે પસાર થવાની શક્યતા

Posted On: 17 MAY 2021 1:39PM by PIB Ahmedabad

ભારતીય હવામાન વિભાગ (IMD)ના રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર અનુસારઃ (આગાહી બહાર પાડવાનો સમયઃ 1300 કલાક, તારીખઃ 17.05.2021, ભારતીય હવામાન વિભાગ)

 

પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું તૌક્તે (તાઉતે તરીકે ઉચ્ચાર): ગુજરાત અને દીવના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાત વાવાઝોડાની ચેતવણી અને જમીન વિસ્તારમાં ટકરાયા પછીનું પરિદૃશ્ય (રેડ સંદેશ) 

પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં ગઇકાલનું ખૂબ તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને તેની ગતિ વધી રહી હોવાથી આજે એટલે કે 17.5.2021ના રોજ વહેલી સવારે (IST અનુસાર 0530 કલાકે) અત્યંત તીવ્ર વાવાઝોડામાં ફેરવાઇ ગયું છે. આ વાવાઝોડું પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં મુંબઇથી અંદાજે 150 કિમી દૂર પશ્ચિમમાં, દીવથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં 220 કિમી દૂર, વેરાવળ (ગુજરાત)થી દક્ષિણ પૂર્વ દિશામાં 260 કિમી દૂર અને કરાચી (પાકિસ્તાન)થી પૂર્વ-દક્ષિણ પૂર્વ દિશામાં 490 કિમી દૂર 18.8°N અક્ષાંશ અને 71.5°E રેખાંશ પર છે.

આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે અને 17મેના રોજ સાંજે ગુજરાતના દરિયા કિનારા પર ત્રાટકશે અને 155-165 કિ.મી પ્રતિ કલાકથી વધીને 185 કિ.મી. પ્રતિકલાક સુધીની ઝડપે મહત્તમ પવન સાથે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે 17મી મેના રોજ રાત્રે (ભારતીય સમય અનુસાર 2000 - 2300 કલાક) દરમિયાન પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લા) વચ્ચે ગુજરાતના દરિયા કાંઠા પરથી પસાર થશે.

વાવાઝોડાની આગાહી અને તેની તીવ્રતાની વિગતો નીચેના કોષ્ટકમાં આપી છેઃ

 

તારીખ/સમય (IST)

સ્થિતિ

(અક્ષાંશ 0N/ રેખાંશ 0E)

સપાટી પર મહત્તમ ટકી શકે તેવી પવનની ગતિ (kmph)

ચક્રાવાતી ડિસ્ટર્બન્સની શ્રેણી

17.05.21/0830

18.8/71.5

180-190 થી વધીને 210 સુધી

અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું

17.05.21/1130

19.2/71.4

180-190 થી વધીને 210 સુધી

અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું

17.05.21/1730

20.2/71.1

170-180 થી વધીને 200 સુધી

અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું

17.05.21/2330

21.0/71.1

150-160 થી વધીને 175 સુધી

ખૂબ તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું

18.05.21/0530

21.9/71.3

110-120 થી વધીને 130 સુધી

તીવ્ર ચક્રાવાતી વાવાઝોડું

18.05.21/1730

23.5/71.9

70-80 થી વધીને 90 સુધી

ચક્રાવાતી વાવાઝોડું

19.05.21/0530

25.2/72.8

40-50 થી વધીને 60 સુધી

ડિપ્રેશન

 

ચેતવણીઓ:

  1. વરસાદ:
  • કોંકણ અને તેની સાથે જોડાયેલો મધ્ય મહારાષ્ટ્રનો પ્રદેશ: 17 મેના રોજ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટા છવાયા સ્થાનો ઉપર ખૂબ ભારે પવનથી અત્યંત ભારે વરસાદ અને 18 મેના રોજ ઉત્તર કોંકણ ઉપર છૂટાછવાયા સ્થાનો પર ભારે વરસાદ થઇ શકે છે.
  • ગુજરાત: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દીવ અને આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થાનોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને 18 મેના રોજ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સમાન સમયગાળા દરમિયાન કચ્છના છુટા છવાટા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
  • રાજસ્થાન: 18ના રોજ દક્ષિણ રાજસ્થાનમાં ઘણા સ્થળોએ હળવોથી ભારે વરસાદ પડવાની તેમજ કેટલાક છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને 19 મેના રોજ રાજસ્થાનમાં કેટલાક છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

(ii) પવન અંગે ચેતવણી

  • આગામી છ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય અરબ સમુદ્ર ઉપર વાવાઝોડાના તોફાની પવનની ઝડપ 180-190 કિ.મી. પ્રતિ કલાકથી વધીને 210 કિ.મી. પ્રતિ કલાક પર પહોંચવાની સંભાવના છે.
  • 17 મે રોજ મહારાષ્ટ્રના દરિયાકાંઠા અને નજીકના વિસ્તારોમાં વાવાઝોડાના તોફાની પવનની ઝડપ 80-90 કિ.મી. પ્રતિ કલાકથી વધીને 100 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે અને ત્યારબાદ ધીરે-ધીરે ઘટાડો થશે.
  • ઉત્તર-પૂર્વ અરબ સમુદ્રના નજીકના વિસ્તારો ઉપર વાવાઝોડાના તોફાની પવનની ઝડપ 90-100 કિ.મી. પ્રતિ કલાકથી વધીને 110 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચશે. 17મીથી વધીને ત્યારપછીના 06 કલાક સુધી વાવાઝોડાના પવનની ઝડપ 170-180 કિ.મી. પ્રતિ કલાકથી વધીને 200 કિ.મી.  પ્રતિ કલાક સુધી થઇ શકે છે અને ત્યારબાદ તેમાં ઘટાડો થશે.
  • દક્ષિણ ગુજરાત અને દમણ અને દીવના દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારો ઉપર 70-80 કિ.મી.થી વધીને 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાનો તોફાની પવન ફૂંકાશે. આજે રાત્રીથી 18મીએ વહેલી સવાર સુધીમાં ગુજરાત દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારોમાં (અમરેલી, ભાવનગર), જુનાગઢ, ગીર સોમનાથમાં તોફાની પવન વાવાઝોડુ બનીને 155-165 કિ.મી પ્રતિકલાકથી વધીને 185 કિ.મી. પ્રતિકલાક સુધી પવન ફૂંકાશે. આ ઉપરાંત, 17મીની સાંજથી 18મીની વહેલી સવાર સુધીમાં ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, પોરબંદર ઉપર 120-140 કિ.મી. પ્રતિ કલાકથી વધીને 165 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, ખેડા જિલ્લામાં 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને 120 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 17મીની સાંજથી 18મી સુધીમાં દાદરા, નગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, સુરત, સુરેન્દ્રનગર જિલ્લામાં 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

 

(iii) દરિયાની પરિસ્થિતિ

  • અરબ સમુદ્રની પૂર્વ મધ્ય અને નજીકના ઉત્તર પૂર્વ વિસ્તારો ઉપર 18 મેના રોજ સવાર સુધીમાં સમુદ્રી પરિસ્થિતિ અસાધારણ રહેશે અને ત્યારબાદ ધીરેધીરે તેમાં સુધારો થશે.
  • આગામી 12 કલાક દરમિયાન મહારાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારો ઉપર ભારેથી અતિ ભારે સમુદ્રીની પરિસ્થિતિ સર્જાશે અને ત્યારબાદ તેમાં સુધારો થશે.
  • દક્ષિણ ગુજરાત, દમણ, દીવ, દાદરા અને નગર હવેલીના દરિયાકાંઠા ઉપર અને તેની નજીકના વિસ્તારોમાં આગામી છ કલાક દરમિયાન ખૂબ જોખમી પરિસ્થિતિની સંભાવના અને ત્યારબાદ 18 મે સુધીમાં તેમાં ધીરે ધીરે સુધારો જોવા મળશે.

(iv) વાવાઝોડાના કારણે દરિયામાં મોજાંની ચેતવણી

  • ગુરુત્વાકર્ષીય ભરતી ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરતીનું મોજું નીચે મુજબ જોવા મળે તેવી સંભાવના છેઃ

આણંદ અને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર ઉપર આશરે 3-4 મીટર, ભરૂચ અને અમદાવાદના અમુક ભાગ ઉપર 2-3 મીટર, સુરત, નવસારી, વલસાડ ઉપર 1-2 મીટર અને વાવાઝોડાના જમીન ઉપર આગમન દરમિયાન ગુજરાતના બાકીના દરિયાકાંઠા જિલ્લાઓમાં 0.5 - 1 મીટર ઊંચા મોજાઓ ઉછળવાની સંભાવના છે.

  1. માછીમારોને ચેતવણી
  • પૂર્વ મધ્ય અરબ સમુદ્ર, ઉત્તર પૂર્વ અરબ સમુદ્ર અને આસપાસના વિસ્તારો, ગુજરાતનો સમુદ્રી વિસ્તાર, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના દરિયાકાંઠાના વિસ્તારમાં 18 મેના રોજ બપોર સુધી માછીમારીની કામગીરી સંપૂર્ણ સ્થગિત રાખવી.
  • માછીમારોને પૂર્વ મધ્ય અરબ સમુદ્રની આસપાસ, મહારાષ્ટ્ર – ગોવામાં દરિયાકાંઠાનો વિસ્તાર અને ઉત્તર પૂર્વ અરબ સમુદ્ર તેમજ ગુજરાતમાં સમુદ્રી વિસ્તાર, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી દરિયાકાંઠા વિસ્તારમાં 18 મેના રોજ બપોર સુધી કોઇપણ પ્રકારે સાહસ ના ખેડવાની સલાહ આપવામાં આવે છે.
  • જેઓ ઉત્તર અરબ સમુદ્રમાં જવા નીકળી ગયા છે તેમને દરિયાકાંઠા વિસ્તારમાં પરત આવવાની સલાહ આપવામાં આવે છે.

(vi) (A) દીવ, અમરેલી અને જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ અને ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાનની સંભાવના:

  • કાચા મકાનો/ ઝૂંપડાને સંપૂર્ણ નુકસાન થવાની શક્યતા છે. પાકા મકાનોને અમુક હદે નુકસાન થઇ શકે છે. કેટલીક વસ્તુઓ હવામાં ઉડતી આવવાથી નુકસાન થઇ શકે છે.
  • વીજળી અને સંદેશાવ્યવહારના થાંભળા વળવાની અથવા મૂળમાંથી ઉખડી જવાની શક્યતા છે.
  • કાચા અને પાકા માર્ગોને મોટું નુકસાન થઇ શકે છે. માર્ગો પૂરમાં ધોવાઇ શકે છે. રેલવે અને ઓવરહેડ પાવર લાઇન તેમજ સિગ્નલ સિસ્ટમને નજીવું નુકસાન થઇ શકે છે.
  • મીઠાના અગર અને ઉભા પાકને વ્યાપક નુકસાન થઇ શકે છે, મોટા વૃક્ષો ધરમૂળમાંથી ઉખડી શકે છે.
  • નાની હોડીઓ, કન્ટ્રી ક્રાફ્ટ્સ લંગરથી છૂટી પડી શકે છે.
  • દૃશ્યતા પર ખૂબ તીવ્ર અસર પડી શકે છે.

(B) ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર, રાજકોટ અને મોરબી, વલસાડ, સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં નુકસાન થવાની સંભાવના:

  • કાચા મકાનો/ ઝૂંપડાને મોટું નુકસાન થવાની શક્યતા છે. મકાનોની કાચી છત ઉડી શકે છે. મકાનો અને શેડ્સ પરથી ધાતુના છાપરા હવામાં ઉડી શકે છે.
  • વીજળી અને સંદેશાવ્યવહારની લાઇનોને નજીવું નુકસાન થઇ શકે છે.
  • કાચા અને કેટલાક પાકા માર્ગોને મોટું નુકસાન થવાની સંભાવના છે. પૂરમાં માર્ગો ધોવાઇ શકે છે.
  • ઝાડની ડાળીઓ તુટી પડવાની, ધરમૂળમાંથી વૃક્ષો પડી જવાની શક્યતા છે. કેળા અને પપૈયાના ઝાડને સામાન્ય નુકસાન થઇ શકે છે. વૃક્ષોની લાંબી ડાળીઓ તુટી શકે છે.
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે.
  • પાળા/ મીઠાના અગરને નુકસાન થઇ શકે છે.

(vii) સૂચિત પગલાં:

  • સંવેદનશીલ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવું.
  • માછીમારી કામગીરી સંપૂર્ણ બંધ રાખવી
  • રેલ અને જમીન માર્ગના ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવું.
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ ઘરમાં જ રહેવું.
  • મોટરબોટ્સ અને નાના વહાણમાં મુસાફરી કરવી અસલામત છે.

 

(viii) ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જમીન પર વાવાઝોડું ટકરાયા પછીનું પરિદૃશ્ય (ઉપર ચેતવણી માટે જે જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સિવાયના જિલ્લા):

સમગ્ર ગુજરાતમાં જમીન વિસ્તારમાં વાવાઝોડું ટકરાયા પછી તે ઉત્તર-ઉત્તર પૂર્વ દિશા તરફ ફંટાય તેવી શક્યતા છે અને ત્યારબાદ તે ધીમે ધીમે નબળું પડી શકે છે. 18મેની સાંજ સુધી વાવાઝોડાની તીવ્રતા જળવાશે અને તે પછી નબળું પડશે અને દક્ષિણ રાજસ્થાનમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે.

આ વાવાઝોડાના પ્રભાવ હેઠળ, ગુજરાતના આંતરિક જિલ્લાઓમાં 17મી અને 18મીના રોજ બપોર પછી તેમજ દક્ષિણ રાજસ્થાનમાં 18 મેના રોજ ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

18 મેના રોજ ગુજરાતના આંતરિક જિલ્લાઓમાં નુકસાનની સંભાવના (ઉપર ચેતવણી માટે જે જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સિવાયના જિલ્લા):

 (i) વીજળી અને સંદેશાવ્યવહારની લાઇનોમાં સામાન્ય નુકસાન. (ii) કાચા અને કેટલાક પાકા રસ્તાઓમાં મોટું નુકસાન (iii) વૃક્ષોની ડાળીઓ પડી જવાની, ધરમૂળમાંથી નાના વૃક્ષો ઉખડી જવાની સંભાવના (iv) કેળા અને પપૈયાના ઝાડને નુકસાન થવાની સંભાવના (v) અસરગ્રસ્ત લોકોએ ઘરમાં જ રહેવું.

સિસ્ટમ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિત ધોરણે માહિતી આપવામાં આવી રહી છે.

નિયમિત અપડેટ્સ માટે કૃપા કરીને www.rsmcnewdelhi.imd.gov.in અને www.mausam.imd.gov.in ની મુલાકાત લો.

 

(ગ્રાફિકમાં વિગતો માટે કૃપા કરીને અહીં ક્લિક કરો)

SD/GP/JD

 

 

 


(Release ID: 1719316) Visitor Counter : 389


Read this release in: English , Urdu , Hindi