સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17.56 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 72 લાખ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના વધુ 46 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 09 MAY 2021 11:37AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકારની પાંચ મુદ્દાની વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન ઘટકની રચના કરે છે (અન્ય ચાર મુદ્દા ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન છે).

કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી અમલ કરવામાં આવ્યો છે. નવા પાત્રતા ધરાવતા વયજૂથના લાભાર્થીઓ માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજથી શરૂ કરી દેવામાં આવી છે. સંભવિત લાભાર્થીઓ સીધા જ CoWINના પોર્ટલ (cowin.gov.in) પર જઇને અથવા આરોગ્ય સેતૂ એપ્લિકેશનના માધ્યમથી રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે.

ભારત સરકારે આજદિન સુધીમાં રસીના 17.56 કરોડ કરતાં વધારે (17,56,20,810) ડોઝ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 16,83,78,796 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

કોવિડની રસીના 72 લાખ કરતાં વધારે ડોઝ (72,42,014) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે ઉપલબ્ધ છે. નેગેટિવ બેલેન્સ સાથેના રાજ્યો વપરાશ (બગાડ સહિત)ની સરખામણીએ રસીના પૂરવઠાની સંખ્યા ઓછી બતાવી રહ્યાં છે કારણ કે તેમણે સશસ્ત્ર દળોને પૂરો પાડવામાં આવેલો રસીનો જથ્થો સાથે ગણ્યો નથી.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 46 લાખ કરતાં વધારે (46,61,960) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TX1M.jpg

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WV1V.jpg

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UJ4X.jpg

 

 

 

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004AJE7.jpg

SD/GP/JD

 


(Release ID: 1717224) Visitor Counter : 254