વહાણવટા મંત્રાલય

વોટર ટેક્ષી અને રોપેક્સ ફેરી ટૂંક સમયમાં મુંબઈના પરિવહનનો ભાગ બનશે


12 રુટ પર વોટર ટેક્ષી અને 4 નવા રુટ પર રોપેક્સ સર્વિસ ટૂંક સમયમાં શરૂ થશે

Posted On: 07 APR 2021 3:38PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રના મુંબઈ માટે શહેરી જળ પરિવહન પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, મુંબઈ પોર્ટના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડના અધિકારીઓ તથા અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પર્યાવરણને અનુકૂળ જળ પરિવહનને પ્રોત્સાહન આપવા તથા મુંબઈ મહાનગરના ગીચ માર્ગો પર ટ્રાફિક લોડ ઘટાડવા રોપેક્સ ફેરી સેવાઓ માટે 4 નવા રુટ અને વોટર ટેક્ષીના 12 નવા રુટની યોજના બનાવવામાં  આવી છે. આ તમામ રુટ ડિસેમ્બર, 2021 સુધીમાં કાર્યરત થશે.

અત્યારે ભઉચા ઢક્કા (ફેરી વ્હોર્ફ)થી માંડવા (અલીબાગ) સુધી રોપેક્સ (રોલ-ઓન/રોલ-ઓફ પેસેન્જર) ફેરી સર્વિસ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેના પગલે જળમાર્ગોનો ઉપયોગ થવાથી 110 કિલોમીટરની માર્ગની સફર ઘટીને આશરે 18 કિલોમીટરની થઈ છે. પરિણામે દરરોજ અવરજવર કરતા લોકો માટે પ્રવાસનો સમય આશરે 3થી કલાકમાંથી ઘટીને ફક્ત એક કલાક થઈ ગયો છે. આ ફેર સર્વિસના વિવિધ લાભો મળ્યા પછી મુંબઈમાં અન્ય વિવિધ રુટ પર આ જ પ્રકારની સેવાઓની યોજનાઓને કાર્યરત કરવામાં આવશે. નવા રુટની વિગતો નીચે મુજબ છેઃ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DQBE.png

મૂળ સ્થાન

મુકામ

જળમાર્ગો દ્વારા અંતર

( સમય)

માર્ગ દ્વારા અંતર

( સમય)

રોપેક્સ ટર્મિનલ

(ફેરી વ્હોર્ફ)

નેરુલ

(સિડકો)

24 કિલોમીટર

(1 કલાક)

34 કિલોમીટર

(1.25 કલાક)

રોપેક્સ ટર્મિનલ

(ફેરી વ્હોર્ફ)

કાશિદ

(એમએમબી)

60 કિલોમીટર

(2 કલાક)

134 કિલોમીટર

(3 કલાક 30 મિનિટ)

રોપેક્સ ટર્મિનલ

(ફેરી વ્હોર્ફ)

મોરા

(એમએમબી)

10 કિલોમીટર

(30 મિનિટ)

60 કિલોમીટર

(1 કલાક 30 મિનિટ)

કારંજ

રેવાસ

(એમએમબી)

3 કિલોમીટર

(15 મિનિટ)

70 કિલોમીટર

(1 કલાક 30 મિનિટ)

 

 

 

 

 

 

વોટર ટેક્ષી માટે 12 રુટની વિગત:

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WPWD.png

 

 

મૂળ સ્થાન

મૂકામ

જળમાર્ગ દ્વારા અંતર

( સમય) મહત્તમ @30 કિલોમીટર

Distance by Road

( Time)

Min Time

ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ (ડીસીટી)

નેરુલ

19 કિલોમીટર

(40 મિનિટ)

34 km

(1hr 15 min)

ડીસીટી

બેલાપુર

20 કિલોમીટર

(45 મિનિટ)

40 km

(1 hr)

ડીસીટી

વાશી

23 કિલોમીટર

( 40 મિનિટ)

28 km

(40 mins)

ડીસીટી

ઐરોલી

34 કિલોમીટર

( 1 કલાક 15 મિનિટ)

34 km

(1hr 15 min)

ડીસીટી

રેવાસ

(તૈયાર)

18 કિલોમીટર

(1 કલાક 15 મિનિટ)

110 km

(2hr 45 min)

ડીસીટી

કરંજા

(તૈયાર)

  1. કિલોમીટર

( 1 કલાક 15 મિનિટ)

70 km

(2 hrs)

ડીસીટી

ધરમ્તાર

(તૈયાર)

40 કિલોમીટર

(1 કલાક 30 મિનિટ)

83 km

(2hr15 mins)

ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ (ડીસીટી)

કાન્હોજી આંગ્રે સ્ટેન્ડ

19 કિલોમીટર

(40 મિનિટ)

 

બેલાપુર

થાણે

25 કિલોમીટર

(20 મિનિટ)

25km

(1 hr)

બેલાપુર

ગેટવે ઓફ ઇન્ડિયા

23 કિલોમીટર

(20 મિનિટ)

38 km

(1hr 20mins)

વાશી

થાણે

12 કિલોમીટર

(15 મિનિટ)

20 km

(45 min)

વાશી

ગેટવે ઓફ ઇન્ડિયા

25 કિલોમીટર

(20 મિનિટ)

28 km

(1hr15mins)

 

રોપેક્સ ફેરીના 4 નવા રુટ અને વોટર ટેક્ષીના 12 રુટની શરૂઆત મુંબઈમાં દરરોજ અવરજવર કરતા લોકો માટે મોટા આશીર્વાદરૂપ પુરવાર થશે. એના પરિણામે પ્રદૂષણમુક્ત, શાંત અને સમય બચાવતી સફરની તક મળશે તેમજ પ્રવાસનો સમય અને કાર્બનના ઉત્સર્જનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે. વળી મુંબઈ મહાનગરના વિવિધ પટ્ટાઓ પર સતત વધી રહેલા પ્રવાસીઓ અને દરરોજ અવરજવર કરતાં લોકોની જરૂરિયાત પણ પૂર્ણ થશે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, નવા જળમાર્ગીય રુટ્સ કાર્યરત કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જળમાર્ગોની ક્ષમતાનો ઉપયોગ કરવાની અને દેશના આર્થિક વિકાસ સાથે તેને સંકલિત કરવાની દિશામાં એક મોટું પગલું છે. એનાથી દરિયાકિનારો ધરાવતા તમામ રાજ્યોમાં અન્ય અનેક રુટ પર આ પ્રકારની રોપેક્સ સેવાઓ અને વોટર ટેક્ષી સેવાઓની ઇકોસિસ્ટમ અને નેટવર્ક ઊભું કરવા નવી તકો અને નવા વિકલ્પો ઊભા થશે.

SD/GP/JD



(Release ID: 1710172) Visitor Counter : 269


Read this release in: English , Urdu , Hindi , Marathi