જળશક્તિ મંત્રાલય

જળ સ્ત્રોતોના ક્ષેત્રે ભારત અને જાપાન વચ્ચે સહયોગના કરાર (MoC) ઉપર થયેલા હસ્તાક્ષરને મંત્રીમંડળની મંજૂરી

Posted On: 23 MAR 2021 3:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના જળ સ્ત્રોત, નદી વિકાસ  અને ગંગા કાયાકલ્પ વિભાગ તથા જાપાનના  જમીન અને  માળખાકીય સુવિધાઓ, પરિવહન અને પ્રવાસન મંત્રાલયના વૉટર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ બ્યુરો સાથે થયેલા સહયોગના કરાર (MoC) અંગે જાણકારી  આપવામાં આવી  હતી.

ફાયદા :

સહયોગના આ કરાર (MoC)   ઉપર  પાણી અને ડેલ્ટા મેનેજમેન્ટ અને વૉટર ટેકનોલોજીના ક્ષેત્રે માહિતી, જાણકારી, ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક બાબતો સંબંધિત અનુભવોના આદાન પ્રદાનમાં વધારો કરવાની સાથે  સાથે બંને દેશો વચ્ચે સંયુક્ત પ્રોજેકટના અમલીકરણ અંગે લાંબા ગાળાનો સહયોગ હાથ ધરવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ એમઓસી જળ સુરક્ષિતતા, સુધારાત્મક સિંચાઈ સુવિધા અને જળ સ્ત્રોત વિકાસમાં સાતત્યતામાં મદદરૂપ થશે.

SD/GP/JD



(Release ID: 1706950) Visitor Counter : 205