યુવા બાબતો અને રમત મંત્રાલય

ભારત અને માલદિવ્ઝ વચ્ચે રમત અને યુવા બાબતોના સહયોગ માટે સમજૂતિના કરાર

Posted On: 16 MAR 2021 4:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય તથા રિપબ્લિક ઓફ માલદિવ્ઝના યુવા રમત અને સામુદાયિક સશક્તિકરણ સાથે  થયેલા  સમજૂતિના કરાર અંગે જાણ  કરવામાં આવી હતી. નવેમ્બર 2020માં સમજૂતિના આ કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા.

ઉદ્દેશોઃ

રમત અને  યુવા બાબતોના ક્ષેત્રે ભારત અને માલદિવ વચ્ચે કરાયેલા દ્વિપક્ષી કરારથી રમતવીરોને સ્પોર્ટસ, સાયન્સ, સ્પોર્ટ મેડીસીન, કોચીંગ ટેકનિક્સ, યુથ ફેસ્ટીવલ્સ અને શિબીરોમાં સામેલગિરીમાં સહાય થશે અને જ્ઞાનનો વિસ્તાર તથા નિપુણતાને કારણે આપણાં રમતવીરોના ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટસના દેખાવમાં સુધારો થશે તેમજ ભારત અને માલદિવ્ઝ વચ્ચે દ્વિપક્ષી સંબંધો મજબૂત થશે.

ફાયદાઃ

માલદિવ્ઝ સાથે રમત અને યુવા બાબતોના ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગના કારણે  થતા લાભ કોઈ પણ  જ્ઞાતિ, પંથ, ધર્મ અને જાતિના ભેદભાવ વગર તમામ રમતવીરોને એકસરખી રીતે લાગુ પડશે.

****

SD/GP/DK



(Release ID: 1705195) Visitor Counter : 136