કૃષિ મંત્રાલય

ભારતીય કૃષિને આત્મનિર્ભર બનાવવામાં મહિલા ખેડૂતોનું યોગદાન મહત્ત્વનું!: શ્રી પુરુષોત્તમ રૂપાલા


મહિલાઓ વિના સંસ્કારી સમાજની કલ્પના ન થઈ શકે: શ્રી કૈલાશ ચૌધરી

Posted On: 08 MAR 2021 4:28PM by PIB Ahmedabad

ધી ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હીએ આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2021’ વર્ચ્યુઅલી ઉજવ્યો હતો, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ધ્યાન ખેંચ્યું કે માનવ જીવનના વિવિધ મોરચે મહિલાઓનાં મહત્ત્વનાં  યોગદાનને ઉજવવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તેમણે જીવનનાં દરેક પાસાંમાં મહિલાઓને સશક્ત બનાવવાના હેતુવાળી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.  વિજ્ઞાન, રાજનીતિ, ઇજનેરી, ઔષધિ, કળા, રમતો, શિક્ષણ, કૃષિ અને સૈન્ય વગેરે જીવનનાં તમામ કાર્ય ક્ષેત્રમાં ‘'#Naari Shakti પુરુષો સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરી રહી છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાશ ચૌધરીએ કહ્યું હતું કે સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પહેલ કરનાર અગ્રણી થઈ છે અને ભાર મૂક્યો હતો કે કૃષિ અને ખેતીવાડી ક્ષેત્રે મહિલાઓનું યોગદાન પ્રશંસનીય છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મહિલાઓનાં કઠોર પરિશ્રમથી દેશને એમનાં પર ગર્વ છે. શ્રી ચૌધરીએ પ્રધાનમંત્રીની વિવિધ મહિલા કેન્દ્રી લાભકર્તા યોજનાઓ જેવી કે ‘‘બેટી બચાવો, બેટી પઢાઓ,વર્ણવી હતી, આ યોજનાઓનો હેતુ મહિલાઓને વિવિધ મોરચે સન્માનનીય અને સ્વાવલંબી જીવન માટે મદદ કરીને સશક્તીકરણ કરવાનો હેતુ ધરાવે છે. મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો કે ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાકાર કરવામાં મહિલાઓની ભૂમિકા અગત્યની છે.

ડૉ. ત્રિલોચન મોહપાત્રા, સચિવ (ડીએઆરઈ) અને ડિરેક્ટર જનરલે (આઇસીએઆર) કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ કરવામાં મહિલાઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ મદદ કરી રહ્યું છે. ડિરેક્ટર જનરલે કહ્યું હતું કે ખેતીવાડી અને કૃષિ ક્ષેત્રે કાઉન્સિલ મહિલા નેતૃત્વનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે. ડૉ. મોહપાત્રાએ મહિલાઓને ભારતીય કૃષિની કરોડરજ્જુ સમાન ગણાવ્યાં હતાં.

મધ્ય પ્રદેશનાં ધારાસભ્ય શ્રીમતી અર્ચના ચિટનિસે ભાર મૂક્યો હતો કે જીવનના દરેક કાર્ય ક્ષેત્રમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકાઓ અદા કરે છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સમાજની ખરી મશાલચી છે. શ્રીમતી ચિટનિસે કૃષિમાં સંકળાયેલી મહિલાઓ દેશનું ભવિષ્ય હોય, એમની પોષણ સંબંધી સલામતી સુનિશ્ચિત કરવા તરફ ધ્યાન ખેંચ્યું હતું. આવી મહિલાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

આ અગાઉ, આઇસીએઆરના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ સંબંધી વિભાગ), ડૉ. અશોક કુમાર સિંહે પોતાના સ્વાગત સંબોધનમાં કૃષિ પદ્ધતિઓમાં મહિલાઓનાં યોગદાનને અજેય ગણાવ્યું હતું. ડૉ. સિંહે ભાર મૂક્યો હતો કે આ વર્ષનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો સંયુક્ત રાષ્ટ્રોનો વિષય ‘ નેતૃત્વમાં મહિલાઓ- કોવિડ-19 વિશ્વમાં સમાન ભાવિ હાંસલ કરવું’ એ છે તેમ છતાં કાઉન્સિલે કૃષિમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવા માટે વિષય ‘ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ- કૃષિમાં મહિલા નેતૃત્વ: ઉદ્યોગ સાહસિકતા, સમાનતા અને સશક્તિકરણ’  રાખ્યો છે.

વિવિધ મહિલાઓને કૃષિ અને ખેતીવાડીના ક્ષેત્રોમાં એમનાં અજોડ યોગદાન માટે સન્માનિત પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા આઇસીએઆરના વિવિધ પ્રકાશનોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડાયેક્ટર્સ જનરલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સ જનરલ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને આઇસીએઆર સંસ્થાઓના વડાઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

 

SD/GP/JD

 



(Release ID: 1703398) Visitor Counter : 284