વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
સરકારે જમ્મુ અને કાશ્મીરના ઔદ્યોગિક વિકાસ માટે કેન્દ્રિય ક્ષેત્રની યોજનાઓને મંજૂરી આપી
કોઈ ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના બ્લોક સ્તર સુધી લઈ જવાતી હોય તેવી સૌ પ્રથમ ઘટના
કુલ રૂ.28.400 કરોડની આ યોજના વર્ષ 2037 સુધી અમલમાં રહેશે
આ યોજનાથી નવાં મૂડીરોકાણો આકર્ષાવાની સાથે સાથે જમ્મુ - કાશ્મીરના હયાત ઉદ્યોગોને પાંચ ટકાના દરે પાંચ વર્ષ માટે કાર્યકારી મૂડીનો સહયોગ પૂરો પાડીને તેમનું સંવર્ધન કરાશે
યોજનાનો મુખ્ય હેતુ રોજગાર નિર્માણનો છે, જે આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસ તરફ દોરી જશે
જમ્મુ અને કાશ્મીરમાં મેન્યુફેકચરીંગની સાથે-સાથે સર્વિસ સેકટરના વિકાસનો ઉદ્દેશ
આ યોજનાથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મોટી ભૂમિકા ભજવવાની ધારણા છે
Posted On:
07 JAN 2021 1:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગઈ કાલે મળેલી મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિની બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં ઔદ્યોગિક અને આંતરિક વ્યાપારને પ્રોત્સાહન માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની દરખાસ્ત ધ્યાન ઉપર લઈને મંજૂર કરવામાં આવી છે. કુલ રૂ.28,400 કરોડનો ખર્ચ ધરાવતી આ યોજનાને વર્ષ 2037 સુધી મંજૂરી આપવામાં આવી છે.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર (J & k IDS, 2021) માટે સેન્ટ્રલ સેકટરની યોજના તરીકે જમ્મુ અને કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસ અને આંતરિક વ્યાપારને પ્રોત્સાહન માટેની દરખાસ્ત ધ્યાન ઉપર લઈને મંજૂર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રોજગાર નિર્માણનો છે, જે આ રાજ્યને સીધા આર્થિક અને સામાજિક વિકાસ તરફ દોરી જશે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 હેઠળ 31-10-2019થી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રૂપમાં પુર્નગઠન કરીને ઐતિહાસિક વિકાસને ધ્યાનમાં લેતા વર્તમાન યોજના આ વિઝનની સાથે અમલમાં મુકવામાં આવી રહી છે કે રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ અને પર્યાવરણલક્ષી વિકાસ ઉપર ઝોક દાખવીને નવી ગતિ આપવાનો અને વર્તમાન ઉદ્યોગોને વિકસિત કરીને જમ્મુ અને કાશ્મીરમાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થઇ શકે.
આ યોજના હેઠળ નીચે મુજબનાં પ્રોત્સાહનો ઉપલબ્ધ કરવામાં આવશે.
- મૂડી સાધનો માટેની પ્રોત્સાહન યોજનાઃ ઝોન-એ માં 30 ટકાના દરે અને ઝોન-બી માં 50 ટકાના દરે (મેન્યુફેકચરિંગ) માટે પ્લાન્ટ, મશીનરી અને મકાનના નિર્માણ તથા (સર્વિસ સેકટરમાં) ટકાઉ ભૌતિક અસ્કયામતો તથા અન્ય મૂડી સાધનોમાં થનારા રોકાણને પ્રોત્સાહન ઉપલબ્ધ કરવામાં આવશે. રૂ.50 કરોડ સુધીના મૂડીરોકાણ સાથેનાં એકમોને આ પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રોત્સાહનની રકમ વધુમાં વધુ ઝોન-એ અને ઝોન- બીમાં અનુક્રમે રૂ.5 કરોડ અને રૂ.7.5 કરોડ રહેશે.
- મૂડીના વ્યાજ માટે સરકારી સહાયઃ (મેન્યુફેકચરિંગ માટેના) પ્લાન્ટ અને મશીનરી માટે અને (સર્વિસ સેકટરમાં) મકાનના બાંધકામ અને અન્ય ટકાઉ ભૌતિક અસ્કયામતોના નિર્માણ માટે રૂ.500 કરોડના ધિરાણ ઉપર મહત્તમ 7 વર્ષ સુધી વાર્ષિક 6 ટકાના દરે આ સહાય આપવામાં આવશે.
- જીએસટી સાથે જોડાયેલાં પ્રોત્સાહનોઃ (મેન્યુફેકચરિંગ માટે) પ્લાન્ટ અને મશીનરીમાં કરવામાં આવેલા વાસ્તવિક મૂડીરોકાણના માન્ય મુલ્યના 300 ટકા અથવા તો (સર્વિસ સેકટરમાં) નાણાંકી વર્ષમાં મકાનના બાંધકામ માટે કરવામાં આવેલો ખર્ચ એક વર્ષમાં કુલ પ્રોત્સાહન પાત્ર રકમના એક દશમાંશથી વધે નહીં તે રીતે આ સહાય આપવામાં આવશે.
- કાર્યકારી મૂડી માટે વ્યાજમાં પ્રોત્સાહનઃ તમામ વર્તમાન એકમોને મહત્તમ 5 વર્ષ સુધી, વાર્ષિક 5 ટકાના દરથી મહત્તમ રૂ.1 કરોડની મર્યાદામાં આ પ્રોત્સાહન આપવામાં આવશે.
યોજનાનાં મહત્વનાં પાસાઃ
- આ યોજના નાના અને મોટા તમામ એકમો માટે આકર્ષક બનાવવામાં આવી છે. પ્લાન્ટ અને મશીનરીમાં રૂ.50 કરોડ સુધીનું મૂડીરોકાણ ધરાવતાં નાનાં એકમોને રૂ.7.5 કરોડની મહત્તમ મર્યાદામાં મૂડી સાધન સહાય આપવામાં આવશે અને મહત્તમ 7 વર્ષ સુધી 6 ટકાના દરે મૂડી સાધન વ્યાજ સહાય આપવામાં આવશે.
- આ યોજનાનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસ બ્લોક લેવલ સુધી લઈ જવાનો છે. ભારત સરકારની પ્રોત્સાહન યોજનામાં આ યોજના મારફતે સૌ પ્રથમ વખત સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં વધુ ટકાઉ અને સમતોલ વિકાસનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- જીએસટી સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના એ એક મહત્વનું પ્રોત્સાહન- તેના દ્વારા બિઝનેસ કરવામાં આસાનીના ધોરણે આ યોજનાનું સરળીકરણ કરવામાં આવ્યું છે. તેના કારણે પારદર્શકતામાં કોઈપણ પ્રકારે સમાધાન કર્યા વગર યોજનામાં નિયમ પાલનની ખાત્રી રાખવાનો બોજ ઘટશે.
- આ યોજનામાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ- કાશ્મીરમાં આ યોજનાની નોંધણી અને અમલીકરણની બહેતર ભૂમિકાની ધારણા રાખીને સાથે સાથે દાવાઓ મંજૂર કરવામા આવે તે પહેલાં સ્વતંત્ર ઓડિટ એજન્સી પાસે મંજૂર કરાવવાની જોગવાઈ સાથે યોગ્ય સમતુલા અને નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે.
- આ યોજનામાં જીએસટીની પરત ચૂકવણી કરવામાં આવતી નથી, પરંતુ એકંદર જીએસટીનો ઉપયોગ ઔદ્યોગિક પ્રોત્સાહન માટેની માન્યતા આકારવામાં કરાય છે. આના કારણે જમ્મુ અને કાશ્મીર હાલમાં ગેરલાભની જે સ્થિતિનો સામનો કરી રહ્યા છે તે દૂર થશે.
- અગાઉની યોજનાઓમાં અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા હોવા છતાં એકંદર નાણાકીય પ્રવાહ નવી યોજનાની તુલનામાં ખૂબ જ ઓછો હતો.
રોજગાર નિર્માણની ક્ષમતા ઉભી કરવાની મુખ્ય અસરઃ
- આ યોજનાના કારણે નવું મૂડી રોકાણ આકર્ષવાની સાથે સાથે વર્તમાન એકમોનું સંવર્ધન કરીને રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ અને પર્યાવરણલક્ષી વિકાસ ઉપર ઝોક દાખવીને જમ્મુ અને કાશ્મીરની હાલની ઔદ્યોગિક વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાશે. આ રીતે જમ્મુ અને કાશ્મીર દેશના અન્ય અગ્રણી રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકશે.
- એવી ધારણા રાખવામાં આવે છે કે આ સૂચિત યોજનાથી અભૂતપૂર્વ પ્રમાણમાં મૂડી રોકાણ આકર્ષી શકાશે અને આશરે 4.5 લાખ વ્યક્તિઓને સીધી અને આડકતરી રોજગારી પ્રાપ્ત થશે. આ ઉપરાંત કાર્યકારી મૂડીના વ્યાજ સહાયની યોજનાના કારણે આ યોજના આશરે 35,000 વ્યક્તિઓને આડકતરો ટેકો પૂરો પાડશે.
યોજનામાં થનારો ખર્ચઃ
વર્ષ 2020-21થી વર્ષ 2036-37 સુધી અમલમાં રહેનારી આ સૂચિત યોજનાના નાણાકીય ખર્ચનો અંદાજ રૂ.28,400 કરોડ અંદાજ મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિવિધ ખાસ પેકેજ યોજનાઓ મારફતે રૂ.1123.84 કરોડની રકમ ચૂકવવામાં આવી છે.
SD/GP/BT
(Release ID: 1686825)
Visitor Counter : 215