પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
મંત્રીમંડળે ‘નેચરલ ગેસ માર્કેટિંગ સુધારાઓ’ને મંજૂરી આપી
Posted On:
07 OCT 2020 4:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ આર્થિક બાબતો ઉપરની કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ગેસ આધારિત અર્થતંત્ર તરફ વધુ એક મહત્વનું પગલું આગળ ભરતા ‘નેચરલ ગેસ માર્કેટિંગ સુધારાઓ’ને મંજૂરી આપી દીધી છે. આ નીતિનો ઉદ્દેશ્ય પારદર્શક અને સ્પર્ધાત્મક પ્રક્રિયાના માધ્યમથી ગેસ ઉત્પાદકો દ્વારા બજારમાં વેચવા માટેની બજાર કિંમત નક્કી કરવા માટે એક સ્ટેન્ડર્ડ પ્રક્રિયા નક્કી કરવાનો, ગેસના વેચાણ માટે સંલગ્નોને બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની પરવાનગી આપવાનો અને અમુક ચોક્કસ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન્સ (FDPs)ની અંદર બજાર સ્વતંત્રતાને પરવાનગી આપવાનો છે કે જ્યાં પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રેક્ટસ પહેલેથી જ કિંમતની સ્વતંત્રતા પૂરી પાડતા હોય.
આ નીતિ ઇ બિડિંગના માધ્યમથી કોન્ટ્રેક્ટર દ્વારા વેચાણ માટે માર્ગદર્શિકાઓ જાહેર કરીને બજાર કિંમત શોધવા માટે પારદર્શક અને સ્પર્ધાત્મક રીતે કુદરતી ગેસના વેચાણ માટેની એક સ્ટેન્ડર્ડ પ્રક્રિયા પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. આ નીતિ જુદા જુદા કોન્ટ્રેક્ચ્યુઅલ ક્ષેત્રો અને નીતિઓ અંતર્ગત બિડિંગ પ્રક્રિયામાં એકસમાનતા લાવશે અને જેથી અસ્પષ્ટતા દૂર થશે અને વેપાર કરવાની સરળતા ઊભી કરવા માટે યોગદાન આપશે.
આ નીતી મુક્ત, પારદર્શક અને ઇલેક્ટ્રોનિક બિડિંગના સંદર્ભમાં બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સંલગ્ન કંપનીઓને પણ પરવાનગી આપી છે. તેનાથી ગેસના માર્કેટિંગમાં વધુ સ્પર્ધાને પ્રોત્સાહન અને સુવિધા પ્રાપ્ત થશે. આમ છતાં, જો સંલગ્ન વ્યક્તિ ભાગ લે છે અને ત્યાં બીજું કોઈ બિડિંગ કરનાર નથી તો માત્ર તેવા કેસમાં જ પુનઃ બિડિંગ કરવાની જરૂર પડશે.
આ નીતિ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન્સ (FDPs)ના એવા બ્લોક્સમાં માર્કેટિંગ સ્વતંત્રતાની પરવાનગી પણ આપશે કે જ્યાં પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રેક્ટસ પહેલેથી જ પ્રાઈસિંગ ફ્રીડમ પૂરી પાડનાર છે.
આ સુધારાઓ સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં જાહેર કરવામાં આવેલ પરિવર્તનકારી સુધારાઓની એક શૃંખલા ઉપર રચાશે. ગેસ ક્ષેત્રમાં આ સુધારાઓ વધુ આગળ જતાં ઊંડા બનશે અને નીચેના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને સમૃદ્ધ બનાવશે:
- વેપાર કરવાની સરળતા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરીને નેચરલ ગેસના ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રકચર અને માર્કેટિંગને લગતી નીતિઓના સમગ્ર ઇકો સિસ્ટમને વધુ પારદર્શક બનાવવામાં આવ્યું છે.
- આ સુધારાઓ નેચરલ ગેસના સ્થાનિક ઉત્પાદનમાં રોકાણને પ્રોત્સાહન આપીને અને આયાત ઉપરની નિર્ભરતા ઘટાડીને આત્મ નિર્ભર ભારત માટે ઘણા મહત્વના સાબિત થશે.
- આ સુધારાઓ રોકાણને પ્રોત્સાહિત કરીને ગેસ આધારિત અર્થતંત્ર તરફ આગળ વધવા માટે વધુ એક અગત્યના સીમા સ્તંભ તરીકે સાબિત થશે.
- વધેલો ગેસ ઉત્પાદનનો વપરાશ પર્યાવરણને સુધારવામાં સહાયક બનશે.
- આ સુધારાઓ એમએસએમઇ સહિત ગેસ વાપરતા ક્ષેત્રોમાં રોજગારની તકોનું પણ નિર્માણ કરવામાં મદદ કરશે.
- સ્થાનિક ઉત્પાદન ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રી જેવી કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને સંલગ્ન ઉદ્યોગોમાં રોકાણ વધારવા માટે આગળ જતાં મદદ કરશે.
સરકારે વેપાર કરવાની સરળતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ વધુ સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અપસ્ટ્રીમ સેક્ટરમાં પરિવર્તનકારી સુધારાઓ કર્યા છે. ઓપન એકર લાયસન્સિંગ પોલિસી (OALP) કે જે રોકાણકારને આકર્ષિત કરનાર એકર હરાજી પ્રક્રિયા છે, તેણે દેશમાં નોંધપાત્ર એકરમાં વધારો કર્યો છે. 2010 થી લઈને 2017 સુધીમાં એવા કોઈપણ બ્લોક્સની ફાળવણી કરવામાં નહોતી આવી કે જે સ્થાનિક ઉત્પાદનની લાંબા ગાળાની સધ્ધરતાને અસર પહોંચાડી હોય. 2017 થી લઈને 105 એક્સપ્લોરેશન બ્લોક્સ હેઠળના 1.6 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારની ફાળવણી કરવામાં આવી છે. તેનાથી લાંબા ગાળે સ્થાનિક ઉત્પાદનની સંતુલિતતાની ખાતરી થશે.
સરકાર ગેસ ક્ષેત્રમાં સુધારાઓની એક લાંબી શૃંખલા લઈને આવી છે અને તેના પરિણામ સ્વરૂપે ઈસ્ટ કોસ્ટમાં 70,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. ઈસ્ટ કોસ્ટમાં થઈ રહેલું ગેસ ઉત્પાદન દેશની વધતી ઉર્જા જરૂરિયાતોને પૂરી કરીને આત્મનિર્ભર ભારત માટે પોતાનું યોગદાન આપશે.
ફેબ્રુઆરી 2019 માં, અપસ્ટ્રીમ સેક્ટરમાં મોટા સુધારાઓ અમલી બનાવ્યા હતા અને ઉત્પાદન મહત્તમ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એક મોટું પરિવર્તન લાવી હતી. OALP રાઉન્ડસ અંતર્ગત એકરની ફાળવણી માત્ર શ્રેણી ii અને શ્રેણી iii બેઝિન્સમાં જ વર્ક પ્રોગ્રામના આધાર પર કરવામાં આવી રહી છે.
સ્થાનિક ગેસ ઉત્પાદન પાસે સંપૂર્ણ માર્કેટિંગ અને પ્રાઈસિંગની સ્વતંત્રતા ઉપલબ્ધ છે. 28 ફેબ્રુઆરી 2019 પછી શોધવામાં આવેલ અને તમામ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન પાસે સંપૂર્ણ માર્કેટ અને પ્રાઈસિંગ સ્વતંત્રતા ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1662519)
Visitor Counter : 264