આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

ઘર ખરીદનારાઓ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગના તમામ હિતધારકોના હિતને સુરક્ષિત રાખવા માટે MOHUA એ ઝડપથી વિશેષ ઉપાયો પર એડવાઇઝરી ઇશ્યૂ કરશેઃ હરદીપ એસ પુરી


રેરા કેન્દ્રીય સલાહકાર પરિષદની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ

Posted On: 29 APR 2020 8:07PM by PIB Ahmedabad

રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) ધારા, 2016 (રેરા)ની જોગવાઈઓ અંતર્ગત રચિત કેન્દ્રીય સલાહકાર પરિષદ (સીએસી)ની એક મહત્ત્વપૂર્ણ બેઠક આજે આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીની અધ્યક્ષતામાં વેબિનારના માધ્યમથી યોજવામાં આવી હતી. બેઠકમાં કોવિડ-19 (કોરોનાવાયરસ) રોગચાળા અને એના પરિણામે સ્વરૂપે દેશભરમાં લાગુ લોકડાઉનથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર થયેલી અસરની ચર્ચા કરવામાં આવી હતી અને રેરાની જોગવાઈઓ અંતર્ગત એનેકુદરતી આપત્તિ કે અનપેક્ષિત ઘટનાગણવા પર વાત થઈ હતી. બેઠકમાં નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંત, એમઓએચયુએના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રા, કાયદા વિભાગના સચિવ શ્રી કે મેંદીરત્તા, કેટલાંક રાજ્યોની રિયલ એસ્ટેટ સત્તામંડળોના મુખ્ય સચિવો અને ચેરપર્સન, ઘર ખરીદવા ઇચ્છતા ગ્રાહકોના સમુદાયના પ્રતિનિધિઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, રિયલ એસ્ટેટના એજન્ટો, એપાર્ટમેન્ટ ઑનર્સ એસોસિએશનનાં પ્રતિનિધિઓ, ક્રેડાઈ, એનએઆરઇડીસીઓ, નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય ભાગીદારો સામેલ થયા હતા.

સભ્યોને આવકારી આપીને શ્રી પુરીએ સંકટ દરમિયાન પોતાના શ્રમિકોને ભોજન, આશ્રય, ચિકિત્સા સુવિધાઓ અને મજૂરી પ્રદાન કરવા માટે જરૂરી ઉપાયો માટે ડેવલપર્સ એસોસિએશન સહિત રિયલ એસ્ટેટ સેક્ટરના તમામ ભાગીદારો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને સંપૂર્ણ સહયોગ અને મદદ કરવા માટે નિયમનકારક સત્તામંડળોની પ્રશંસા કરી હતી.

બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ચિંતાઓ, ખાસ કરીને રોગચાળા કોવિડ-19 અને એના પગલે રાષ્ટ્રવ્યાપક લોકડાઉનના અસર પર ચર્ચાવિચારણા થઈ હતી. રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે વિશેષ રાહત આપવાની માંગણી થઈ હતી, જેનાથી વર્તમાન સંકટની પ્રતિકૂળ અસરનો સામનો કરવા સક્ષમ બની શકે. મોટા પાયે શ્રમિકોના રિવર્સ પલાયન (શહેરોથી ગામ તરફ) અને પુરવઠાની સાંકળને અસર થવાથી કોવિડ-19થી અગાઉથી ક્ષેત્રની કામગીરીઓમાં અવરોધ પેદા કર્યો છે.

આવાસ મંત્રીએ વ્યાપક ચર્ચાવિચારણા કર્યા પછી તમામ ભાગીદારોને આશ્વાસન આપ્યું હતું કે, તમામ હિતધારકોના હિતોને ધ્યાનમાં રાખીને મુદ્દે વિચાર કરવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, એમઓએચયુએ ઝડપથી વિશેષ ઉપાયોને લઈને તમામ રેરા/રાજ્યોને એક એડવાઇઝરી ઇશ્યૂ કરશે, જે ઘર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો અને રિયલ એસ્ટેટ ઉદ્યોગના અન્ય તમામ હિતધારકોના હિતોને સુરક્ષિત કરવા માટે જરૂરી છે.

 

 

GP/DS

 



(Release ID: 1619565) Visitor Counter : 210