માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ દેશભરની અનેક યુનિવર્સિટીઓ, મહાવિદ્યાલયો, વિદ્યાલયો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કોરોનાવાયરસ મહામારી વિશે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાત કરી


શ્રી નિશંકે કોરોનાની સામેની લડાઈમાં સક્રિય ભૂમિકા અદા કરવા માટે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો

માનવ સંસાધન વિકાસ મંત્રાલય મુશ્કેલ સ્થિતિમાં પોતાના વિદ્યાર્થીઓ સાથે છે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’

Posted On: 03 APR 2020 8:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકએ શુક્રવારે દેશભરના અનેક વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિદ્યાલયો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને દેશ અને દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાવાયરસના રોગચાળા વિશે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ એમની સમસ્યાઓ સાંભળવાની સાથે આ રોગચારા સામે લડવા માટે વિવિધ ઉપાયો પર લોકોને જાગૃતિ કરવામાં એમની ભૂમિકા પર એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ વીડિયો કોન્ફરન્સિંગમાં કેન્દ્રીય મંત્રીની સાથે દેશભરમાં 800થી વધારે લોકો જોડાયા હતા.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી નિશંકે કહ્યું હતું કે, હું દેશભરમાં 1000 વિશ્વવિદ્યાલયો, 45000 મહાવિદ્યાલયો, 15 લાખ વિદ્યાલયો, એક કરોડથી વધારે શિક્ષકો અને 33 કરોડથી વધારે વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરું છું, જેમણે કોરોનાવાયરસ જેવા રોગચાળા સામે લડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તમામ લોકોને આ સંકટની ઘડીમાં અભૂતપૂર્વ ધૈર્યનો પરિચય આપવાની સાથે લોકોને પણ આ રોગચાળા સામે જાગૃતિ લાવવામાં મદદ કરે છે, જેથી તેઓ સ્વસ્થ રહી શકે અને સમાજમાં આ રોગચાળાને કારણે વધારે નુકસાન ન થાય.

તમામ અધ્યાપકોનું અભિવાદન કરીને કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આ તમામ શિક્ષકોની પ્રતિબદ્ધતા જ છે, જેના થકી દેશે આટલા ઓછા સમયમાં ઓનલાઇન શૈક્ષણિક વ્યવસ્થા શરૂ કરી છે, જેનો લાભ કરોડો વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યાં છે.

શ્રી પોખરિયાલે દેશભરની આઈઆઈટી સહિત તમામ શ્રેષ્ઠ સંસ્થાઓને કોરોનાવાયરસ સામેની લડાઈમાં ઉપયોગ થતા ચિકિત્સા ઉપકરણોને તૈયાર કરવા માટે અભિનંદન આપ્યાં હતાં.

આ દરમિયાન શ્રી નિશંકે તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને પણ ધ્યાનથી સાંભળી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, મંત્રાલય એમની તમામ સમસ્યાઓથી વાકેફ છે અને તેમણે તમામને આશ્વાસન આપ્યું છે કે, માનવ સંસાધન મંત્રાલયની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશભરના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે ઊભા છે.

શ્રી નિશંકે તમામ અધ્યાપકોને એવું આશ્વાસન પણ આપ્યું છે કે, જો તેઓ પોતે કે તેમના પરિવારનો કોઈ પણ સભ્ય કમનસીબે બિમાર છે, તો તેઓ પોતાના આચાર્ય કે કુલપતિનો સંપર્ક કરી શકે છે. કેન્દ્રીય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, મંત્રાલય તરફથી તમામને સંપૂર્ણ તબીબી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

માનવ સંસાધન વિકાસ મંત્રીએ તમામને એવો આગ્રહ પણ કર્યો હતો કે, તમામ શિક્ષક અને વિદ્યાર્થી પોતે આયુષ મંત્રાલય દ્વારા જાહેર થયેલી એડવાઇઝરીનું પાલન કરવાની સાથે અન્ય લોકોને પણ પાલન કરવા માટે પ્રેરિત કરતા રહે. તેમણે કહ્યું હતું કે, આજના વિદ્યાર્થીઓ જ ભવિષ્ય છે અને જો વિદ્યાર્થી સંપૂર્ણ તત્પરતા સાથે આ સમયે પોતાને સ્વસ્થ રાખશે તો આપણું ભવિષ્ય પણ સ્વસ્થ અને સુરક્ષિત રહેશે.

શ્રી નિશંકે તમામને કહ્યું હતું કે, તમામ બધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આહવાન પર 5 એપ્રિલની રાતે 9 વાગ્યે પોતપોતાનાં ઘરે દિવા, મીણબત્તી, મોબાઇલની ટોર્ચ વગેરે પ્રકટાવીને દેશની એકતા
અને અખંડતાનો પરિચય આપો, જેથી આ દેશમાં કોરોનાવાયરસ જેવા રોગચાળા સામે લડવામાં નવી ઊર્જા મળી શકે.

RP

*****



(Release ID: 1610873) Visitor Counter : 139