ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ રામનવમીની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 01 APR 2020 6:04PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-04-2020

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રામનવમીની પૂર્વસંધ્યાએ તેમણે આપેલા સંદેશમાં જણાવ્યું છે કે: “રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ નાગરિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મદિન તરીકે ઉજવાતો તહેવાર રામનવમી એ આપણા મહેનત કરતા ખેડૂતો માટે નવા પાકની ઉજવણી કરવાનો પણ અવસર છે. શ્રી રામનું આદર્શ જીવન આપણને સદગુણો, સહનશીલતા, હુંફ અને સુસંવાદીતાનો સંદેશ આપે છે. આપણી ફરજના પથ પર ચાલતા આપણે નિષ્ઠાપૂર્વક આ સનાતન મૂલ્યોનું પાલન કરવું જોઈએ.

રામનવમીના તહેવાર પ્રસંગે ચાલો આપણે શ્રી રામના આદર્શોને આપણા જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લઈએ અને એક ગૌરવશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ. આ તહેવારની ઉજવણીની સાથે સાથે કોવિડ-19 વાયરસના રોગચાળા સામે લડવા માટે અને તેને હરાવવા માટે સરકારની સામાજિક અંતર સહિતની તમામ માર્ગદર્શિકાઓનું પણ પાલન કરીએ.”

GP/RP


(Release ID: 1610045) Visitor Counter : 89


Read this release in: English , Hindi , Tamil