રેલવે મંત્રાલય
ભારતીય રેલવે દ્વારા 22.૦૩.2020 થી 14.04.2020 સુધીના સમયગાળાને “કુદરતી આપત્તિ” તરીકે ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો
આ સમયગાળા દરમિયાન વિલંબ શુલ્ક, ઉતરામણ ભાડું, સામાન ખડકવા, સ્ટેબલિંગ, રોકાણ અને જમીન ઉપયોગના ભાડાની કોઈ રકમ વસૂલવામાં નહીં આવે
Posted On:
27 MAR 2020 6:38PM by PIB Ahmedabad
નાંણા મંત્રાલયના ઓએમ નંબર 18/4/2020-PPD તારીખ 19.02.2020 ઇન્ટર એલિયામાં જણાવાયું છે કે “કુદરતી આપત્તિ (ફોર્સ મેઝર – FM) અર્થાત અદ્વિતીય ઘટનાઓ અથવા સંજોગો કે જે માનવીઅ નિયંત્રણ બહારની હોય જેવી કે એક્ટ ઑફ ગોડ (કુદરતી આપત્તિ જેવી) તરીકે વર્ણવેલ હોય” અને એ બાબતની સ્પષ્ટતા કરીને કે કોરોના વાયરસના ફેલાવાને એક કુદરતી આપદા તરીકે ગણવી જોઈએ અને ફોર્સ મેઝર ક્લોઝને અમલીકૃત કરવો જોઈએ, આથી રેલવે મંત્રાલયે નિર્ણય લીધો છે કે 22.૦૩.2020 થી 14.04.2020 સુધીનો સમયગાળો ફોર્સ મેઝર તરીકે માનવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન નીચેનામાંથી કોઇપણ ઉલ્લેખિત શુલ્ક લાગુ કરવામાં નહીં આવે:-
1.
|
વિલંબ શુલ્ક
|
2.
|
ઉતરામણ ભાડું
|
3.
|
સામાન ખડકવા
|
4.
|
સ્ટેબલિંગ, ખાનગી/સંયુક્ત ભાગીદારી માલસામાનના જથ્થાના કેસમાંવિલંબ શુલ્ક
|
5.
|
પાર્સલ ટ્રાફિકિંગ ઉપર વિલંબ શુલ્ક
|
6.
|
પાર્સલ ટ્રાફિક ઉપર ઉતરામણ ભાડું
|
7.
|
કન્ટેઈનર ટ્રાફિકના સંદર્ભમાં અટકાયત શુલ્ક
|
8.
|
કન્ટેઈનર ટ્રાફિકના સંદર્ભમાં જમીન ઉપયોગ શુલ્ક
|
ઝોનલ રેલવેને સલાહ આપવામાં આવી છે કે તેઓ જરૂરી માલસામાનના વહનને યથાવત જાળવી રાખવા માટે લોજિસ્ટિક સપોર્ટની ખાતરી કરવા રાજ્ય સરકારનીસત્તાઓ સાથે સંકલન સાધી લે.
અગાઉ 23 માર્ચ 202૦ના રોજ રેલવે બોર્ડે સુચના જાહેર કરી હતી કે 24.૦૩.2020થી ૩૦.04.2020 સુધી ખાલી કન્ટેઈનર/ખાલી ફ્લેટડબ્બાઓના આવાગમન પર કોઇપણ પ્રકારની ખેંચામણ કિંમત લાગુ કરવામાં નહીં આવે.
RP
(Release ID: 1608698)
Visitor Counter : 226