વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

સીસીએમબી કોવિડ-19 માટે નિદાન કિટ તૈયાર કરી રહ્યું છે


સીસીએમબી કોવિડ-19 વાયરસને કલ્ચર કરવાની યોજના પણ ધરાવે છે

Posted On: 25 MAR 2020 11:48AM by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળાનો મુકાબલો કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) સમયસર પરીક્ષણ પર ભાર મૂક્યો છે, કારણ કે પ્રારંભિક નિદાન જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. ડબલ્યુએચઓના આહવાનની સાથે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી) વ્યાપક વિતરણ માટે વાજબી અને સટિક નિદાન કિટના વિકાસ પર સતત કાર્યરત છે.

સીસીએમબીનાં ડાયરેક્ટર ડૉ. રાકેશ મિશ્રાએ ઇન્ડિયા સાયન્સ વાયરને જણાવ્યું કે, અમે આપણી ઇન્ક્યુબેટિંગ કંપનીઓની મદદ કરી રહ્યાં છીએ, જેણે પરીક્ષણ કિટ વિકસાવવાનો વિચાર રજૂ કર્યો છે અને અમે એમને ટેકો પણ આપી રહ્યાં છીએ. અમે એમના દ્વારા પ્રસ્તાવિત નિદાન કિટનું પરીક્ષણ અને ખરાઈ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં અમે થોડી સારી કિટ રજૂ કરી શકીશું અને જો બધું બરોબર પાર પડશે, તો આ નિદાન કિટ બેથી ત્રણ અઠવાડિયામાં વિકસિત થઈ શકે છે. પરીક્ષણ કિટ માટે એની ગુણવત્તા અને સટિક પરિણામો સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. જો કિટ 100 ટકા પરિણામ આપશે, તો એને મંજૂરી આપવામાં આવશે.

સંસ્થા આ પરીક્ષણ કિટના ખર્ચને પણ ધ્યાનમાં રાખી રહી છે. ડૉ. મિશ્રાએ જણાવ્યું કે અમારો અંદાજ છે કે આ કિટની મદદથી પરીક્ષણ 1000 રૂપિયાથી ઓછા ખર્ચમાં થઈ શકે છે. આપણે એ કિટ વિશે પણ વિચારવું જોઈએ, જે રૂ. 400 થી  500માં ઉપલબ્ધ થઈ શકે છે, પણ હાલ આપણે એ આશ્વાસન આપી ન શકીએ, કારણ કે આ પ્રકારની કિટ વિકસાવવાની રીત અલગ છે, જેના માટે વધારે પ્રમાણીકરણ કરવાની જરૂર છે.

આ ઉપરાંત સીસીએમબી કોવિડ-19 વાયરસને કલ્ચર કરવાની યોજના બનાવી રહી છે. ડૉ. મિશ્રાએ કહ્યું કે, સંસ્થા પાસે આ માટે સુવિધાઓ છે અને એને સરકાર પાસેથી મંજૂરી પણ મળી છે. એમને હજુ સુધી કલ્ચર શરૂ કરવા માટે નમૂના અને કિટ પ્રાપ્ત થયા નથી. તેમણે કહ્યું કે, આ દરમિયાન અમારા સુવિધા કેન્દ્ર તૈયાર છે અને અમે એવા લોકોને તાલીમ આપી રહ્યાં છીએ, જે અન્ય માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં પરીક્ષણ માટે જઈ રહી છે.

તેલંગાણામાં 5 સરકારી પરીક્ષણ કેન્દ્ર છે. સીસીએમબીએ હજુ સુધી 25 લોકોને આ માટે તાલીમ આપી છે, જેથી તેઓ આ કેન્દ્રોમાં જઈને પરીક્ષણ કરી શકે. કોવિડ-19નું પરીક્ષણ થાય છે એવી કેટલીક પ્રયોગશાળાઓમાં નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, ગાંધી હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ, સર રોનાલ્ડ રૉસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ કે ફિવર હોસ્પિટલ અને વારંગલ હોસ્પિટલ સામેલ છે. સેન્ટર ફોર ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ (સીડીએફડી) પણ આ ગ્રૂપમાં જોડાઈ શકે છે.

રસી અને દવાનો વિકાસ વાયરસ સામે લડવાનું અન્ય એક પાસું હોઈ શકે છે. પણ હજુ સુધી સીસીએમબીએ ન તો રસી, ન દવાના વિકાસ પર કામ કર્યું છે. ડૉ. મિશ્રાએ કહ્યું છે કે, આપણી પાસે એના પર કામ કરવા માટે કુશળતા નથી. જોકે જ્યારે વાયરસને કલ્ચર કરવામાં આવે છે, ત્યારે અમે એક પદ્ધતિ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેથી એનો ઉપયોગ પરીક્ષણ માટે થઈ શકે. તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, એ સંભવ છે કે, સીસીએમબીની આનુષંગિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (આઈઆઈસીટી) દવાઓના પુનર્નિર્ધારણ માટે કામ કરી રહી છે, કારણ કે નવી દવા બનાવવા એક લાંબા ગાળાની પ્રક્રિયા છે.

RP



(Release ID: 1608195) Visitor Counter : 169