માહિતી અને પ્રસારણ મંત્રાલય

બર્લિનાલે 2020માં ભારતના પ્રતિનિધીમંડળે જેરુસલેમ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ સાથે જોડાણની ચર્ચા કરી

Posted On: 22 FEB 2020 10:09AM by PIB Ahmedabad

બર્લિનાલે 2020ના બીજા દિવસે, ભારતીય પ્રતિનિધીમંડળે વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધી સભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમણે ભારત સાથે કામ કરવામાં રસ દાખવો હતો તેમજ 51માં IFFI (ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્વસ)માં સહભાગી થવા માટે પણ ઉત્સુકતા દાખવી હતી.

 

પ્રતિનિધીમંડળે ઇઝરાયલના સાંસ્કૃતિક અને રમતગમત મંત્રાલયના ઇઝરાયલી પેવેલિયનના ઓપરેશન્સના વડા (ઇઝરાયલ ફિલ્મ ફંડ) અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર શ્રી લિઓર સેસન સાથે મુલાકાત કરી હતી. શ્રી સેસને IFFI 2020 સાથે ભાવિ જોડાણની તકોની સંભાવનાઓ ચકાસવામાં રસ દાખવ્યો હતો. બંને પક્ષે ઇઝરાયલમાં જેરુસલેમ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કેન્દ્ર સ્થાને ભારતને દર્શાવવા અને IFFI 2020માં તેમની સહભાગીતાની સંભાવનાઓ વિશે ચર્ચા થઇ હતી.

પ્રતિનિધીમંડળે નેશનલ ફિલ્મ એન્ડ વીડિયો ફાઉન્ડેશન ઑફ સાઉથ આફ્રિકા (NFVF)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુશ્રી મખોસાઝાના ખાનયિલે સાથે પણ બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન, સુશ્રી ખાનયીલે એનિમેશન, ગેમિંગ અને VR/AR ક્ષેત્રે તેમજ IFFIમાં ભારત સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ડિજિટલ અને ગેમિંગ બંને ક્ષેત્રે કૌશલ્યોના આદાન-પ્રદાન માટે વ્યૂહરચનાઓ ઘડવા પર પણ ભાર મૂક્યો હતો. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC, ભારત)એ NFVF સાથે સહ-ઉત્પાદન સંધિ કરી છે.

 

ભારતીય પ્રતિનિધીમંડળે રાઇટ સ્ટફના સુશ્રી વેન્ડી બેન્ડર્ડ; MDM ઑનલાઇન (જર્મન ફિલ્મ ડેવલપમેન્ટ બોર્ડ એન્ડ ફિલ્મ ફંડ)ના CEO શ્રી ક્લાસ ડેનિયલ્સન; ઉઝેબેકિસ્તાન નેશનલ ફિલ્મ કમિશનના ચેરપર્સન સુશ્રી મુખિલ્સા એઝિઝોવા; સુદાનીઝ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના ફીચર પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલના વરિષ્ઠ મેનેજર શ્રી મેથ્યૂ તકાતા અને લંચબોક્સ ફિલ્મના સહ-નિર્માતા શ્રી માર્ક બેશેટ તેમજ સ્પેનના પ્રતિનિધીઓ ઉપરાંત અન્ય મહાનુભવો સાથે વાર્તાલાપ કર્યો હતો.

બર્લિનાલે ખાતે ઇન્ડિયન પેવેલિયનનું આયોજન ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સહયોગથી કરવામાં આવ્યું છે. બર્લિનાલે 2020માં 40થી વધુ ભારતીય ફિલ્મ કંપનીઓ ભાગ લઇ રહી છે.

RP



(Release ID: 1604026) Visitor Counter : 211


Read this release in: English , Hindi , Punjabi , Malayalam