મંત્રીમંડળ

પાક વીમા યોજનાઓના અમલીકરણમાં હાલના પડકારોને હલ કરવા માટે સુધારેલી “પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) અને પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)” ને કેબિનેટની મંજૂરી

Posted On: 19 FEB 2020 4:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી પાક વીમા યોજના(PMFBY) અને ‘પુનર્ગઠિત કરાયેલી હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)’ને મંજૂરી આપવામાં આવી હતી.

એવી દરખાસ્ત કરવામાં આવી છે કે PMFBY અને RWBCISના કેટલાક માપદંડ / જોગવાઈઓમાં નીચે મુજબ સુધારા કરવામાં આવશેઃ

  1. વીમા કંપનીઓને (PMFBY  અને RWBCIS) બંનેના કામકાજની ફાળવણી ત્રણ વર્ષના ધોરણે કરવામાં આવશે.
  2. રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને નાણાંકિય વ્યાપ અથવા જિલ્લા સ્તરે સરેરાશ કાલ્પનિક ઉપજ એટલે કે એનએવાય* ના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસસી) કોઈપણ જિલ્લાના (PMFBY અને RWBCIS બંનેમાં) વીમો લેવાયેલી રકમને આધારે નક્કી કરાશે. જે પાક માટે એમએસપી જાહેર નહીં કરાઈ હોય તેવા અન્ય પાકમાં ફાર્મ ગેટ્સ પ્રાઈસને ધ્યાનમાં લેવામાં આવશે.
  3. સિંચાઈ વગરના વિસ્તારો / પાક માટે PMFBY / RWBCIS હેઠળની કેન્દ્ર સરકારની સબસિડી પ્રિમિયમ રેટના 30 ટકા સુધી રહેશે તથા સિંચાઈ પ્રાપ્ત વિસ્તારો / પાક માટે પ્રિમિયમ રેટના 25 ટકા સુધી રહેશે. જે જિલ્લાઓમાં 50 ટકાથી વધુ સિંચાઈ પ્રાપ્ત વિસ્તારો હશે તેમને (PMFBY / RWBCIS બંનેમાં) સિંચાઈ પ્રાપ્ત વિસ્તાર/ જિલ્લા ગણવામાં આવશે.
  4. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને અમલીકરણમાં સુગમતા રહે તે માટે વધારાનું જોખમ આવરી લેવાનું / પ્રતિબંધિત વાવણી, સ્થાનિક કુદરતી આફત, સિઝનની વચ્ચે વિપરીત સ્થિતિ અને પાક લણી લીધા પહેલાં થયેલી ખોટ માટે આવરી લેવામાં આવશે. વધુમાં, રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરાં પડવા વગેરે જેવા જોખમો માટે, કોઈ એક ચોક્કસ જોખમ / વીમાનું આવરણ આપી શકશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાયાનો વીમો લેવા સાથે કે લીધા વગર આવી આફત દરમ્યાન વીમો આપી શકાશે.
  5. સંબંધિત વીમા કંપનીઓને જરૂરી પ્રિમિયમ સબસિડી છૂટી કરવામાં નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબ થાય તો રાજ્યોને તે પછીની સિઝનમાં યોજનાના અમલીકરણની છૂટ નહીં મળે. ખરીફ અને રવિ સિઝનમાં આ જોગવાઈનો અમલ કરવા માટે અનુક્રમે તા. 31 માર્ચ અને તા. 30 સપ્ટેમ્બરને છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. (PMFBY  અને RWBCIS બંનેમાં)
  6. પાકને થયેલા નુકશાન / સ્વિકારી શકાય તેવા દાવા માટે બે કદમ ધરાવતી પ્રક્રિયા અપનાવવામાં આવશે, જેમાં હવામાનના નિર્દેશકો, સેટેલાઈટ નિર્દેશકો વગેરેનો સુનિશ્ચિત ડેવિએશન મેટ્રિક્સનો ઉપયોગ કરીને દરેક વિસ્તારની સાથે સાથે નોર્મલ રેન્જમાં અને અલગ પડતી રેન્જમાં અંદાજ બાંધવામાં આવશે. જે વિસ્તારોમાં ફેરફાર જણાશે તેમાં પાક લણવાના પ્રયોગો (CCEs)ને આધારે ઉપજને થયેલા નુકશાન અંગેની આકારણી કરવામાં આવશે.
  7. સ્માર્ટ સેમ્પલીંગ ટેકનિક (SST) જેવા ટેકનોલોજી સોલ્યુશન અને ક્રોપ કટીંગના અનુભવોની ઉત્તમ સંખ્યાને આધારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ક્રોપ કટીંગના અનુભવો હાથ ધરવામાં આવશે.
  8. કટ્ટ-ઓફ્ફ ડેટથી આગળની ઉપજની જોગવાઈના ડેટાના અભાવે રાજ્યો ટેકનોલોજીકલ સોલ્યુશનને આધારે મળેલા ઉપજના ડેટાને આધારે અમલીકરણ કરતી વીમા કંપનીઓ સમક્ષ દાવા કરશે. (માત્ર પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં)
  9. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પુનઃગઠીત હવામાન આધારિત પાક વીમા યોજના, બંનેમાં નોંધણી તમામ ખેડૂતો માટે સ્વૈચ્છિક રહેશે.
  10. પૂર્વોત્તરના રાજ્યો માટે હાલની 50:50 ટકાની વહેંચણીની પદ્ધતિને બદલે કેન્દ્ર સરકારનો પ્રિમિયમ સબસીડીમાં હિસ્સો વધારીને 90 ટકા કરવામાં આવશે.
  11. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પુનઃગઠીત હવામાન આધારિત પાક વીમા યોજના, બંનેમાં ભારત સરકાર કુલ ફાળવણીના ઓછામાં ઓછા 3 ટકા જેટલી જોગવાઈ કરશે અને અમલીકરણ કરનાર રાજ્ય સરકાર વહિવટી ખર્ચાની જોગવાઈ કરશે. આ મર્યાદા ડીએસઈ અને એફડબલ્યુ દ્વારા નક્કી કરવામાં આવેલી ઉચ્ચ મર્યાદાને આધિન રહેશે.
  12. ઉપર દર્શાવેલી વિગત ઉપરાંત કૃષિ વિભાગ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ અન્ય સહયોગીઓ /એજન્સીઓ સાથે પરામર્શ કરીને પાક/ વિસ્તાર આધારિત રાજ્યની ચોક્કસ સ્થિતિ મુજબ પ્રિમિયમનો ઉંચા દર ધરાવતા વૈકલ્પિક જોખમ નિવારણ કાર્યક્રમ ઘડી કાઢશે. વધુમાં, તમામ ખેડૂતો માટે આ યોજના વૈકલ્પિક બનાવી હોવાથી ખાસ કરીને પાણીની તંગી અનુભવતા, ખેડૂતોની ઓછી આવક તથા પાણીની અત્યંત તંગીનો સામનો કરી રહેલા 29 જિલ્લાઓ સહિત 151 જિલ્લાઓ માટે પાક વીમાના અસરકારક જોખમ નિવારણ સાધનો મારફતે નાણાંકિય સહયોગ પૂરો પાડવામાં આવશે. આ સંદર્ભમાં એક અલાયદી યોજના પણ તૈયાર કરવામાં આવશે.
  13. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃગઠીત હવામાન આધારિત પાક વીમા યોજનાની સંબંધિત જોગવાઈઓ / માપદંડોમાં ઉપર દર્શાવેલા કારણોને સમાવી લેવા માટે ફેરફાર કરવામાં આવશે અને તે ખરીફ સિઝન 2020થી લાગુ કરવામાં આવશે.

ફાયદાઓઃ

આ બધા ફેરફારો કર્યા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ખેડૂતો ખેત ઉત્પાદનના જોખમોનો વધુ સારી રીતે સામનો કરી શકશે અને ખેતીની આવક સ્થિર રાખવામાં સફળતા મેળવી શકશે. આ ઉપરાંત પૂર્વોત્તરના વિસ્તારોમાં વીમાના વ્યાપમાં વધારો થતાં પૂર્વોત્તરના વિસ્તારોના ખેડૂતો ખેતી અંગેના જોખમોનો વધુ સારી રીતે સામનો કરી શકશે. આ બધા ફેરફાર કરવાના કારણે ઉપજનો ચોકસાઈપૂર્ણ અને ઝડપી અંદાજ મેળવી શકાશે અને તેના કારણે દાવાઓના ઝડપી નિવારણ તરફ આગળ વધી શકાશે.

આ ફેરફારોને ખરીફ સિઝન 2020થી સમગ્ર દેશમાં અમલી બનાવવાની દરખાસ્ત છે.

 

RP

 



(Release ID: 1603777) Visitor Counter : 523