નાણા મંત્રાલય
નાણાંકીય વર્ષ 2019-20ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જીડીપીમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે, પીઈજી વૃદ્ધિના પ્રથમ આગોતરા અંદાજ મુજબ અકંદરે વૃદ્ધિ દર 5 ટકા રહેશે
વર્ષ 2020-21માં જીડીપીમાં વૃદ્ધિ 6.0 થી 6.6 ટકાની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. સર્વેક્ષણમાં સરકારને ઝડપથી સુધારા હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે
એપ્રિલથી નવેમ્બર 2019માં કેન્દ્ર સરકારનું જીએસટીનું સંકલન 4.1 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે
વર્ષ 2011-12માં ઔપચારિક રોજગારીનો હિસ્સો 17.9 ટકા હતો તે 2017-18માં 22.8 ટકા થયો છે, જે અર્થતંત્રનું ઔપચારિકરણ દર્શાવે છે
ક્રૂડના ભાવ ઘટવાથી ચાલુ ખાતાની ખાધ ઓછી થઈ છે, વર્ષ 2019-20માં નિકાસની તુલનામાં આયાતનુ વધુ તિવ્રતાથી સંકોચન થયું છે
એપ્રિલ 2019માં ફૂગાવો 3.2 ટકા હતો તે ડિસેમ્બર 2019માં વધુ ઝડપથી ઘટીને 2.6 ટકા થયો છે, જે અર્થતંત્રમાં માગનુ દબાણ ઘટયુ હોવાનું પ્રતિબિંબિત કરે છે
વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કૃષિ ક્ષેત્રની વૃદ્ધિમાં નજીવો વધારો થયો છે
Posted On:
31 JAN 2020 1:25PM by PIB Ahmedabad
ભારતની જીડીપીના પ્રથમ આગોતરા અંદાજને આધારે સરકાર જણાવે છે કે વર્ષ 2019-20ના ભારતનો જીડીપી વૃદ્ધિ દર 5 ટકા રહેશે. આ બાબત સૂચવે છે કે વર્ષ 2019-20ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વૃદ્ધિ દરમાં વધારો થશે. કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું, જે દર્શાવે છે કે વૃદ્ધિનુ ચક્ર ધીમુ પડવાના માળખામાં જીડીપી વૃદ્ધિ ઘટવાની બાબત સમજી શકાય છે. નાણાંકીય ક્ષેત્ર વાસ્તવિક ક્ષેત્રને ગતિ ધીમી પડવા તરફ ખેંચી ગયુ છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019-20માં વૃદ્ધિમાં જે વધારો થશે તે મુખ્યત્વે 10 હકારાત્મક પરિબળોને કારણે થશે, જેમાં આ વર્ષે સૌ પ્રથમ વખતે નિફ્ટીમાં ઉછાળો, સેકન્ડરી માર્કેટમાં ઉત્સાહ, સીધા વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં વધારો, માગના દબાણમાં વધારો, ગ્રામીણ વિસ્તારોની વપરાશમાં હકારાત્મક ફેરફારની આશા, ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ફરીથી ઉછાળો, ઉત્પાદનમાં સ્થિર દરે સુધારો, વસ્તુઓના નિકાસમાં વધારો, વિદેશી હૂંડિયામણની અનામતોમાં થઈ રહેલો વધારો અને જીએસટીની આવકના એકત્રીકરણમાં હકારાત્મક દરે વૃદ્ધિનો સમાવેશ થાય છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે અપસાઈડ અને ડાઉનસાઈડ જોખમોના ચોખ્ખા આકલન પછી જણાયું છે કે વર્ષ 2020-21માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6 ટકાથી 6.5 ટકાની રેન્જમાં વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે અને તેમાં સુધારા બાબતે ઝડપભેર આગળ ધપવા જણાવવામાં આવ્યું છે. આ પગલુ વર્ષ 2020-21માં અર્થતંત્રને મજબૂત ઉછાળા તરફ દોરી જશે.
સર્વેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે વર્ષ 2019 વિશ્વના અર્થતંત્ર માટે મુશ્કેલ વર્ષ હતું અને વિશ્વમાં ઉત્પાદનની વૃદ્ધિ વર્ષ 2018માં 3.6 ટકા અને વર્ષ 2017માં 3.8 ટકાના નીચા દર પછી વર્ષ 2009ની વૈશ્વિક નાણાંકીય કટોકટી પછીની સૌથી ઓછામાં ઓછા 2.9 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. જો કે અનિશ્ચિતતાઓ ઘટી રહી છે છતાં, ચીન અને અમેરિકાનાં સંરક્ષણવાદી વલણો તથા અમેરિકા અને ઈરાન વચ્ચે ભૌગોલિક-રાજનૈતિક તણાવ વધી રહ્યો છે. ગ્લોબલ ઉત્પાદન, વેપાર અને માગ માટે નબળા વાતાવરણ વચ્ચે ભારતનુ અર્થતંત્ર વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 4.8 ટકાના મધ્યમ દરથી વૃદ્ધિ પામ્યું છે, જે વર્ષ 2019-20ના બીજા અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં નીચો છે. વાસ્તવિક વપરાશમાં ઢીલી વૃદ્ધિને કારણે વાસ્તવિક સ્થાયી રોકાણોમાં તિવ્ર ઘટાડો થતા વર્ષ 2018-19ના બીજા અર્ધવાર્ષિક ગાળાથી જીડીપી વૃદ્ધિ દર નીચો ગયો છે.
વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળાથી ફરી વાસ્તવિક વપરાશમાં સુધારો થયો છે. તે સરકારના આખરી વપરાશમાં નોંધપાત્ર વધારાને કારણે આંચકાથી સુરક્ષિત રહયુ છે. સાથે સાથે વર્ષ 2019માં ભારતના વિદેથી ક્ષેત્રને વધુ સ્થિરતા પ્રાપ્ત થતાં 2018-19માં ચાલુ ખાતાની ખાધ (CAD) જીડીપીની ટકાવારી તરીકે 2.1 ટકા હતી તે 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 1.5 ટકા થતાં તેમાં સંકોચન જોવા મળ્યું છે. સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)માં અસરકારક વૃદ્ધિ, પોર્ટફોલિયોના પ્રવાહમાં ફરી ઉછાળો આવતાં વિદેશી હુંડીયામણની અનામતોમાં વધારો થયો છે. ક્રૂડના ભાવોમાં ઘટડો થવાને કારણે વર્ષ 2019-20માં આયાતોમાં નિકાસની તુલનામાં વધુ સંકોચન થયું છે. મુખ્તત્વે આ પરિબળને કારણે ચાલુ ખાતાની ખાધ (CAD)માં ઘટાડો થયો છે.
પૂરવઠાની વાત કરીએ તો ખેતીનો વિકાસ નબળો રહ્યો હોવા છતાં પણ 2018-19ના બીજા અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમાં નજીવો સુધારો થયો છે. ખાદ્ય ચીજોના ફૂગાવામાં કામચલાઉ વધારો થવા પાછળ હેડલાઈન ફૂગાવો વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 3.3 ટકા હતો તે ડિસેમ્બર 2019માં 7.4 ટકા થયો છે, જે વર્ષના અંત સુધીમાં ઘટવાની આશા છે. ડિસેમ્બર 2019માં સીપીઆઈ-કોર અને ડબલ્યુપીઆઈ ફૂગાવો સૂચવે છે કે માગનું દબાણ વધતું જાય છે.
માગને ગતિ આપવા માટે વર્ષ 2019-20માં નાણાં નીતિને નોંધપાત્ર પ્રમાણમાં આસાન બનાવવામાં આવી છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ રેપોરેટમાં 110 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અર્થતંત્રમાં પેદા થયેલી નાણાં ખેંચની સ્થિતિને યોગ્ય રીતે પારખીને સરકારે ખાસ કરીને તંગ સ્થિતિમાં રહેલા રિયલ એસ્ટેટ અને નૉન-બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીઓ માટે નાદારી અને દેવાળીયાપણાના કાયદા (સીઓડી) અંતર્ગત ઈન્સોલન્સી રિઝોલ્યુશન પ્રોસેસમાં ગતિ લાવીને આવશ્યક નોંધપાત્ર કદમ ઉઠાવ્યા છે. તેની સાથે-સાથે મૂડી રોકાણને વેગ આપવા અને ખાસ કરીને નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન તથા 2019-20ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં તથા 2020-21માં વૃદ્ધિમાં સુધારાના ચિહ્નો જોવા મળ્યા છે.
છેલ્લા 5 વર્ષમાં મેક્રોઈકોનોમિક સ્થિરતામાં વિક્રમી વૃદ્ધિને કારણે (વાર્ષિક સરેરાશ 7.5 ટકાના વૃદ્ધિ દર) અર્થતંત્ર વર્ષ 2024-25 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું ધ્યેય સાકાર કરવા તરફ આગળ ધપી રહ્યું છે. 2019-20ના પ્રથમ 8 માસમાં ચોખ્ખુ સીધુ વિદેશી મૂડી રોકાણ અને ચોખ્ખુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ) અનુક્રમે 24.4 અબજ યુએસ ડોલર અને 12.6 અબજ યુએસ ડોલર જેટલું રહયું છે, જે વર્ષ 2018-19ના સમાન ગાળાના પ્રવાહ કરતાં વધુ છે.
વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સીપીઆઈ (હેડલાઈન) ફૂગાવો 3.3 ટકા રહેવાનો અંદાજ હતો, જે અગાઉના વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળાની તુલનામાં થોડોક વધુ છે. હેડલાઈન ફૂગાવામાં ડિસેમ્બર 2019માં થોડો વધારો થઈને તે 7.35 ટકા થયો છે, જેના માટે મુખ્યત્વે સપ્લાય સાઈડના પરિબળો કામ કરે છે. અનાજની કિંમતો કમોસમી વરસાદ અને દેશના ઘણાં ભાગમાં પૂરની સ્થિતિને કારણે વધી હતી, તેનાથી કૃષિ પાકના ઉત્પાદકોને અસર થઈ હતી. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબલ્યુપીઆઈ) ફૂગાવો બીજી તરફ ઝડપભેર ઘટ્યો હતો અને એપ્રિલ 2019માં 3.2 ટકા હતો તે ઘટીને ડિસેમ્બર 2019માં 2.6 ટકા થયો છે, જે અર્થતંત્રમાં માગનું દબાણ નબળું પડ્યું હોવાનું પ્રતિબિંબિત કરે છે.
રોજગારી અંગેના તાજા આંકડાઓ મુજબ ઔપચારિક રોજગારીના હિસ્સામાં વધારો થયો છે. આ બાબત ‘નિયમિત વેતન/પગાર’નું પ્રમાણ 2011-12માં 17.9 ટકા હતું તે 2017-18માં વધીને 22.8 ટકા થયું છે. આ 5 ટકાનો વધારો ‘નિયમિત વેતન/ પગાર’નો હિસ્સો વધ્યાનું પ્રતિબિંબિત કરે છે અને રોજમદાર કામદારોના હિસ્સામાં 5 ટકાનો ઘટાડો અર્થતંત્રમાં ઔપચારિકરણ (formalization)નો હિસ્સો ઘટ્યો હોવાનું પ્રતિબિંબિત કરે છે. આને પરિણામે વાસ્તવિકપણે આ ગાળામાં આશરે 2.62 કરોડ નવી નોકરીઓમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હોવાનું દર્શાવે છે. જે સામાન્યપણે ગ્રામીણ વિસ્તારોમાં 1.21 કરોડ અને શહેરી વિસ્તારોમાં 1.39 કરોડ નોકરીઓ વધી હોવાનું દર્શાવે છે.
2018-19માં રૂ. 7.0 લાખ કરોડ (જીડીપીના 3.5 ટકા)ની તુલનામાં વર્ષ 2019-20ના બજેટમાં કેન્દ્ર સરકારની નાણાં ખાધ 6.49 લાખ કરોડ (જીડીપીના 3.4 ટકા) ની તુલનામાં અંદાજવામાં આવી હતી. આડકતરા વેરાઓમાં સૌથી મોટું ઘટક બની રહેલા વસ્તુ અને સેવા કર (જીએસટી)ની આવકો એપ્રિલથી નવેમ્બર, 2019 દરમિયાન 4.1 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. આમ છતાં કેન્દ્ર સરકાર માટે એકંદરે જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ ઓક્ટોબર 2019માં શરૂ થઈ હતી અને તેની ગતિશીલતા નવેમ્બર, ડિસેમ્બર 2019માં પણ ચાલુ રહી હતી. બેંકોના ધિરાણોમાં વૃદ્ધિમાં વર્ષ 2018-19ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગતિ આવી હતી અને 2018-19ના બીજા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હતો, પણ ત્યાર બાદ વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ફરીથી વૃદ્ધિ થઈ હતી. જે ઘટાડો જોવા મળ્યો તે નૉન-ફૂડ ક્રેડિટના તમામ મહત્વના ક્ષેત્રોમાં જોવા મળ્યો હતો તથા પર્સનલ લોન કે જેમાં સ્થિર અને ઝડપી ગતિથી વધારો જોવા મળ્યો હતો. ધિરાણ વૃદ્ધિમાં જે ઘટાડો જોવા મળ્યો હતો તે સર્વિસ સેક્ટરમાં સૌથી વધુ હતો. ઉદ્યોગોની ધિરાણ વૃદ્ધિમાં, એમએસએમઈ ક્ષેત્ર અને મોટા ઉદ્યોગો બંનેમાં પણ તાજેતરના મહિનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓને ધિરાણના ઉંચા વૃદ્ધિ દરનો લાભ મળ્યો છે.
સર્વિસીસની નિકાસમાં મંદ વૃદ્ધિ છતાં સર્વિસીસ એકાઉન્ટમાં વર્ષ 2019-20માં વ્યાપાર સમતુલા હકારાત્મક રહી હતી. સર્વિસીસ એકાઉન્ટમાં ટ્રેડ સરપ્લસ 2018-19માં 38.9 અબજ ડોલરની તુલનામાં વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 40.5 અબજ યુએસ ડોલર રહેવાની ધારણા છે.
ચાલુ ખાતા (CAD) ની નીચી ખાધ દેશના ઘટેલા વિદેશી દેવામાં પ્રતિબિંબિત થઈ છે. જેનાથી સ્વદેશી આર્થિક નીતિ બહારની અસરથી વધુ સ્વતંત્ર બની છે. વ્યાપાર ખાધમાં નોંધપાત્ર ઘટાડાના પગલે ચાલુ ખાતાની ખાધ વર્ષ 2018-19માં 2.1 ટકા હતી તે સુધરીને વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 1.5 ટકા થઈ છે. વર્ષ 2019-20ના પ્રથમ 8 માસમાં દેશમાં સીધા મૂડી રોકાણના એકંદર અને ચોખ્ખા પ્રવાહ બંનેમાં 2018-19ના સમાન ગાળાની તુલનામાં વધારો થયો છે. 2018-19ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 7.9 અબજ યુએસ ડોલરની તુલનામાં ચોખ્ખો એફપીઆઈ પ્રવાહ પણ વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 7.3 અબજ યુએસ ડોલરના સ્તરે મજબૂત રહ્યો હતો.
હાઉસહોલ્ડ મારફતે સ્થિર મૂડી રોકાણ 14.5 ટકાથી ઘટીને 10.5 ટકા થવા બાબતે એવું કારણ જણાવવામાં આવ્યું છે કે એકંદર સ્થિર મૂડી રોકાણમાં મોટા ભાગનો ઘટાડો વર્ષ 2009-2014 થી માંડીને 2014-2019 સુધીમાં નોંધાયો હતો. આ બંને ગાળામાં જાહેર ક્ષેત્રનું સ્થાયી મૂડી રોકાણ જીડીપીના 7.2 ટકાથી મામૂલી ઘટીને 7.1 ટકા થયું હતું. આમ છતાં, ખાનગી કૉર્પોરેટ મૂડી રોકાણમાં આવેલી સ્થગિતતા વર્ષ 2011-12 ની વચ્ચે જીડીપીના 11.5 ટકા હતી તે 2017-18માં વૃદ્ધિનું ચક્ર ધીમું પડવામાં અને ખાસ કરીને જીડીપી તથા વપરાશમાં તાજેતરમાં થયેલા ઘટાડામાં મહત્વની ભૂમિકા ભજવ્યાનો ખૂલાસો કરે છે.
SD/DS/GP/RP
(Release ID: 1601401)
Visitor Counter : 400