નાણા મંત્રાલય

વર્ષ 2011-12થી વર્ષ 2017-18 દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નિયમિત વેતન/પગાર મેળવતાં કર્મચારીઓમાં લગભગ 2.62 કરોડ નવી રોજગારીનું સર્જન થયું


નવેમ્બર, 2019માં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 69.03 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી

વર્ષ 2011-12ની સરખામણીમાં વર્ષ 2017-18માં નિયમિત રોજગારી મેળવતી મહિલાઓમાં 8 ટકાનો વધારો થયો

Posted On: 31 JAN 2020 1:15PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 31-01-2020

 

રોજગારીની લાયકાતમાં સુધારો કરવાની સાથે રોજગારીનું સર્જન કરવું સરકારની પ્રાથમિકતા રહી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ આર્થિક સમીક્ષા 2019-20નો મુખ્ય ભાગ છે, જેને આજે કેન્દ્રીય નાણાકીય અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરી હતી. આર્થિક સમીક્ષામાં કહેવાયું છે કે, જ્યારે સામાન્ય શિક્ષણ લોકોનું જ્ઞાન વધારે છે, ત્યારે કૌશલ્યની તાલીમ રોજગારી માટે જરૂરી લાયકાત વધારે છે અને લોકોને શ્રમ બજારની જરૂરિયાતો પૂર્ણ કરવાને લાયક બનાવે છે.

 

કૌશલ્ય વિકાસ

 

સરકારના સ્કિલ ઇન્ડિયા મિશનની એક મુખ્ય પહેલ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના યુવાનોને ટૂંકા ગાળાની તાલીમ (એસટીટી) ઉપલબ્ધ કરાવે છે અને પૂર્વ શિક્ષણ માન્યતા (આરપીએલ) દ્વારા એમના કૌશલ્યને પ્રમાણિત કરે છે. સમીક્ષામાં સંપૂર્ણ વિસ્તાર સાથે જણાવવામાં આવ્યું છે કે, પીએમકેવીવાય (2016-20) અંતર્ગત 11 નવેમ્બર, 2019 સુધી આખા દેશમાં 69.03 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. આ બજેટ પૂર્વેનાં દસ્તાવેજમાં એપ્રેન્ટિસ નીતિનો વિસ્તાર કરવા માટે એપ્રિન્ટિસ નિયમ, 1992માં સુધારા કરવા માટે પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

 

આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, મહિલા કામદારોમાં રોજગારીને લાયક યોગ્યતા વધારવા માટે સરકાર મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, રાષ્ટ્રીય વ્યાવસાયિક તાલીમ સંસ્થાઓ અને પ્રાદેશિક વ્યાવસાયિક તાલીમ સંસ્થાઓ દ્વારા મહિલાઓને તાલીમ આપે છે.

 

રોજગારી

 

આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, વધારે રોજગારીનું સર્જન કરવાના પ્રયાસો સાથે નોકરીની ગુણવત્તામાં સુધારો અને અર્થવ્યવસ્થાને ઔપચારિક સ્વરૂપે આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નિયમિત પગાર/વેતન મેળવવા કર્મચારીઓનો હિસ્સો 5 ટકા વધવાની સાથે વર્ષ 2011-12માં 18 ટકાથી વધીને વર્ષ 2017-18 સુધીમાં 23 ટકા થઈ ગયો હતો. સંપૂર્ણ રીતે લગભગ 2.62 કરોડ નવી રોજગારીનું સર્જન થયું, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં 1.21 કરોડ અને શહેરી વિસ્તારોમાં 1.39 કરોડ રોજગારીનું સર્જન થયું હતું. સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, નિયમિત પારિશ્રમિક વર્ગમાં મહિલા કામદારોનાં હિસ્સામાં 0.71 કરોડ નવી રોજગારીની સાથે 8 ટકાની વૃદ્ધિ (2011-12માં 13 ટકાથી 2017-18માં 21 ટકા) નોંધવામાં આવી છે. જ્યારે સ્વરોજગારી મેળવતાં વર્ગમાં કામદારોની સંખ્યા જળવાઈ રહી છે, ત્યારે કેઝ્યુઅલ શ્રમિક વર્ગમાં 5 ટકાના ઘટાડો થતાં આ વર્ગનું પ્રમાણ વર્ષ 2011-12માં 30 ટકાથી 2017-18માં 25 ટકા રહ્યું છે.

 

આર્થિક સમીક્ષામાં દેશના અર્થતંત્રમાં મહિલા ભાગીદારીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો અને કાયદેસર ઉપાયોની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી છે. એમાં અન્ય ઉપાયો ઉપરાંત મહિલાઓની મેટરનિટી લીવ 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવાની અને 50 કે એનાથી વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં ઘોડિયાઘરની સુવિધા ફરજિયાત કરવાની જોગવાઈ સામેલ છે. સમીક્ષામાં મહિલાઓનું સશક્તિકરણ કરવા મહિલા શક્તિ કેન્દ્ર યોજના, મહિલા હેલ્પલાઇન યોજના, વન સ્ટોપ કેન્દ્રોની સ્થાપના જેવા આખા દેશમાં લાગુ સરકારની પહેલોની સાથે કાર્યસ્થળો પર મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મહિલા ઉદ્યોગસાહસિકતાને સમર્થન આપતી યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

SD/RP/GP/DS



(Release ID: 1601334) Visitor Counter : 229


Read this release in: Malayalam , Marathi , English , Hindi