નાણા મંત્રાલય

2014-15માં 11.95 લાખ ઘરોની સરખામણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામિણ અંતર્ગત 2018-19માં પ્રતિ વર્ષ 47.33 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું: આર્થિક સર્વેક્ષણ


2014થી અત્યાર સુધીમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ (એસબીએમ-જી) અંતર્ગત 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું

સંતુલિત સ્વચ્છતા વર્તણુક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 10 વર્ષીય ગ્રામ્ય સ્વચ્છતા સ્ટ્રેટેજી (2019-2029)ની જાહેરાત કરવામાં આવી

Posted On: 31 JAN 2020 1:15PM by PIB Ahmedabad

તમામ માટે આવાસ, પીવાનું પાણી અને સ્વચ્છતાના પગલાઓ સહીત સામાજિક સંપત્તિની જોગવાઈ એ સરકારના સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટેના પ્રયાસો અંતર્ગત એક મુખ્ય આધારસ્તંભ રહ્યો છે. નાણા અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણ દ્વારા આજે સંસદમાં રજુ કરવામાં આવેલ આર્થિક સર્વેક્ષણ 2019-20ની એક મુખ્ય બાબત રહી હતી.

તમામ માટે ઘર:

આર્થિક સર્વેક્ષણ મુજબ : 2018માં ભારતમાં પીવાના પાણી, સ્વચ્છતા, સફાઈ અને આવાસ સ્થિતિ પરના તાજેતરના એક એનએસઓ સર્વેમાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય ક્ષેત્રમાં અંદાજે 76.7 ટકા ઘરો અને શહેરી વિસ્તારોમાં અંદાજે 96.૦ ટકા ઘરો પાસે પાકા મકાનોનું માળખું છે.

વર્ષ 2022 સુધીમાં બે યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (પીએમએવાય-જી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (પીએમએવાય-યુ) તમામ માટે આવાસના પોતાના લક્ષ્યને હાંસલ કરવાની આશા સેવે છે. સર્વેમાં જણાવ્યા અનુસાર પીએમએવાય-જી અંતર્ગત પ્રતિ વર્ષ નિર્માણ પામેલા ઘરોની સંખ્યા 2014-15માં 11.95 લાખની સરખામણીએ ચાર ગણી વધીને 2018-19માં 47.33 લાખ સુધી થઇ ગઈ છે.

પીવાનું પાણી અને સ્વચ્છતા:

આર્થિક સર્વેક્ષણ મુજબ : સ્વચ્છ ભારત અભિયાન-ગ્રામિણ (એસબીએમ-જી)ના પ્રારંભથી જ ગ્રામિણ વિસ્તારોમાં 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, 5.9 લાખ ગામડાઓ, 699 જીલ્લાઓ અને 35 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાને ખુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ) જાહેર કરી ચુક્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ 2019 કે જે ભારતનો સૌથી વિશાળ ગ્રામિણ સ્વચ્છતા સર્વે છે તેણે સમગ્ર ભારતમાં 87,250 જાહેર સ્થળો સહીત 17, 450 ગામડાઓ અને 698 જીલ્લાઓને આવરી લીધા છે.

બજેટ પૂર્વેના સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે સ્વચ્છતા માટેના વર્તણુક પરિવર્તનને સંતુલિત રાખવા માટે અને ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટેની પહોંચ વધારવા માટે એક 10 વર્ષીય ગ્રામીણ સ્વચ્છતા સ્ટ્રેટેજીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર ભારતમાં સૌથી વધુ પાણીની તંગી ધરાવતા બ્લોકસ અને જીલ્લાઓમાં જળ સંચયના પગલાઓ પર થઇ રહેલ પ્રગતિને ઝડપી બનાવવા માટે જળ શક્તિ અભિયાન (જેએસએ)ની શરૂઆત કરવામાં આવી છે. સર્વે ભારપૂર્વક જણાવે છે કે જેએસએ દ્વારા આજની તારીખ સુધીમાં 256 જીલ્લાઓમાં ૩.5 લાખ પાણી સંચયના પગલાઓ પૂરા પાડવામાં આવ્યા છે અને તેને એક જનઆંદોલનનું સ્વરૂપ આપીને આશરે 2.64 કરોડ લોકોની ભાગીદારી તેમાં જોડવામાં આવી છે.

 

SD/RP/GP/DS


(Release ID: 1601325) Visitor Counter : 213


Read this release in: English , Marathi , Hindi