વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ UNAIDSની એક્સેસ ફોર ઓલઃ આરોગ્ય માટે નવાચાર, રોકાણ એન્ડ ભાગીદારી”ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો


આર્થિક અસમાનતા દૂર કરવા માટે નવી ટેકનોલોજી અને સમાધાનો મુખ્ય ભૂમિકા ભજવી શકે છેઃ શ્રી મનસુખ માંડવિયા

Posted On: 21 JAN 2020 4:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયા આજે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક્સેસ ફોર ઓલઃ લીવરેજિંગ ઇનોવેશન્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ પાર્ટનરશિપ્સ ફોર હેલ્થ થીમ પર UNAIDS (એચઆઇવી/એઇડ્સ પર સંયુક્ત રાષ્ટ્રનાં સંયુક્ત કાર્યક્રમ)ની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં સામેલ થયા હતા.

શ્રી માંડવિયાએ એક કલાક લાંબી ચર્ચામાં જણાવ્યું હતું કે, તમામ માટે સ્વાસ્થ્ય સુલભ કરાવવાની જરૂર પડશે તથા આ માટે નવીન ટેકનોલોજીઓ અને સોલ્યુશન્સ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, જેમાં આર્થિક અસમાનતા દૂર કરવાની બાબત સામેલ છે. શ્રી માંડવિયા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સામેલ થવા દાવોસની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે છે.

શ્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારત સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં તમામ માટે સ્વાસ્થ્ય સુલભ કરાવવા કેવી કામગીરી કરી રહી છે એની રજૂઆત કરી હતી. તેમણે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા ભારત સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દુનિયાનાં સૌથી મોટા હેલ્થકેર પ્રોગ્રામ તરીકે પ્રધાનમંત્રી આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) અને તમામને ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી કિંમતે આપવા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના વિશે જાણકારી આપી હતી.

વર્ષ 2015ની શરૂઆતમાં શ્રી મનસુખ માંડવિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં 2030 એજન્ડા ફોર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ પર તેમનું મુખ્ય સંબોધન કર્યું હતું. પોતાનાં સંબોધનમાં તેમણે ભારત સરકાર આરોગ્ય ક્ષેત્રની કાયાપલટ કેવી રીતે કરી રહી છે અને તમામને વાજબી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુલભ કરાવવા માટે સરકારની નીતિમાં કેવા ફેરફારો કરવામાં આવ્યાં છે એનો ઉલ્લેખ કર્યો હતો.

UNAIDS જીવનરક્ષક એચઆઇવી સેવાઓ પ્રદાન કરવા સરકાર, ખાનગી ક્ષેત્ર અને સમુદાયો પાસેથી લીડરશિપને પ્રોત્સાહન આપવા અને જોડવા માટે જરૂરી વ્યૂહાત્મક દિશા, સમર્થન, સંકલન અને ટેકનિકલ સપોર્ટ પ્રદાન કરે છે. UNAIDS એઇડ્સની નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસ હાથ ધરવામાં મોખરે છે, કારણ કે એઇડ્સ જાહેર સ્વાસ્થ્ય માટે જીવલેણ જોખમકારક રોગ છે, જેને વર્ષ 2030 સુધીમાં નાબૂદ કરવાનો લક્ષ્યાંક સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)નો ભાગ છે.

 

NP/DS/GP/RP

 



(Release ID: 1600032) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Marathi , Hindi