રેલવે મંત્રાલય

અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી દેશની બીજી તેજસ એક્સપ્રેસનો પ્રારંભ

Posted On: 17 JAN 2020 4:40PM by PIB Ahmedabad

અમદાવાદ, 17-01-2020

 

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની બીજી તેજસ એક્સપ્રેસને આજે અમદાવાદ રેલવે સ્ટેશનથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લીલી ઝંડી દેખાડી રવાના કરાવી હતી. તેજસ એક્સપ્રેસ 19મી જાન્યુઆરીથી અઠવાડિયામાં ગુરૂવાર સિવાય છ દિવસ દોડશે. ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે.

 

 

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે મુસાફરોને સમયની માગ અનુસાર મુસાફરો તેજસ એક્સપ્રેસમાં વર્લ્ડ ક્લાસ મુસાફરીનો અનુભવ કરી શકાશે, તેમણે ઉમેર્યું હતું કે વર્ષ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ 2014થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 118 નવી ટ્રેન શરૂ થઇ છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થયેલી આ તેજસ ટ્રેન બંને રાજ્યો વચ્ચેના આર્થિક વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરશે, દેશની જીડીપીમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો હિસ્સો નોંધપાત્ર છે. અત્યારે રેલવેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું છે અને રેલવેનું આધુનિકરણ થઈ રહ્યું છે.

 

 

 

તેજસ એક્સપ્રેસની વાત કરીએ તો આ દેશની આ બીજી ખાનગી ટ્રેન છે, જે સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન છે. ટ્રેનમાં એસી એક્સેક્યુટિવ ચેર કાર ક્લાસ અને એસી ચેર કાર કોચ છે. ટ્રેનમાં ગુજરાતી અને મરાઠી ભોજન પીરસવામાં આવશે, કોચમાં ચા અને કોફીના વેન્ડીગ મશીન ઉપલબ્ધ છે. તેજસ એક્સપ્રેસ બધી જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

 

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બીજલબેન પટેલ, સાંસદ ડૉ. કિરીટ સોલંકી, હસમુખ પટેલ, પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

DK/GP/RP



(Release ID: 1599705) Visitor Counter : 245


Read this release in: English , Urdu , Marathi , Hindi