માનવ સંસાધન વિકાસ મંત્રાલય

પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા - 2020’ની ત્રીજી આવૃતિ માટે ‘લઘુ નિબંધ’ સ્પર્ધા શરૂ


સર્વશ્રેષ્ઠ નિબંધ બદલ આવતા મહિને નવી દિલ્હીમાં યોજાનારા પીપીસી-2020માં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓની પસંદ કરવામાં આવશે

Posted On: 05 DEC 2019 4:01PM by PIB Ahmedabad

માય ગવના સહયોગથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રીનો શાળાના બાળકો સાથે સંવાદ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા - 2020’ની ત્રીજી આવૃતિ માટે ‘લઘુ નિબંધ’ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આ કાર્યક્રમનું આયોજન આગામી મહિને કરવામાં આવશે. સ્પર્ધા માટે નિબંધ જમા કરાવવાની ઓનલાઇન પ્રક્રિયા 2જી ડિસેમ્બર, 2019થી શરૂ થઇ ચૂકી છે. પાછલા વર્ષોની જેમ કાર્યક્રમ માટે પૂછવામાં આવનારા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યાં છે. જે વિદ્યાર્થીઓના નિબંધ બન્ને સ્પર્ધાઓમાં સર્વશ્રેષ્ઠ રહેશે તેમને દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીનો શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે પ્રથમ સંવાદ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા-1.0’નું આયોજન 16 ફેબ્રુઆરી, 2018ના રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હીમાં કરાયું હતું. આ કાર્યક્રમના બીજા ભાગ ‘પરીક્ષા પે ચર્ચા-2.0’નું આયોજન પણ તાલકટોરા સ્ટેડિયમ નવી દિલ્હીમાં 29 જાન્યુઆરી, 2019ના રોજ કરાયું હતું.

શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનો ત્રીજો સંવાદ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2020’નું આયોજન તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હીમાં જ જાન્યુઆરી, 2020ના ત્રીજા સપ્તાહમાં કરવાનું આયોજન છે.

પ્રસ્તાવિત સ્વરૂપઃ પીપીસી 2020 પણ પાછલા બે આયોજનોની જેમ જ ‘ટાઉન હોલ’માં થશે, જેમાં પ્રધાનમંત્રી નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. પાછલા બે વર્ષ દરમિયાન આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. પીપીસી 2020માં શાળાના લગભગ 2000 વિદ્યાર્થીઓ ભાગ લેશે.

ઉપર દર્શાવેલી ઓનલાઇન સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલા વિષયો પર www.mygov.in ના માધ્યમથી ભાગ લઇ શકે છેઃ

કૃતજ્ઞતા મહાન છે

એ લોકો અંગે એક સંક્ષિપ્ત નિબંધ જેમના વિશે વિદ્યાર્થી વિચારે છે કે તે વ્યક્તિએ પોતાની શૈક્ષણિક યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. વિદ્યાર્થીઓએ તે વાતનો ઉલ્લેખ કરવાનો રહેશે કે તે કૃતજ્ઞ કેમ છે?

તમારું ભવિષ્ય તમારી આકાંક્ષાઓ પર નિર્ભર છે

વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માટે નિર્ધારિત કરાયેલા લક્ષ્ય અને શૈક્ષણિક આકાંક્ષાઓ પર સંક્ષિપ્ત નિબંધ.

પરીક્ષા વ્યવસ્થાની તપાસ

વર્તમાન પરીક્ષા વ્યવસ્થા પર વિદ્યાર્થીઓની સલાહ અને આદર્શ પરીક્ષા વ્યવસ્થા અંગે તેમના સૂચનો.

આપણાં કર્તવ્યો, તમારા વિચાર

નાગરિકોના કર્તવ્યો પર આલેખન અને કર્તવ્યપરાયણ નાગરિક બનવા માટે દરેક વ્યક્તિને કેવી રીતે પ્રેરિત કરવામાં આવે, તે અંગેના વિચારો.

સંતુલન લાભદાયક છે

અભ્યાસ સિવાય વિદ્યાર્થીઓની સંતુલિત કામગીરી પર આલેખન.

પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ‘પરીક્ષા પે ચર્ચા 2020’માં ભાગ લેવા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થશે. ‘પરીક્ષા પે ચર્ચા 2020’માં સમગ્ર દેશના કુલ 2000 વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને અધ્યાપકો ભાગ લેશે.

સમગ્ર દેશના ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તે દૂરદર્શન (ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઇન્ડિયા), આકાશવાણી મીડિયમ વેવ, આકાશવાણી એફએમ ચેનલ પર આ પ્રસારણ નિહાળે અને સાંભળે.

ગત વર્ષે ડીડી/ટીવી ચેનલ/રેડિયો ચેનલો પર સમગ્ર દેશના 8.5 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ કાર્યક્રમોને જોયો અથવા સાંભળ્યો હતો. તેને ખૂબ વ્યાપક સ્તર પર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા તેને કવર કરવામાં આવ્યો હતો. સમાચારના માધ્યમથી રિપોર્ટ અનુસાર વાતચીતના આ કાર્યક્રમે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી અને ‘પરીક્ષા પર ચર્ચા’ પર આધારિત વાતચીત સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ સાબિત થયો હતો, જેના માટે ટ્વીટર પર 2.5 મિલિયનથી વધારે સંદેશા પ્રાપ્ત થયા હતા. તેને યુટ્યુબ, ફેસબુક લાઇવ, વેબકાસ્ટિંગ વગેરે પર વ્યાપક સ્વરૂપે જોવામાં આવ્યો હતો. પાછલા વર્ષની જેમ, વિદેશમાં વસતાં ભારતીય સમુદાયના લોકોની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

લિંક https://innovate.mygov.in/ppc-2020 પર ક્લિક કરીને પરીક્ષા પર ચર્ચા 2020માં ભાગ લઇ શકાય છે.

 

NP/RP



(Release ID: 1595183) Visitor Counter : 387