પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાજ્યપાલોની 50મી પરિષદના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 24 NOV 2019 8:36PM by PIB Ahmedabad

આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની 50મી પરિષદનું સમાપન થયું હતું જેમાં ખાસ કરીને આદિજાતિ કલ્યાણ અને પાણી, કૃષિ, ઉચ્ચ શિક્ષણ તેમજ ઇઝ ઑફ લિવિંગને લગતા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો.

રાજ્યપાલોના પાંચ પેટા જૂથોએ આ મુદ્દાઓ પર તેમના અહેવાલો સોંપ્યા હતા અને રાજ્યપાલ જેમાં સુવિધા પ્રદાન કરવાની ભૂમિકા અદા કરી શકે તેવા પગલાં લેવા યોગ્ય મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો અને તેન પસંદગી કરી હતી. આદિજાતિ કલ્યાણને લગતા મુદ્દાઓ પર આ પરિષદમાં વિશેષ રસ લેવામાં આવ્યો હતો અને આદિજાતિનાં કલ્યાણ અર્થે સ્થાનિક જરૂરિયાતોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવી હોય તેવી આદિજાતિ ઉત્કર્ષ માટેની વિવિધ નીતિઓ ટાંકવામાં આવી હતી.

રાજ્યપાલોની 50મી પરિષદના સફળ સપમાન પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા પોતાનાં વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ પરિષદ ભલે સમયની સાથે વધુ ઉન્નત અને વિકસિત થાય તો પણ, રાષ્ટ્રનો વિકાસ અને આમ આદમીની જરૂરિયાતો પૂર્ણ કરવાના મુદ્દાઓ આ પરિષદમાં કેન્દ્ર સ્થાને રહેવા જોઇએ.

આ પરિષદમાં મુલ્યવાન સૂચનો આપવા બદલ તમામ સહભાગીઓની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ તમામ રાજ્યપાલોને વિનંતી કરી હતી કે, તેમના રાજ્યના પ્રથમ નાગરિક તરીકે તેઓ રાજ્યસ્તરે ચર્ચાઓનું આયોજન કરે છે જેથી સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ વિચારોને ઉત્સાહપૂર્વક આગળ વધારી શકાય.

આદિવાસી વિસ્તારોના વિકાસ સંદર્ભે, પ્રધાનમંત્રીએ રમત-ગમત અને યુવાનોના વિકાસ માટે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાની તેમજ તેને યોગ્ય રીતે અપનાવવાની અપીલ કરી હતી. 112 મહાત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિકાસની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એક મિશનના રૂપમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની પણ વિનંતી કરી હતી અને ખાસ કરીને એવા પ્રદેશમાં આદિવાસી વિસ્તારોમાં આવતા આવા જિલ્લાઓને રાજ્ય કે દેશના વિકાસ સંબંધિત આંકડાઓથી ઉપર આ જિલ્લાઓમાં વહેલામાં વહેલી તકે વિકાસ સુનિશ્ચિત કરવા માટે તેઓ આગળ આવે તેમ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિષદમાં જળ જીવન મિશન પર થયેલી ચર્ચામાં રાજ્યપાલોએ જળ સંચય અને જળ વ્યવસ્થાપન માટે સ્થાનિક પરિસ્થિતિઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલી ટેકનોલોજી અને તેની કામગીરી પર ભાર મૂક્યો હતો તેવું સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. યુનિવર્સિટીઓના કુલપતિ તરીકે રાજ્યપાલોની ભૂમિકા અંગે, પ્રધાનમંત્રીએ તેમને વિનંતી કરી હતી કે, યુવાનો અને વિદ્યાર્થી સમુદાયમાં પણ જળ સંચયની આદતનો સંદેશો ફેલાવવામાં આવે. પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને એવી પણ વિનંતી કરી હતી કે, 'પુષ્કરમ' જેવા જળ સંબંધિત પરંપરાગત ઉત્સવો દ્વારા આ સંદેશને સામાન્ય માણસોમાં મોટા પ્રમાણમાં ફેલવાવા માટેની વિવિધ રીતોમાં તેઓ મદદ કરે.

નવી શિક્ષણ નીતિ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીએ રાજ્યપાલોની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, સ્ટાર્ટ અપ કલ્ચરને આગળ વધારવા માટે તેમજ યુવાનો માટે રોજગારનું સર્જન કરી શકાય તે માટે હેકાથોન્સ જેવા મંચનો ઉપયોગ થતો હોય તે પ્રકારના પરવડે તેવા ઇનોવેશન અને ટેકનોલોજી વિકસાવવા અને સજ્જ કરવા માટે ઉચ્ચ ગુણવત્તાના સંશોધનમાં યુનિવિર્સિટીઓ દ્વારા રોકાણ સુનિશ્ચિત કરવામાં રાજ્યપાલોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હોય છે.

ઇઝ ઑફ લિવિંગ સંબંધિત પહેલો અંગે પ્રધાનમંત્રીએ અવલોન કર્યું હતું કે, રાજ્યના સંસ્થાનોએ એક તરફ લાલ રિબિનો કાપવા અને વધુ પડતા નિયમનો લાગવાની સાથે-સાથે સામા પક્ષે સ્વાસ્થ્ય સુરક્ષા અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રોને લગતી પ્રાથામિક જરૂરિયાતો પૂર્ણ કરી શકાય તે સુનિશ્ચિત કરવા માટે બંને બાજુ યોગ્ય સંતુલન રાખવું જરૂરી છે.

કૃષિ અંગે પ્રધાનમંત્રીએ સુક્ષ્મ ઉકેલો આપતા કલ્સ્ટર અભિગમને અનુસરીને કૃષિ વિષયક અર્થતંત્રના વિકાસ પર ધ્યાન આપવાની હિમાયત કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે, વ્યવહારુ પ્રદર્શન પરિયોજનાઓનો અમલ કરીને રાજ્યપાલો શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અપનાવવાનું સુનિશ્ચિત કરી શકે છે જેમાં કૃષિ યુનિવર્સિટીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ પણ આ સમાપન સત્રને સંબોધિત કર્યું હતું.

 

DS/RP

 


(Release ID: 1593368) Visitor Counter : 229