પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

દરિયાકાંઠાના રાજ્યોના હવામાનની આગાહી કરવા અને માછીમારીના સંભવિત ઝોન શોધવા માટે સસ્તું ઉપકરણ લોન્ચ કરાયું


ઉપગ્રહ આધારિત સંચાર વાવાઝોડા, ભરતી અને સુનામીની સ્થિતિમાં ખૂબ જ ઉપયોગી નિવડે છે: ડૉ. હર્ષવર્ધન

Posted On: 09 OCT 2019 6:25PM by PIB Ahmedabad

કુદરતી આપત્તિની ચેતવણી, માછીમારીના સંભવિત ઝોન (PFZ) અને દરિયાકાંઠાના રાજ્યોના હવામાન (OSF)ની માહિતી માછીમારોને અવરોધ વગર અને ઝડપથી પહોંચાડવા માટે સરકાર દ્વારા આજે દિશાસૂચન અને માહિતી માટે ગગનથી સક્ષમ ખલાસીઓનું સાધન (GEMINI) ઉપકરણ પ્રસ્તુત કરવા કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “આવી તાકીદની માહિતીના પ્રસાર માટે ઉપગ્રહ આધારિત સંચાર એકમાત્ર અનુકૂળ ઉકેલ છે અને પરવડે તેવા દરે ઉપગ્રહ આધારિત સંચાર પ્રણાલી વાવાઝોડા, ભરતી અને સુનામી જેવી સ્થિતિમાં પ્રસાર સાંકળનો ભાગ હોવી જોઇએ.”

PFZ દરિયામાં માછલીઓ એકત્ર થતી હોય તેવા સંભવિત સ્થાનો વિશે માહિતી આપે છે તથા OSF દરિયાની સચોટ સ્થિતિની માહિતી આપે છે. મંત્રીએ ખાસ ધ્યાન દોર્યું હતું કે, “દરિયાકાંઠાના રાજ્યોના હવામાનની આગાહીના ઉપકરણમાં પવન, મોજા, દરિયાના પ્રવાહ, પાણીનું તાપમાન વગેરે વિશે આગામી 5 દિવસ માટે દર 6 કલાકે દૈનિક ધોરણે માહિતી આપવામાં આવશે જેથી માછીમારોને તેમની કમાણી વધારવામાં, સલામતી સુનિશ્ચિત કરવામાં અને માછીમારીની પ્રવૃત્તિનું પૂર્વાયોજન કરવામાં મદદ મળશે.”

સંચારના બહુવિધ માધ્યમો દ્વારા સલાહ અને હવામાનની માહિતીનો પ્રસાર કરવામાં આવે છે, તેમાંથી એક પણ માધ્યમ માછીમારો દરિયાકાંઠાથી દૂર 10-12 કિમી (મોબાઇલ ફોન અને VHFની સામાન્ય રેન્જ) દૂર હોય ત્યારે કુદરતી આફતની ચેતવણી સહિત આવી માહિતીઓ નથી આપતા. માછીમારો 50 નોટિકલ માઇલથી દૂર હોય તેવી સ્થિતિમાં તે માહિતીનો પ્રસાર કરી શકતા નથી; કેટલીક વખત તેઓ ઘણા દિવસો સુધી માછીમારી કરવા માટે 300 નોટિકલ માઇલ અથવા તેનાથી પણ દૂર જતા રહે છે.

2017માં ઓખી વાવાઝોડું આવ્યું ત્યારે, માછીમારો વાવાઝોડુ શરૂ થયું તે પહેલાં દરિયામાં ઘણે દૂર સુધી માછીમારી માટે નીકળી ગયા હતા અને વાવાઝોડું આવી રહ્યું હોવાની માહિતી તેમના સુધી પહોંચાડી શકાઇ નહોતી, ત્યારે આ ઉણપ અત્યંત ગંભીરપણે વર્તાઇ હતી. આ સંચાર અંતરાલના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને જેમને બચાવી લેવાયા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા તેમની માછીમારી માટેની બોટ તેમજ માછીમારીના સાધનોને મોટું નુકસાન થયું હતું.

આ સમસ્યામાંથી બહાર આવવા માટે, ભૂવિજ્ઞાન મંત્રાલય (MoES) હેઠળ કામ કરતી સ્વાયત્ત સંસ્થા દરિયાઇ માહિતી સેવા માટે ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર (INCOIS)એ ત્રણ જિઓસિન્ક્રોનસ ઉપગ્રહો (GSAT-8, GSAT-10 and GSAT-15) ધરાવતી GAGAN સિસ્ટમની મદદથી માછીમારોને PFZ, OSF અને કુદરતી આફતોની ચેતવણી આપવા માટે GAGAN (GPS એડેડ જિઓ ઓગમેન્ટેડ નેવિગેશન) સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરવા એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) સાથે હાથ મિલાવ્યો છે. GAGANના કાર્યક્ષેત્ર હેઠળ સમગ્ર હિન્દ મહાસાગરનો ઘેરાવો આવરી લેવામાં આવ્યો છે. GAGAN ઉપગ્રહ પરથી મળેલા સંદેશાઓ પ્રાપ્ત કરવા માટે, AAI સાથે મળીને INCOIS દ્વારા સસ્તું GAGAN સિસ્ટમથી સક્ષમ GEMINI (દિશાસૂચન અને માહિતી માટે ગગનથી સક્ષમ ખલાસીઓનું સાધન) ઉપકરણ તૈયાર કર્યું છે અને બેંગલોર ખાતેની ખાનગી ઇન્ડસ્ટ્રી મેસર્સ એકોર્ડ દ્વારા મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત તેને ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે. GEMINI ઉપકરણ GAGAN ઉપગ્રહ પરથી મળેલો ડેટા બ્લ્યુટૂથ દ્વારા પ્રાપ્ત કરે છે અને મોબાઇલ પર ટ્રાન્સફર કરે છે. INCOIS દ્વારા તૈયાર કરવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશન આ સંદેશાઓ ડિકોડ કરે છે અને નવ પ્રાદેશિક ભાષામાં આ માહિતી દર્શાવે છે.

આ પ્રસંગે ડૉ. હર્ષવર્ધને PFZ ફોરકાસ્ટનું પણ ઉદઘાટન કર્યું હતું જેને INCOIS દ્વારા નવું જ વિકસાવવામાં આવ્યું છે અને તે માછીમારોને 3 દિવસ અગાઉથી માછીમારી બાબતે સલાહ આપશે. મંત્રીએ જણાવ્યું હતું કે, “PFZની એડવાઇજરી માછીમાર સમુદાયોની મૂલ્ય સાંકળનો હિસ્સો બની ગઇ છે. 6 લાખથી વધુ માછીમારો નિયમિત ધોરણે તેમના મોબાઇલ દ્વારા સીધી જ એડવાઇજરી પ્રાપ્ત કરે છે જેથી માછલીઓનો જથ્થો શોધવામાં સમય ના વેડફાય”. PFZ ફોરકાસ્ટ INCOIS દ્વારા કામ કરતા ન્યુમેરિકલ મોડેલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે અને વાદળછાયા આકાશ દરમિયાન ઉપગ્રહના ડેટાના આધારે PFZ સલાહો આપવામાં આવતી કામગીરીની મુશ્કેલીઓમાં બહાર આવવામાં મદદ કરે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ, શ્રી પ્રદીપ સિંહ ખારોલા; MoES સચિવ ડૉ. માધવન નાયર રાજીવન; AAIના ચેરમેન શ્રી અનુજ અગ્રવાલ; રાષ્ટ્રીય કુદરતી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય લેફ્ટેનન્ટ જનરલ એન.સી. મારવા અને INCOISના ડાયરેક્ટર ડૉ. સતીષ સી શેનોઇ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

NP/RP



(Release ID: 1587616) Visitor Counter : 257


Read this release in: English , Urdu , Hindi