માહિતી અને પ્રસારણ મંત્રાલય

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઈએફએફઆઈ)ના સુવર્ણ જયંતી સંસ્કરણમાં લગભગ 250 ફિલ્મો પ્રદર્શિત થશે


પહેલી વાર દૃષ્ટિ સમસ્યાથી પીડિત લોકો માટે ઓડિયો વિવરણ સાથે ફિલ્મોનું પ્રદર્શન થશેઃ શ્રી પ્રકાશ જાવડેકર

50માં ઇફ્ફી(IFFI)માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા શ્રી અમિતાભ બચ્ચન અભિનીત પસંદ કરેલી ફિલ્મો દર્શાવવામાં આવશેઃ કેન્દ્રીય મંત્રી

Posted On: 06 OCT 2019 10:23AM by PIB Ahmedabad

વર્ષ 2019માં આયોજિત 50માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)માં 76 દેશોની 200 સર્વશ્રેષ્ઠ ફિલ્મો, 26 ફિચર ફિલ્મો અને 15 નોન-ફિચર ફિલ્મોનું ભારતીય પેનોરમા સેક્શન અંતર્ગત પ્રદર્શન થશે. આ સુવર્ણ જયંતી સંસ્કરણમાં લગભગ 10,000 લોકો અને ફિલ્મપ્રેમીઓ સામેલ થશે એવી આશા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં તેની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, IFFI પોતાની સુવર્ણ જયંતીની ઉજવણી કરી રહ્યું છે. તેમાં વિવિધ ભાષાઓની એવી 12 મુખ્ય ફિલ્મોનું પ્રદર્શન પણ 20 થી 28 નવેમ્બર સુધી થશે, જેમણે વર્ષ 2019માં 50 વર્ષ પૂર્ણ કર્યા છે.

શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા શ્રી અમિતાભ બચ્ચનનાં સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાનને સન્માનિત કરવામાં આવશે અને 50માં સંસ્કરણમાં તેમની પ્રભાવશાળી અને મનોરંજક ફિલ્મોની ઉજવણી એક પેકેજનાં માધ્યમથી કરવામાં આવશે.

ભારતીય પેનોરમા IFFIનો એક મુખ્ય ભાગ છે, જે સર્વશ્રેષ્ઠ સમકાલીન ભારતીય ફિચર અને નોન-ફિચર ફિલ્મોનું પ્રદર્શન કરે છે. આ વર્ષે ફિચર ફિલ્મ જ્યૂરીની અધ્યક્ષતા પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક શ્રી પ્રિયદર્શને કરી હતી. જ્યૂરીએ અભિષેક શાહ દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ હેલારોની પસંદગી ભારતીય પેનોરમા 2019ની ઉદ્ઘાટન ફિચર ફિલ્મ તરીકે કરી છે.

નોન-ફિચર ફિલ્મ જ્યૂરીની અધ્યક્ષતા જાણીતા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા શ્રી રાજેન્દ્ર જાંગલેએ કરી હતી. જ્યૂરીએ આશિષ પાંડે દ્વારા નિર્દેશિત ફિલ્મ નૂરેહને ભારતીય પેનોરમા 2019ની ઉદ્ઘાટક નોન-ફિચર ફિલ્મ સ્વરૂપે પસંદગી કરી છે.

અહીં ફિચર અને નોન-ફિચર ફિલ્મોની યાદી જોડેલી છે.

 



(Release ID: 1587375) Visitor Counter : 266