ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પણજીમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 24મી બેઠકની અધ્યક્ષતા કરી


શ્રી અમિત શાહે કહ્યું રાજ્યોમાં ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓની સ્થાપનાની આવશ્યકતા

પ્રશ્ચિમી ઝોનનું ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે – અમિત શાહ

Posted On: 22 AUG 2019 5:43PM by PIB Ahmedabad

પશ્ચિમ ઝોનલ પરિષદની 24મી બેઠકનું આયોજન આજે 22 ઓગસ્ટ, 2019નાં રોજ માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં પણજી (ગોવા)માં થયું હતું. આ બેઠકમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, ગોવાનાં મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત તથા દમણ અને દીવ તથા દાદર અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટદારો, શ્રી પ્રફુલ પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં.

આ બેઠકને સંબોધન કરતાં શ્રી શાહે પરિષદની 24મી બેઠકમાં તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું તેમજ આશા વ્યક્ત કરી હતી કે, આ બેઠક ફળદાયક બની રહેશે, જેમાં કેન્દ્ર-રાજ્ય અને આંતર-રાજ્ય વચ્ચેની તમામ સમસ્યાઓનું સમાધાન સર્વસંમતિથી થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિગતવાર ચર્ચા કર્યા પછી સર્વસંમતિ દ્વારા લેવામાં આવેલા સરળ નિર્ણયોથી દેશનું સંઘ માળખું વધારે મજબૂત થશે.

ગૃહ મંત્રીએ પશ્ચિમ રાજ્યોનાં મહત્ત્વ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, પશ્ચિમ વિસ્તાર ભારતીય અર્થતંત્રને વેગ આપવામાં સહાયક રહ્યો છે, કારણ કે આ વિસ્તારનાં રાજ્ય કુલ સ્થાનિક ઉત્પાદનમાં લગભગ 24 ટકા અને દેશનાં કુલ નિકાસમાં 45 ટકા પ્રદાન આપે છે. એટલે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે તમામ વિલંબિત મુદ્દાઓને પશ્ચિમી ઝોનલ પરિષદનાં માધ્યમથી મહત્ત્વપૂર્ણ ગણાવીને સમાધાન કરવાની આવશ્યકતા છે. તેમણે વધુમાં રાજ્યોની પ્રશંસા કરીને તેમણે કહ્યું હતું કે, ક્ષેત્રનાં રાજ્યોએ પોતાનાં સહકારી ક્ષેત્રને ઘણું સફળ બનાવ્યું છે. ઝોનમાં રાજ્ય ખાંડ, કપાસ, મગફળી અને માછલીનાં મોટાં નિકાસકર્તા રાજ્યો રહ્યાં છે અને દેશનાં આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

શ્રી શાહે આશા વ્યક્ત કરી હતી કે, આજની બેઠક એજન્ડામાં સૂચીબદ્ધ મુદ્દાનું સમાધાન કરવામાં નિર્ણાયક અને ફળદાયક હશે. તેમણે કહ્યું હતું કે, એજન્ડામાં સૂચીબદ્ધ મુદ્દા ઉપરાંત તેઓ કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી સુધારા સાથે સંબંધિત મુદ્દાઓને જોડવા અને ચર્ચા કરવા ઇચ્છે છે, જેથી આ પરિષદની બેઠક દેશનાં વિકાસને વેગ આપવામાં સહાયક બને.

ગૃહ મંત્રીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં પૂરપીડિતો માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યોને વિનંતી કરી હતી કે, તેઓ પૂરીથી નુકસાનનું ઝડપથી આકલન કરશે અને ભારત સરકારને પોતાની જરૂરિયાતો મોકલશે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ભારત સરકારે પોતાની રીતે નુકસાનનું મૂલ્યાંકન કરવાની એક પહેલ કરી છે, જે માટે અગાઉથી જ પૂરથી અસરગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેવા માટે ટીમોની રચના કરવામાં આવી છે અને આ માટે રાજ્ય સરકારોનાં રિપોર્ટની રાહ જોવામાં આવી નથી.

પરિષદમાં અગાઉની બેઠકમાં થયેલી ભલામણોનાં અમલ પર પ્રગતિની સમીક્ષા કરી હતી. પરિષદે અન્ય મુદ્દાઓ સાથે નીચેનાં મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું:

  1. ઝૂંપડવાસીઓનાં પુનર્વસન માટે વધારાની મીઠું પકવવાની જમીનનો ઉપયોગ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે માસ્ટર પ્લાન પ્રસ્ત્તુત કર્યો હતો. રાજ્ય સરકારે બે મહિનાની અંદર વિસ્તૃત યોજના મોકલશે, જેમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતાં લોકો (અને ઝૂંપડપટ્ટી પુનર્વસન ધારા મુજબ બનાવવામાં આવેલી યોજનાની જોગવાઈ સાથે સુસંગત ઊંચી એફએસઆઈ મુજબ બાકીની જમીનનો ઉપયોગ)ને સાંકળીને પારદર્શક નાણાકીય મોડલ સૂચવશે, જે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો માટે સ્પર્ધાત્મક હશે અને ભારત સરકાર માટે જમીન/મોનેટાઇઝેશનનું હસ્તાંતરણ કરવામાં આવશે.
  2. બેંક/ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ સર્વિસ દ્વારા 5 કિલોમીટરની ત્રિજયાનાં અંતરની અંદર બેંકિંગની કોઈ પણ પ્રકારની સુવિધાથી વંચિત ગામડાઓને આવરી લેવા. એનઆઇસીનાં જીઆઇએસ પ્લેટફોર્મમાંથી પ્રાપ્ત આ ડેટાને ગ્રાઉન્ડ પર રોડ અંતરનો ઉપયોગ કરીને રાજ્યો દ્વારા વધારે સંકલિત કરવામાં આવશે. આઇપીપીબી દ્વારા દરેક જગ્યાએ ડાયરેક્ટ ટ્રાન્સફર બેનિફિટ (ડીબીટી) સેવા પ્રદાન કરવામાં આવશે, કારણ કે આ સેવાઓને બેંકિંગનાં મુખ્ય સોલ્યુશન દ્વારા આવરી લેવામાં આવ્યાં છે. શ્રી શાહે આંકડાઓની પાછળ દોટ મૂકવાને બદલે વ્યવસ્થિત સુધારાઓ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
  3. ડીબીટી પોર્ટલનું સંવર્ધન, જેમાં ગ્રામીણ સ્તરે ડીબીટી ફંડ ટ્રાન્સફર અને બેનિફિટ ગ્રામીણ સ્તરે આપવા લાભાર્થીલક્ષી યોજનાઓની સંબંધિત પોર્ટલ્સમાંથી રિયલ ટાઇમાં માહિતી એકત્ર કરીને સ્કીમ/ગામમુજબ વિગતો સામેલ છે.
  4. દરિયાઈ માછીમારોનાં પૂર્વજોની ખરાઈ કરવા માટે આધાર કાર્ડ પર એન્ક્રિપ્ટેડ ક્યુઆર કોડનું નવીન સોલ્યુશન. સરકારની પહેલ પર રાજ્ય સરકારોને મહિનાની અંદર પ્રિન્ટ-આઉટ કે કાર્ડ મળી જશે, જેથી દરેક લેટેસ્ટ ક્યુઆર કોડ સાથે આધાર કાર્ડ ધરાવે છે અને વિદેશી નાગરિક માછીમારી હોડીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ભારતીય વિસ્તરામાં ઘુસણખોરી કરી નહીં શકે.
  5. 12 વર્ષથી ઓછી વય ધરાવતી કન્યાઓ સાથે જાતિય શોષણની તપાસ અને કેસની સુનાવણી બે મહિનાની અંદર પૂર્ણ થાય (પોક્સો કાયદો અને ગુનાહિત કાયદા (સંશોધન) ધારા, 2018) એવી સુનિશ્ચિતતા કરવા વિસ્તૃત નજર રાખવાનું વ્યવસ્થિત તંત્ર ઊભું કરવું. દરેક મુખ્ય સચિવ નિયમિત સમયાંતરે બે મહિનાની અંદર તપાસ પૂર્ણ થઈ છે કે નહીં અને સુનાવણી પૂર્ણ થઈ છે કે નહીં એની કાયદાકીય જોગવાઈઓને વળગી રહેવું જોઈએ.

 

ગૃહ મંત્રીએ રાજ્ય સરકારોને ભારતીય દંડ સંહિતા અને ગુનાહિત કાર્યવાહની આચારસંહિતામાં સુધારો કરવા માટે તેમનાં સૂચનો આપવા પણ અપીલ કરી હતી. તેમણે મુખ્યમંત્રીઓને નાર્કોટિક્સ, પોક્સો ધારો, હત્યાઓ વગેરે જેવા જધન્ય કૃત્યોનાં કેસમાં કોર્ટમાં ચાલતા કેસો અને મુખ્ય સચિવનાં સ્તરે તપાસ પર નજર રાખવાની સુનિશ્ચિતતા કરવાની પણ વિનંતી કરી હતી. આ ઉદ્દેશ પાર પાડવા માટે રાજ્ય સરકારોએ કોઈ પણ પ્રકારનાં વિલંબ વિના ડાયરેક્ટર પ્રોસીક્યુશનનું પદ ભરવું પડશે.

શ્રી શાહે વધુમાં ધ્યાન દોર્યું હતું કે, સરકાર નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ધારા હેઠળ કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવવામાં માનતી નથી. ફોરેન્સિક સાયન્સ લેબ્સને પણ સચોટ તપાસ અને ઉચ્ચ વિશ્વાસ સુનિશ્ચિત કરવા મજબૂત થવાની જરૂર છે. તેમણે રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓ સ્થાપિત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. ગૃહ સચિવ અને વિશેષ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં લેવામાં આવેલા તમામ નિર્ણયો પર પણ નજર રાખવી પડશે.

ગોવાનાં મુખ્યમંત્રીએ મહેમાનોને આવકાર આપ્યો હતો અને તમામ વિલંબિત સમસ્યાઓનું સમાધાન કરવામાં સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઝોનલ કાઉન્સિલ સાથે એમનો અનુભવ સારો રહ્યો છે, કારણ કે તેમની સાથે સંબંધિત તમામ સમસ્યાઓનું અગાઉ સમાધાન થઈ ગયું છે.

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીએ ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી કલમ 370 અને 35એ દૂર કરવા સાથે સંબંધિત નિર્ણયને આવકાર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર અને લડાખનાં વિકાસનો માર્ગ મોકળો થશે અને દેશનાં અન્ય રાજ્યો સાથે એનું જોડાણ સંપૂર્ણ થશે. ગોવા અને ગુજરાતનાં મુખ્યમંત્રીઓ તથા દમણ અને તેમજ દાદર અને નગર હવેલીનાં વહીવટીદારોએ પણ એને સમર્થન આપ્યું હતું તથા મહારાષ્ટ્રનાં અભિપ્રાયોની પુષ્ટિ કરી હતી.

રાજ્ય પુનર્ગઠન ધારા, 1956 હેઠળ પાંચ ઝોનલ કાઉન્સિલ – પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્યમની સ્થાપના કરવામાં આવી હતી, જેથી આંતર-રાજ્ય સાથસહકાર અને રાજ્યો વચ્ચે સંકલનને વેગ મળે. ઝોનલ પરિષદોને આર્થિક અને સામાજિક આયોજન, સરહદી વિવાદો, ભાષાગત લઘુમતીઓ કે આંતર-રાજ્ય પરિવહન વગેરે ક્ષેત્રમાં સામાન્ય હિતોની કોઈ પણ બાબત પર ચર્ચા કરવા અને ભલામણ કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. તેઓ રાજ્યોનાં સહકારી પ્રયાસોનાં પ્રાદેશિક યુગમાં છે, જેમાં રાજ્યો એકબીજા સાથે આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક તાંતણે જોડાયેલા છે. ઉચ્ચ સ્તરીય સંસ્થાઓ, ખાસ કરીને સંબંધિત ઝોનનાં હિતોનું રક્ષણ કરવા માટે બનેલી સંસ્થાઓ તરીકે તેઓ પ્રાદેશિક પરિબળોને ધ્યાનમાં લઈને ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ છે, ત્યારે રાષ્ટ્રીય પાસાં પર પણ ધ્યાન જાળવે છે.

પરિષદમાં ચર્ચાવિચારણામાં સારું સંકલન જોવા મળ્યું હતું, ખરાં અર્થમાં સહકારી સંઘવાદનો પરિચય મળ્યો હતો અને મહારાષ્ટ્રમાં આગામી બેઠકનું આયોજન કરવાનાં નિર્ણય સાથે સંપન્ન થઈ હતી.

 

DK/NP/J. Khunt/RP



(Release ID: 1582692) Visitor Counter : 368


Read this release in: English , Urdu , Hindi