મંત્રીમંડળ

મંત્રીમંડળે શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના સંશોધન અને ઉપયોગ ક્ષેત્રમાં સહયોગ સાધવા અંગે ભારત અને ટ્યુનિશિયા વચ્ચેના સમજૂતી કરાર મંજૂરી આપી

Posted On: 05 AUG 2019 12:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના ઉપયોગ અને સંશોધન ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે ભારત અને ટ્યુનિશિયા વચ્ચે સમજૂતી કરારો (એમઓયુ)ને તેની કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર 11 જૂન, 2019ના રોજ બેન્ગાલુરુ, ભારત ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અસરો:

  • આ સંધિ કરાર અવકાશ વિજ્ઞાન, ટેકનોલોજી અને એપ્લીકેશનમાં આ મુજબના ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરશે, જેમ કે પૃથ્વીનું રીમોટ સેન્સીંગ; સેટેલાઈટ કમ્યુનિકેશન અને સેટેલાઈટ આધારિત નેવિગેશન; અવકાશ વિજ્ઞાન અને ગ્રહોને લગતું સંશોધન; અવકાશયાનો અને અવકાશ સિસ્ટમ તથા ગ્રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ અને અવકાશ ટેકનોલોજીનું અમલીકરણ.
  • આ કરાર દ્વારા અવકાશ વિભાગ/ઈસરો, ભારત અને નેશનલ સેન્ટર ફોર કાર્ટોગ્રાફી એન્ડ રીમોટ સેન્સીંગ, ટ્યુનિશિયામાંથી સભ્યોને એકત્રિત કરી એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે. તે જૂથ આગળ જતા આ એમઓયુને અમલીકૃત બનાવવાના સાધનો અને સમયગાળો સહિતના કાર્યો માટે અમલીકરણની યોજના તૈયાર કરશે.

પાર્શ્વભૂમિકા:

જુલાઈ 2015માં ટ્યુનિશિયાના કમ્યુનિકેશન ટેકનોલોજી અને ડિજિટલ ઈકોનોમી મંત્રીએ તેમની ભારત મુલાકાત દરમિયાન ભારત સાથે અવકાશ સહયોગ સાધવા અંગેની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્યુનિશિયા અવકાશ કાર્યક્રમને આગળ વધારવાની પ્રક્રિયામાં કાર્યરત છે અને તે માટે ઈસરોના અનુભવો પાસેથી શીખવાની ઈચ્છા ધરાવે છે.

તેના પગલે ભારત અને ટ્યુનિશિયાએ બેન્ગાલુરુ, ભારત ખાતે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

 

RP



(Release ID: 1581402) Visitor Counter : 243